Surat: જર્મનીની બેંક મારફતે પેમેન્ટ શક્ય બનતા રશિયાથી સપ્લાય શરૂ, હવે હીરાના ભાવો નીચા જવાની શક્યતા
ડાયમંડની ઓથોરાઈઝ્ડ બલ્ક ખરીદી થાય તેને સાઈટહોલ્ડિંગ કહે છે. નિકાસકારો હાલમાં જુદી જુદી બેંકો દ્વારા પેમેન્ટને રાઉટિંગ કરે છે, જેમાં યુરો અથવા અન્ય કરન્સીનો ઉપયોગ થાય છે.
રશિયાએ (Russia) યુક્રેન પર હુમલો કરતા અનેક વિકસીત દેશોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદ્યા છે, જેની સીધી અસર સુરતના હીરા (Diamond) બજાર પર પણ પડી છે. રશિયન ડાયમંડ કંપની ભારતીય કટ અને પોલિશ્ડ ડાયમંડનું સૌથી મોટું ખરીદદાર અમેરીકા છે. હાલમાં જર્મન બેંકો મારફત પેમેન્ટ થતું હોવાથી પેમેન્ટની પ્રક્રિયામાં એક સપ્તાહ જેટલો વિલંબ થાય છે. પરંતુ ડાયમંડ નિકાસકારોની ચિંતા તૈયાર હતી, પરંતુ પેમેન્ટનો પ્રશ્ન હતો, અલરોસા ભારતીય ખરીદારોને કાચા હીરાનો સપ્લાય આપવા તૈયાર છે.
પરંતુ, રશિયન ફાઈનાન્સ સિસ્ટમ પર પ્રતિબંધ મૂકાયો છે, ભારતીય ખરીદદારો પેમેન્ટ કરી શકતા નથી. પરંતુ , છેલ્લા બે ત્રણ દિવસમાં જર્મનીની બેંક મારફતે રશિયામાં પેમેન્ટ શક્ય બનતા હવે ફરી રશિયાથી કાચા હીરાનો સપ્લાય શરૂ થયો છે અને તેના કારણે ભારત સુરતના હીરા ખરીદદારોમાં પણ જીવ આવ્યો છે.
યુક્રેન પર રશિયાના હુમલાના કારણે હીરાબજારમાં ચિંતા અને ગભરાટનો માહોલ છે. તદુપરાંત અત્યંત અસામાન્ય રીતે વધી ગયેલો અને રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે અમેરિકામાં ડાયમંડની માંગમાં ઘટાડો થયો છે. ભારતીય કટ અને પોલીશડ ડાયમંડનું સૌથી મોટું ખરીદદાર અમેરિકા છે. હાલમાં જર્મન બેંકો મારફત પેમેન્ટ થતું હોવાથી પેમેન્ટની પ્રક્રિયામાં એક અઠવાડિયા જેવો વિલંબ થાય છે. પરંતુ ડાયમંડ નિકાસકારોની ચિંતા હાલપૂરતી હળવી થઈ છે .
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલ (GJEPC)ના ચેરમેન કોલિન શાહે જણાવ્યું કે આ ડાયમંડ માટેના ઓર્ડર અલ્સોરાના સાઈટહોલ્ડિંગ શિડ્યુલ પ્રમાણે માર્ચની શરૂઆતમાં જ અપાઈ ગયા હતા. ડાયમંડની ઓથોરાઈઝ્ડ બલ્ક ખરીદી થાય તેને સાઈટહોલ્ડિંગ કહે છે. હવે ડાયમંડ આવી રહ્યા છે. નિકાસકારો હાલમાં જુદી જુદી બેંકો દ્વારા પેમેન્ટને રાઉટિંગ કરે છે, જેમાં યુરો અથવા અન્ય કરન્સીનો ઉપયોગ થાય છે .
જોકે , એપ્રિલમાં વેચાણમાં આવેલા ડાયમંડ માટે ટ્રેડમાં રૂપિયા રુબલનું મિકેનિઝમ પસંદ કરવામાં આવશે. અલ્સોરાએ વિશ્વની સૌથી મોટી ડાયમંડ ઉત્પાદક કંપની છે અને વિશ્વમાં ડાયમંડના આઉટપૂટમાં લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે. ભારત અસ્સોરા પાસેથી માત્ર 10 ટકા ડાયમંડની ડાયરેક્ટ આયાત કરે છે. છતાં મોટા ભાગના રશિયન ડાયમંડ કટિંગ અને પોલિશિંગ માટે ભારત જ આવે છે .
રશિયન કંપની કાચા હીરા સપ્લાય કરવા તૈયાર હતી, પરંતુ પેમેન્ટનો પ્રશ્ન હતો
યુદ્ધના કારણે રશિયાની ડાયમંડ કંપની અલરોસા તરફથી ડાયમંડનો સપ્લાય ખોરવાઈ ગયો હતો, જે હવે ફરી શરૂ થઈ ગયો છે. અલરોસા મેનેજમેન્ટમાં અમુક હિસ્સો રશિયન સરકારનો પણ છે. અમેરિકા અને યુરોપના દેશોએ રશિયાની નાણાકીય સિસ્ટમ પર પ્રતિબંધો મૂકીને સિસ્ટમ ખોરવી નાખી છે, પરંતુ હવે નિકાસકારો જર્મન બેંકો દ્વારા યુરોમાં પેમેન્ટ કરી રહ્યા છે. ભારતની કુલ કાચા હીરાની ડિમાંડના 10 ટકા સપ્લાય રશિયાની અલરોસા કંપની દ્વારા કરવામાં આવે છે. યુક્રેન પર હુમલા બાદ પણ કંપની ભારતમાં સુરતમાં કાચા હીરા સપ્લાય કરવા તૈયાર હતી, પરંતુ પેમેન્ટ નહીં થઈ શકતા સપ્લાય ખોરવાયો હતો પણ હવે જર્મન બેંકને કારણે પેમેન્ટ શક્ય બન્યુ હોઈ ફરીથી અલરોસા સાથે ભારતના હીરા બજારનો વેપાર શરૂ થઈ શક્યો છે.
આ પણ વાંચો : Surat : હોળી ધુળેટી બાદ વીક એન્ડ સાથે મીની વેકેશનના મૂડમાં વેપારી વર્ગ
આ પણ વાંચો : Surat: શેઠાણી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીની ધરપકડ કરાઇ, પોલીસે પૂછતાછ શરૂ કરી