Surat: શેઠાણી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીની ધરપકડ કરાઇ, પોલીસે પૂછતાછ શરૂ કરી
વર્ષ 2018માં તેણે એકલતાનો લાભ ઉઠાવી શેઠાણી સાથે દુષ્કર્મ આચર્યું હતું.. જે બાદ બ્લેકમેલ કરી 7 લાખ રૂપિયા પડાવ્યા.. આ અંગે પીડિતાએ પતિને જાણ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જ્યારે સરથાણા પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. તેમજ તેની પૂછતાછ શરૂ કરી છે.
સુરતમાં(Surat) શેઠાણી સાથે દુષ્કર્મ(Rape) અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીની(Accused) ધરપકડ કરી લેવાઈ છે. જેમાં આરોપીએ શેઠાણીના ફોટા અને વીડિયોને વાયરલ કરવાની ધમકી આપી 7 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. તેમજ સતત 4 વર્ષથી આરોપી પોતાના માલિકની પત્નીનું શોષણ કરી રહ્યો હતો. આ આરોપી ફરિયાદીનો સંબંધી છે, જેથી તેને પોતાની કાપડની દુકાનમાં નોકરીએ રાખ્યો હતો. તેમજ વર્ષ 2018માં તેણે એકલતાનો લાભ ઉઠાવી શેઠાણી સાથે દુષ્કર્મ આચર્યું હતું.. જે બાદ બ્લેકમેલ કરી 7 લાખ રૂપિયા પડાવ્યા.. આ અંગે પીડિતાએ પતિને જાણ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જ્યારે સરથાણા પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. તેમજ તેની પૂછતાછ શરૂ કરી છે.
સૂરતના બનેલી આ ઘટના અનેક લોકો માટે આંખ ઉઘાડનારી છે. જેમાં નજીકના સગાને નોકરી અને કામ આપવા માટે ઘરે રાખવું કેટલું મોંઘું સાબિત થઈ શકે છે. તેમજ ઘરમાં રાખ્યા બાદ સામે આવેલ કૃત્ય પણ શરમજનક છે. તેવા સમયે આજના સમયમાં કોના પર વિશ્વાસ રાખવો પણ એક મોટો પ્રશ્ન બન્યો છે.
આ પણ વાંચો : Vadodara: SSG હોસ્પિટલમાં એલાર્મ સિસ્ટમમાં ખામી સર્જાતાં, ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ
આ પણ વાંચો : Surat : છેલ્લા પાંચ વર્ષથી ધૂળ ખાતી 78 હજાર કરતા વધુ કચરાપેટી હવે સ્લમ પોકેટોમાં મફત વિતરિત કરાશે