Surat : ડાયમંડ એસોસિએશનને હોસ્પિટલ, કોલેજ અને હોસ્ટેલ બનાવવા જગ્યાની ફાળવણી કરાશે

મોટા વરાછા ઉત્રાણ ખાતે ફાઇનલ પ્લોટ નંબર 193 તરીકે ઓળખાતી 10,735 ચોરસ મીટર જગ્યા સેલ ફોર કોમર્શિયલના જાહેર હેતુ માટે રિઝર્વેશનમાં મૂકવામાં આવી છે . આ જગ્યા પર 225 થી 250 કરોડના ખર્ચે હોસ્પિટલ , નર્સિંગ કોલેજ અને હોસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે .

Surat : ડાયમંડ એસોસિએશનને હોસ્પિટલ, કોલેજ અને હોસ્ટેલ બનાવવા જગ્યાની ફાળવણી કરાશે
ડાયમંડ એસોસોસિયેશન સંચાલિત હોસ્પિટલ (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 8:16 AM

સુરત(Surat ) ડાયમંડ એસોસિયેશને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ(PPP) હેઠળ હોસ્પિટલ , નર્સિંગ કોલેજ તથા હોસ્ટેલ બનાવવા માટે મોટા વરાછામાં 10,735 ચોરસ મીટર જગ્યાની માંગણી કરી છે . સુરત ડાયમંડ એસોસિયેશનની માંગણી મુજબ જગ્યાની ફાળવણી કરવા પાલિકા કમિશનરે ભાજપ શાસકોની મંજૂરી માંગી છે . સુરત ડાયમંડ એસોસિયેશનને(Diamond Association ) ખાસ કિસ્સામાં જગ્યાની ફાળવણી કરવામાં આવશે .

ટીપી સ્કીમ નંબર 24 મોટા વરાછા ઉત્રાણ ખાતે ફાઇનલ પ્લોટ નંબર 193 તરીકે ઓળખાતી 10,735 ચોરસ મીટર જગ્યા સેલ ફોર કોમર્શિયલના જાહેર હેતુ માટે રિઝર્વેશનમાં મૂકવામાં આવી છે . આ જગ્યા પર 225 થી 250 કરોડના ખર્ચે હોસ્પિટલ , નર્સિંગ કોલેજ અને હોસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે . સુરત ડાયમંડ એસોસિયેશન આરોગ્ય ટ્રસ્ટ દ્વારા 3 થી 3.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બાંધકામ કરવામાં આવશે . આ જગ્યા પર 300 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે .

પાલિકા દ્વારા ખાસ કિસ્સામાં બજાર ભાવ કે કમિટી દ્વારા સૂચવવામાં આવેલા દરોને બદલે ટોકન એક રૂપિયાના ભાડે 69 વર્ષ માટે જગ્યાની ફાળવણી કરવામાં આવશે . પાલિકા દ્વારા જગ્યાની ફાળવણી થઇ ગયા બાદ ટ્રસ્ટે ત્રણ વર્ષમાં હોસ્પિટલ બિલ્ડિંગ ઊભું કરી હોસ્પિટલને કાર્યરત કરવાની રહેશે . મોટા વરાછા , ઉત્રાણ , કોસાડ , વરાછા , કઠોર , અબ્રામા , વાલક , ગોથાણ સહિતના વિસ્તારના લાખો લોકોને આરોગ્ય સેવાનો લાભ મળે એ હેતુસર જગ્યાની માંગણી કરવામાં આવી છે . પાલિકા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતના આધારે આરોગ્ય ટ્રસ્ટને જગ્યાની ફાળવણી કરવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે .

આજનું રાશિફળ તારીખ : 24-07-2024
નેપાળના ક્રિકેટ ખેલાડીઓનો પટાવાળા કરતા ઓછો પગાર
SBI પાસેથી 5 વર્ષ માટે 6,00,000 ની પર્સનલ લોન લેવા પર EMI કેટલું આવશે ?
સવારે ખાલી પેટે એલચીનું કરો સેવન, થશે આ ગજબના ફાયદા
ધનશ્રીએ યુઝવેન્દ્ર ચહલ માટે કરેલી બર્થડે પોસ્ટ પર આવ્યા આવા રિએક્શન
મોઢામાં વારંવાર પડતા છાલા આ બીમારીનો આપે છે સંકેત

2012 માં કિરણ હોસ્પિટલને 17 હજાર ચો.મીટર જગ્યા અપાઈ

2012 માં મહા નગરપાલિકાએ કિરણ હોસ્પિટલ માટે કતારગામમાં મોકાની જગ્યા વિનામૂલ્યે આપી હતી . પાલિકાએ 17 હજાર ચોરસ મીટર કરતા વધારે ક્ષેત્રફળ ધરાવતી જગ્યા વિનામૂલ્યે ફાળવતા પાટીદાર સમાજના ટ્રસ્ટ દ્વારા કિરણ હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી . દસ વર્ષ બાદ હવે સુરત ડાયમંડ એસોસિએશનને હોસ્પિટલ માટે જગ્યાની ફાળવણી કરવામાં આવશે . સુરત ડાયમંડ એસોસિયેશને જાન્યુઆરી મહિનામાં પાલિકામાં રૂબરૂ રજૂઆત કરી હતી .

ટેન્ડર કે હરાજીથી જગ્યાની ફાળવણી નહીં થાય

શહેરી વિસ્તારમાં ટીપી સ્કીમના અમલીકરણ બાદ પાલિકાને પ્રાપ્ત થતા રિઝર્વ પ્લોટની ફાળવણી ટેન્ડર કે જાહેર હરાજીથી કરવાની રહે છે . ટીપી સ્કીમના અમલીકરણના ભાગરૂપે ફાઇનલ પ્લોટના વેચાણની કાર્યવાહી ડિસ્પોઝલ ઓફ લેન્ડ એન્ડ અધર પ્રોપર્ટીઝ રેગ્યુલેશન એકટ 2002 હેઠળ કરવાની રહે છે . ખાસ કિસ્સામાં ટેન્ડર કે જાહેર હરાજી સિવાય જગ્યા ફાળવવાનો નિર્ણય લેવાય તો પાલિકાએ રાજય સરકારની મંજૂરી લેવાની રહે છે . સુરત ડાયમંડ એસોસિયેશનને જગ્યા આપવાનો નિર્ણય ખાસ કિસ્સા તરીકે હોવાથી પાલિકા રાજ્ય સરકારને દરખાસ્ત કરી મંજૂરી મેળવશે

પાલિકા બજાર કિંમતના પચાસ ટકા રકમ નહીં વસૂલે

પાલિકા શૈક્ષણિક કે આરોગ્ય સુવિધા માટે જગ્યા ફાળવે તો ડિસ્પોઝલ ઓફ લેન્ડ એન્ડ અધર પ્રોપર્ટીઝ રેગ્યુલેશન 2002 ની જોગવાઇ હેઠળ રચાયેલી કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલી બજાર કિંમતના પચાસ ટકા રકમ વસૂલવાનો રાજ્ય સરકારે આદેશ આપ્યો છે . શહેરી વિકાસ ખાતાએ 25/05/21 ના રોજ પરિપત્ર બહાર પાડી આ આદેશ અમલમાં મૂક્યો છે . સુરત ડાયમંડ એસોસિયેશને આરોગ્યના હેતુસર જગ્યાની માંગણી કરી હોવા છતાં ખાસ કિસ્સામાં પાલિકા બજાર કિંમતના પચાસ ટકા રકમ વસૂલ નહી કરે .

સૂચિત હોસ્પિટલમાં પચાસ ટકા ટ્રસ્ટી પાલિકાના રહેશે

સુરત ડાયમંડ એસોસિયેશન આરોગ્ય ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલના ટ્રસ્ટીમંડળમાં પચાસ ટકા ટ્રસ્ટી પાલિકાના રહેશે . મોટા વરાછા ખાતે પાલિકા વિનામલ્યે જમીન ફાળવે તેના બદલામાં બજાર કિંમતના પચાસ ટકા  લેખે જેટલી રકમ થાય એટલો હિસ્સો સૂચિત હોસ્પિટલમાં પાલિકાનો રહેશે . હોસ્પિટલનું બાંધકામ ટ્રસ્ટ કરશે જ્યારે ટ્રસ્ટીમંડળમાં પાલિકાના પચાસ ટકા ટ્રસ્ટી રહેશે . પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ  કોર્પોરેટરો , કમિશનર તથા અધિકારીઓને ટ્રસ્ટી તરીકે મૂકવામાં આવશે .

આ પણ વાંચો :

સુરત : ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનીલે ગુનો કબૂલવાનો ઇનકાર કર્યો, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે

Surat : સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટર લાગતા પક્ષમાં કચવાટ, પ્રજાલક્ષી કામ ન થતા નારાજગી

Latest News Updates

21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
ભરૂચમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ
ભરૂચમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ
પાકિસ્તાની નાગરિકોના આધાર અને આયુષ્યમાન કાર્ડ નિકળતા તંત્ર ચોંક્યું
પાકિસ્તાની નાગરિકોના આધાર અને આયુષ્યમાન કાર્ડ નિકળતા તંત્ર ચોંક્યું
દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં પાણી ઘુસ્યા
દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં પાણી ઘુસ્યા
રાજ્યમાં 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, સૌથી વધારે ઉમરપાડામાં 11 ઈંચ
રાજ્યમાં 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, સૌથી વધારે ઉમરપાડામાં 11 ઈંચ
આ 4 રાશિના જાતકોની સંપત્તિમાં થશે વધારો, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 4 રાશિના જાતકોની સંપત્તિમાં થશે વધારો, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
ખાંભામાં વરસાદી મૌસમની મજા માણતા સિંહ પરિવારનો જુઓ વીડિયો
ખાંભામાં વરસાદી મૌસમની મજા માણતા સિંહ પરિવારનો જુઓ વીડિયો
અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારમાં વરસાદ
અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારમાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">