Surat: કોરોનાની ગંભીર સ્થિતિ ન હોય પહેલી ફેબ્રુઆરીથી 1થી 9ની શાળા રાબેતા મુજબ શરૂ કરવા માંગ

સૌથી વધારે કેસ જે રાજ્યમાં હતા તે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ 24 જાન્યુઆરીથી શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે.

Surat: કોરોનાની ગંભીર સ્થિતિ ન હોય પહેલી ફેબ્રુઆરીથી 1થી 9ની શાળા રાબેતા મુજબ શરૂ કરવા માંગ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 11:32 AM

કોરોના સંક્રમણ (Corona virus)ને જોતા તારીખ 31 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રાખવાનો અને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ હવે જ્યારે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો પણ થઈ રહ્યો છે અને એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ નથી થયું, ત્યારે સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મહા મંડળ દ્વારા સરકારને શાળાઓ ફરી શરૂ કરવા માંગ કરવામાં આવી છે.

તારીખ પહેલી ફેબ્રુઆરીથી ધોરણ 1થી 9ની શાળાઓ ફરી એકવાર રાબેતા મુજબ શરૂ કરવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલ ત્રીજી લહેર બીજી લહેર જેવી ભયાનક નથી, હાલ જનજીવન પણ રાબેતા મુજબ ચાલી રહ્યું છે.

સૌથી વધારે કેસ જે રાજ્યમાં હતા તે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ 24 જાન્યુઆરીથી શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં કોઈ ગંભીર પરિસ્થિતિ નથી, ત્યાં શાળાઓ શરૂ કરવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 15થી 18 વર્ષના તરુણોને કોરોના વિરોધી રસી આપવાની કામગીરી ચાલી રહી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જેમાં મોટાભાગની શાળાઓમાં એલિજેબલ વિદ્યાર્થીઓનું 94 ટકા જેટલું રસીકરણ થઈ પણ ગયું છે. ત્યારે વિદ્યાર્થીઓ પર ગંભીર ખતરો ટળ્યો છે. લાંબા લોકડાઉન બાદ વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ હજી બે થી લઈને છ મહિના પહેલા જ રાબેતા મુજબ શરૂ થયું હતું. જેથી તેમની માનસિક, શારીરિક, મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણીક પરિસ્થિતમાં સુધારો જોવા મળી રહ્યો છે.

ઓનલાઈન શિક્ષણ દરમ્યાન બાળકોને ઘણા બધા પ્રકારની સમસ્યા જેમાં ગેમ્સ, સોશિયલ મીડિયા, મોબાઈલનું વળગણ થઈ જવું, ચીડિયાપણું, એકલતાપણું જેવા મનોવૈજ્ઞાનિક ફેરફારો તેમનામાં આવ્યા હતા. ત્રીજી લહેરના લીધે બંધ થયેલ પ્રત્યક્ષ શિક્ષણ ફરી પ્રભાવિત થયું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત જેવા રાજ્યમાં કોરોનાની કોઈ ગંભીર પરિસ્થિતિ ન હોય શાળાઓ ફરી શરૂ કરવી જોઈએ તેવી માંગણી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો : SURAT: નિષ્ઠુર માતાની કરતૂત, નવજાત બાળકીને મૃત હાલતમાં ગટરમાં ફેંકી થઈ ફરાર ગઈ

આ પણ વાંચો : Surat: અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપ પર માચીસ ચાંપી સળગાવાનો પ્રયાસ કર્યો

g clip-path="url(#clip0_868_265)">