Surat: અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપ પર માચીસ ચાંપી સળગાવાનો પ્રયાસ કર્યો
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાયરા પેટ્રોલપંપ પર બાઈકમાં પેટ્રોલ પુરાવવા આવેલા અસામાજિક તત્વોએ પેટ્રોલ કર્મચારી સાથે ગાળાગાળી કરી માર મારી પેટ્રોલ પંપ પર દિવાસળી ચાંપી સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાયરા પેટ્રોલપંપ પર બાઈકમાં પેટ્રોલ પુરાવવા આવેલા અસામાજિક તત્વોએ પેટ્રોલ કર્મચારી સાથે ગાળાગાળી કરી માર મારી પેટ્રોલ પંપ પર દિવાસળી ચાંપી સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. આવી ઘટના સુરતમાં પહેલી નથી. થોડા સમય પહેલા ઉમરા પોલીસ સ્ટેશનમાં આવો એક ગુનો ચુક્યો છે જેમાં પણ માત્ર મજાક કરવા માટે બે યુવકો દ્વારા આવો પ્રયાસ કરાયો હતો.
સુરત શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહયો છે. ધોળે દિવસે પણ અસામાજિક તત્વો લોકોને પોતાનો રોફ બતાવી ડરાવવા – ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે એવો જ એક બનાવ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સામે આવ્યો છે.
સુરતના ભેસ્તાન સુરત નવસારી રોડ પર આવેલ નાયરા પેટ્રોલ પંપ આવેલું છે. દરમિયાન આ પેટ્રોલ પંપ અજાણ્યા બે અસામાજિક તત્વો બાઈક અંગર પેટ્રોલ ભરાવવા આવ્યા હતો. દરમિયાન બંને ઈસમોએ પેટ્રોલ પંપના કર્મચારી સોપાન રૂપસીંગ પાટીલ સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં પેટ્રોલ પંપના કર્મચારીને માર પણ માર્યો હતો,અને દિવાળી ચાંપી પેટ્રોલ પંપ પર આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે અસામાજિક તત્વોની આ હરકત ત્યાં લાગેલા સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ છે.હાલ તો બનાવ સંદર્ભે પેટ્રોલ કર્મી સોપાન રૂપસીંગ પાટીલની ફરીયાદના આધારે પાંડેસરા પોલીસે બંને અસામાજિક તત્વો સામે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.
આવી ઘટના ઉમરા વિસ્તારમાં પણ થોડા સમય પહેલા આવી હતી બે યુવકો બાઇક પહેલા આવ્યા હતા બાદમાં પેટ્રોલ પુરાવી રૂપિયા ન આપવા પડે તે માટે કર્મચારીઓ સાથે માથાકૂટ કરી બાદમાં પાછળ બેસેલ એક યુવકે હાથમાં રહેલ એક ફટાકડો ટાકી પાસે નાખ ભાગી ગયા પણ પણ સદ નસીબે કોઈ ઘટના બની નહિ તો ઘટના બનતેતો મોટી દૃઢતના બનતે આ બાબતે ઉમરા પોલીસે પણ ગુનો નોંધાયો હતો અને બંને યૂવકોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ SURAT: નિષ્ઠુર માતાની કરતૂત, નવજાત બાળકીને મૃત હાલતમાં ગટરમાં ફેંકી થઈ ફરાર ગઈ
આ પણ વાંચોઃ અમેરિકા-કેનેડાની બોર્ડર પર 4 મૃતદેહો મળ્યા, ડિંગુચા ગામનો પટેલ પરિવાર હોવાની આશંકા