SURAT: નિષ્ઠુર માતાની કરતૂત, નવજાત બાળકીને મૃત હાલતમાં ગટરમાં ફેંકી થઈ ફરાર ગઈ
સુરતના પાંડેસરના બમરોલી રોડના એક મકાનની ગટરમાંથી તાજી જન્મેલી બાળકીનો મૃતહદેહ મળ્યો હતો, પોલીસના જણાવ્યા મુજબ કોઈનું ગર્ભપાત થયું હોય જેના કારણે બદનામી ન થાય આથી ત્યજી દેવાઇ હોવાનું પ્રાથમિક અનુમાન છે
સુરતમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી થોડા મહિના પહેલા પાંડેસરા જ વિસ્તારમાં એક ત્વજાયેલી બાળકીને કચરા પેટીમાં નાખી દેવામાં આવી હતી ત્યારે વધુ આવી એક ઘટના સામે આવી જેમાં બમરોલી રોડના મકાનની ગટરમાંથી નવજાત બાળકી (newborn baby)નો મૃતદેહ મળી આવ્યો જેથી પોલીસ (Police) ને જાણ થતાં પોલીસે આ બાબતે ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે.
લોકો પોતાનું પાપ છુપાવમાં કોઈની જિંદગી સાથે રમત રમતા હોવાના કિસ્સો સામે આવર નવાર આવતા હોય છે તેમાં પણ માસુમ આ દુનિયામાં જ્યારે બાળકી કે બાળક જન્મ લેતાની સાતગે તેની રોડ પર કે બહાર ફેંકી દેવાની ઘટનાઓ પણ સતત આપણે સાંભળતા આવ્યા છીએ ત્યાં સુરતના પાંડેસરના બમરોલી રોડના એક મકાનની ગટરમાંથી તાજી જન્મેલી બાળકીનો મૃતહદેહ મળ્યો હતો.
જ્યારે આ બાબતે સ્થાનિક લોકોને ખ્યાલ આવતા તાત્કાલિક પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે જેમાં હકીકતમાં બમરોલી રોડ પાસે તુલસીધામ સોસાયટીના એક મકાનમાં ગટરમાંથી શનિવારે વહેલી સવારે કોઈ અજાણ્યો વ્યક્તિ એક દિવસની જન્મેલી નવજાત બાળકીનો મૃતદેહ મૂકીને નાસી ગયો હતો.
જ્યારે આ લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે બાળકીનું મૃતદેહને પીએમ માટે મોકલ્યું હતું. જ્યાં પીએમના આધારે બાળકીનું 3 કિલો વજન સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ કોઈનું ગર્ભપાત થયું હોય જેના કારણે બદનામી ન થાય આથી ત્યજી દઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે.
હાલમાં પોલિસે ગંભીરતાથી લઈ આ બાબતે તપાસ શરૂ કરી છે કારણ કે પાંડેસરા જ વિસ્તારમાં થોડા મહિના પહેલા એક કપલ દ્વારા સાળી બનેવીના સબંધ છુપાવવા માટે નવજાત બાળકને વહેલી સવારે કચરા પેટીમાં નાખી દીધી હતી જ્યારે પોલીસે તપાસ કરતા ગુજરાત બહારના રાજ્યમાંથી સુરત આવી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થતા પોલીસે સાળી બનેવીની ધરપકડ પણ કરી હતી.
આ પણ વાંચોઃ અમેરિકા-કેનેડાની બોર્ડર પર 4 મૃતદેહો મળ્યા, ડિંગુચા ગામનો પટેલ પરિવાર હોવાની આશંકા
આ પણ વાંચોઃ કોરોનાના નિયમ પાળોની શીખ આપતા નેતાઓએ જ નિયમનો કર્યો ઉલાળિયો, જુઓ, ઠૂમકા લગાવતા નેતાઓનો વીડિયો