Surat: સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાની ત્રીજી લહેર સામે લડવા 1770 કર્મચારીઓની માંગ

Surat: શહેરમાં કોરોના વાયરસની ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. નવી સિવિલ હોસ્પિટલમાં બાળકોનો વોર્ડ શરૂ કરતાં પહેલાં રાજ્ય સરકાર પાસે 1770થી વધુ સ્ટાફની માંગણી કરવામાં આવી છે.

Surat: સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાની ત્રીજી લહેર સામે લડવા 1770 કર્મચારીઓની માંગ
કોરોનાની ત્રીજી લહેર માટે તૈયારી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 11, 2021 | 7:16 PM

Surat: શહેરમાં કોરોના વાયરસની ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. નવી સિવિલ હોસ્પિટલમાં બાળકોનો વોર્ડ શરૂ કરતાં પહેલાં રાજ્ય સરકાર પાસે 1770 થી વધુ સ્ટાફની માંગણી કરવામાં આવી છે.આ ઉપરાંત નવજાત શિશુઓ અને બાળકો રોગના 20 આધુનિક વેન્ટિલેટરની પણ માંગ કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના અધિકારીઓ આ અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલી આપ્યો છે. કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના કેસોની સંખ્યા આસમાને પહોંચી હતી. હાલ દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે. તેવામાં બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને પણ અગાઉથી જ તૈયારી કરવામાં આવી છે.

નિષ્ણાતોએ આરોગ્ય વિભાગને એલર્ટ કરી દીધું છે. રાજ્ય સરકારની સૂચનાથી નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા, વોર્ડને પીડીયાટ્રીક ઇન્ટેન્સિવ કેર યુનિટની સ્થાપના કરવામાં આવી રહી છે. પીડીયાટ્રીક એસોસિએશને એક ટાસ્ક ફોર્સની રચના પણ કરી છે. આ કોરોના કહેર દરમિયાન બિમાર બાળકોને સારવાર માટેની વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં નવી સિવિલ હોસ્પિટલમાં ત્રીજી લહેરને લઈને ઘણી બેઠકો યોજાઈ છે. રાજ્ય સરકારે નવી સિવિલ પાસેથી વોર્ડ માટે કર્મચારીઓની જરૂરીયાત અને અન્ય વ્યવસ્થા અંગે માહિતી માંગી હતી. બાળ વિભાગ દ્વારા 20 નવજાત બાળકો માટેના વેન્ટિલેટરની માંગણી કરવામાં આવી છે. આ વેન્ટિલેટર એક મહિના કરતાં નાના બાળકોની સારવાર કરશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

ઉપરાંત 20 પીડિયાટ્રિક વેન્ટિલેટરની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત 120 મેડિકલ અધિકારીઓ, 600 નર્સિંગ સ્ટાફ, 150 ડેટા ઓપરેટરો, અને 900 વ્યક્તિ ચોથા વર્ગના કર્મચારીઓની માંગ કરાઇ છે.

કોરોના હોસ્પિટલ ચાલુ રાખવા પણ માંગ કરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ આ રિપોર્ટ ગાંધીનગર મોકલ્યો છે. બીજી લહેરમાં 1600થી વધુ બાળકોને ચેપ લાગ્યો હતો. આ સિવાય મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી ઈન ચિલ્ડ્રનની બીમારી પણ 220થી વધુ બાળકો નોંધાયા છે. આમ ડોક્ટરોએ આશંકા વ્યક્ત કરી છે કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને કોરોનાનો વધુ ચેપ લાગી શકે છે. જે માટે અગાઉથી તૈયારી કરવી જરૂરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">