Surat : VNSGU એ કરેલ ટ્યુશન ફીનો 10 ટકા વધારો પરત ખેંચવા માંગ

|

Apr 20, 2022 | 9:23 AM

કોરોનાની (Corona ) મહામારી માંડ માડ ઓછી થઇ છે, જેમાં અનેક પરિવારો આર્થિક રીતે પાયમાલ થયા હોય, મોઘવારી પણ વધી હોય તેવા સંજોગોમાં યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા 10 ટકા ટયુશન ફી વધારાને પાછો ખેંચવો જરૂરી છે.

Surat : VNSGU એ કરેલ ટ્યુશન ફીનો 10 ટકા વધારો પરત ખેંચવા માંગ
Veer Narmad South Gujarat University (File Image )

Follow us on

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા ટયુશન ફી (Tuition Fee )માં 10 ટકાનો કરવામાં આવેલો વધારો પાછો ખેંચવા માટે કુલપતિને (VC) રજૂઆત કરવામાં આવી હતી. નર્મદ યુનિવર્સીટીએ ટ્યુશન ફીમાં ઝીંકેલો 10 ટકા વધારો પરત ખેંચવા રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તમામ અભ્યાસક્રમોમાં અંદાજે 50 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ કે જે હાલમાં જ માંડ માંડ કોરોના મહામારીના નો સામનો કરીને ઉભા થયા છે, તેવા સમયમાં 10 ટકાનો ટયુશન ફી વધારો અસહ્ય બન્યો છે. જો ફિ વધારો પરત નહી ખેચાય તો આગામી દિવસોમાં આંદોલન કરવાની વિદ્યાર્થીઓને ફરજ પડશે તેવી પણ રજૂઆત કરાઈ છે.

તમામ કોલેજોને 10 ટકા સુધીની ટયુશન ફી વધારવાની છુટ આપવામાં આવતા શોપિંગ સેન્ટરમાં ચાલતી અને તમામ નિયમોને અનુસરતી કોલેજોને એકસરખો ફી વધારો આપી યુનિવર્સીટીએ શિક્ષણ માફિયાઓને છાવરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.

સેનેટ સભ્ય ભાવેશ રબારીએ 10 ટકાનો ફી વધારા સંદર્ભે કુલપતિને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું હતુ કે નાણાં સમિતિની ભલામણને આધારે એકેડેમીક કાઉન્સીલ અને સિન્ડિકેટની સભા દ્વારા નવા સત્રથી કોઈપણ યુનિવર્સિટીઝ ફી વધારા કે ઘટાડાનો નિર્ણય એફ.આર.સી. એટલે કે ફી નિર્ધારણ કમીટી દ્વારા જ લેવામાં આવતો હોય છે અને આપણી યુનિવર્સિટીમાં આ કમીટી માત્ર નામની બનાવી દેવામાં આવી હોય એમ માત્ર એક જ મીટીંગ કરી ત્યારબાદ કોઈ મીટીંગ પણ કરવામાં આવી નથી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

સેનેટ સભ્યે રજૂઆત કરતા વધુમાં જણાવ્યું હતુ કે કોરોનાની મહામારી માંડ માડ ઓછી થઇ છે, જેમાં અનેક પરિવારો આર્થિક રીતે પાયમાલ થયા હોય, મોઘવારી પણ વધી હોય તેવા સંજોગોમાં યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા 10 ટકા ટયુશન ફી વધારાને પાછો ખેંચવો જરૂરી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું છે કે આ ફી વધારાથી આગળ અભ્યાસ કરવા માંગતા સામાન્ય વિદ્યાર્થીઓને પણ ઘણી આર્થિક મુશ્કેલી ઉભી થશે. જેથી આ ફી વધારો પાછો ખેંચવામાં આવે, નહીં તો આ મામલે આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવશે.

આ પણ વાંચો :  Kutch : ખેડુતોનું દુધઇ કેનાલની અધૂરી કામગીરી પૂર્ણ કરવા સરકારને અલ્ટિમેટમ, નહી તો આંદોલનની ચીમકી  

આ પણ વાંચો :  Ahmedabad: 16 મહિનાના બાળકના ફેફસાની દુર્લભ ગાંઠ સર્જરી કરી ડોકટરોએ દૂર કરી, બાળકને નવજીવન બક્ષ્યુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article