Surat : એરપોર્ટ પર સીઆઇએસએફના કાર્યક્રમ દરમ્યાન રાષ્ટ્રધ્વજ ઊંધો પકડવા બાબતે કાર્યવાહી કરવા માગ
રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા સીઆઈએસએફ જેવી એક જવાબદાર સંસ્થાના ઉચ્ચ અધિકારીઓએ દેશની જાહેરમાં માફી માગવી જોઈએ એવી માગ કરવામાં આવી હતી . અખિલ ભારતીય સેવાદળના આગેવાનો ભેગા મળીને આ બાબતે કલેક્ટરને રજુઆત કરી હતી. અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી.
સુરત એરપોર્ટની(Surat Airport ) સુરક્ષાનો હવાલો શહેર પોલીસ પાસેથી સીઆઈએસએફને(CISF) આપવામાં આવ્યો છે. તે સમયે યોજાયેલા એક કાર્યક્રમમાં સીઆઈએસએફના જવાનો દ્વારા ભારતના રાષ્ટ્ર ધ્વજને(Flag ) ઊંધો લહેરાવવામાં આવ્યો હતો . ત્યારે હવે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે .
અખિલ ભારતીય સેવાદળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવાયું કે , સુરત શહેરના ડુમસ રોડ પર આવેલ એરપોર્ટ ખાતે ઈન્ડકશન કાર્યક્રમ પ્રસંગે સીઆઈએસએફના જવાનો દ્વારા સ્ફૂર્તિ , શક્તિ અને સુરક્ષાના કેટલાક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા . જે એક સરાહનીય બાબત છે . પરંતુ આ કાર્યક્રમ દરમિયાન સાતથી આઠ જેટલા જવાનોએ એક કાર્યક્રમ રજુ કર્યો હતો .
જેમાં એક જવાનના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો . જેનો લીલા રંગનો છેડો ઉપરની તરફ અને કેસરી રંગનો છેડો નીચેની તરફ હતો . જેથી રાષ્ટ્રધ્વજને ઊંધો લહેરાવવામાં આવ્યો હતો . જેનાથી ખરેખર રાષ્ટ્રધ્વજનું અપમાન થયું છે . આ કાર્યક્રમમાં સાંસદ ધારાસભ્યો તથા અનેક લોકો હાજર હતા .
રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા સીઆઈએસએફ જેવી એક જવાબદાર સંસ્થાના ઉચ્ચ અધિકારીઓએ દેશની જાહેરમાં માફી માગવી જોઈએ એવી માગ કરવામાં આવી હતી . અખિલ ભારતીય સેવાદળના આગેવાનો ભેગા મળીને આ બાબતે કલેક્ટરને રજુઆત કરી હતી. અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી.
નોંધનીય છે કે સુરત એરપોર્ટ પર સુરક્ષા વધારવા માટે થોડા દિવસો પહેલા જ સરકાર દ્વારા સીઆઇએસએફના જવાનોની ટુકડીની ફાળવણી કરવામાં આવી છે. અત્યારસુધી એરપોર્ટની સુરક્ષાની જવાબદારી પોલીસના હાથમાં હતી. પણ હવે સીઆઇએસએફના જવાનોના હાથમાં સુરત એરપોર્ટની સુરક્ષાની કમાન આવતા એરપોર્ટની સુરક્ષામાં વધારો થયો છે. અને તેનાથી શહેરને ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ મળે તેવી સંભાવનાઓ વધી ગઈ છે.
જોકે સીઆઇએસએફના જવાનોને સુરતમાં ફાળવણી બાબતે એરપોર્ટ પર જે કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં રાષ્ટ્રધ્વજ ઉલટો ફરકાવવામાં આવતા લોકોની લાગણી દુભાઈ હતી. જેથી આ રજુઆત કરવામાં આવી છે. રજૂઆત દરમિયાન અખિલ ભારતીય સેવાદળના આગેવાનો પ્રભુદાસભાઈ ટી . પટેલ , મોહંમદ ઈકબાલ શેખ , એલ . ડી . પાલિડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા .
આ પણ વાંચો :