Surat: મસ્કતી હોસ્પિટલમાં 88.32 લાખના ખર્ચે ફાયરસેફટીની સુવિધા ઉભી કરવાનો નિર્ણય

જે તે ઝોનમાં આવતા નવા વિસ્તારોમાં કેટલા વીજથાંભલા તેમજ હાઈમાસ ટાવરની જરૂરિયાત છે? તે અંગેનો રિપોર્ટ આગામી બેઠક મળે તે પહેલાં સમિતિને સુપરત કરવા સુચના અપાઇ હતી. 

Surat: મસ્કતી હોસ્પિટલમાં 88.32 લાખના ખર્ચે ફાયરસેફટીની સુવિધા ઉભી કરવાનો નિર્ણય
Decision to set up fire safety facility at Muscati Hospital (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 3:35 PM

બુધવારે મળેલી લાઈટ એન્ડ ફાયર સમિતિની (Light and Fire Committee) બેઠકમાં મસ્કતિ હોસ્પિટલમાં (Maskati Hospital) ફાયર સેફટી (Fire Safety ) લગાવવાના અંદાજને મંજૂરી અપાઈ હતી. આ સાથે જ બેઠકના ઝીરો અવર્સમાં નવા સમાવિષ્ટ 27 ગામ અને 2 નગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા પૂરી પાડવા માટે કયા ગામમાં કેટલા વીજથાંભલાની તથા હાઈમાસ ટાવરની જરુરિયાત છે? તેનો રિપોર્ટ રજુ કરવા તમામ ઝોન અધિકારીઓને સુચના અપાઇ હતી.

આ સાથે જ કમિટી સભ્યોએ સ્મીમેર હોસ્પિટલના પ્રવેશ દ્વાર ઉપર જ અંધારું રહેતું હોવાની સાથે કયા વિસ્તારમાં કેટલા લાઈટ પોલ બંધ છે તેની માહિતી મોબાઈલ એપ દ્વારા જ મળી રહે તેવી ચીપ દરેક પોલમાં ફિટ કરવાનું સુચન  કરાયું હતું. લાઈટ એન્ડ ફાયર સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે, પાલિકા સંચાલિત રાજમાર્ગની મસ્કતી હોસ્પિટલના એક ત્રણ માળ જ્યારે એક આઠ માળના બિલ્ડિંગમાં રૂપિયા 88.32 લાખના ખર્ચે ફાયર સેફટી વ્યવસ્થા ફિટ કરવાની પ્રક્રિયા માટે થનાર કુલ ખર્ચના અંદાજને મંજૂરી આપવામાં આવી છે.

રાંદેર ઝોનના વહીવટી ભવનમાં દિવ્યાંગ તેમજ સિનિયર સિટીઝનને બે માળ ચઢવામાં હાલાકી પડતી હોવાથી 10 વર્ષના મરામત તેમજ નિભાવની શરતે રૂપિયા 24.64 લાખના ખર્ચે લિફટ મૂકવાના અંદાજને પણ મંજુરી અપાઇ હતી. કમિટીના ઝીરો અવર્સમાં તમામ ઝોનના અધિકારીઓ તેમજ સ્ટ્રીટ લાઈટ વિભાગના અધિકારીઓ હાજર હોવાથી નવા સમાવિષ્ટ ગામોમાં નવા વીજથાંભલા મૂકવા તેમજ તેના ઓપરેટિંગ અને જાળવણી માટે તજવીજ શરૂ કરવા સુચના અપાઈ હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જે તે ઝોનમાં આવતા નવા વિસ્તારોમાં કેટલા વીજથાંભલા તેમજ હાઈમાસ ટાવરની જરૂરિયાત છે? તે અંગેનો રિપોર્ટ આગામી બેઠક મળે તે પહેલાં સમિતિને સુપરત કરવા સુચના અપાઈ હતી. અન્ય એક કમિટી સભ્યએ સ્મીમેર હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર દુર સુધી અંધારું પ્રસરેલું રહે છે.

પ્રવેશદ્વાર ઉપર જ અપુરતા પ્રકાશના લીધે વધુ વીજથાંભલા અથવા પોઈન્ટ મૂકવા માંગ કરી હતી. તેવી જ રીતે અન્ય એક સભ્યે ટેક્નોલોજીની મદદથી કોન્ટ્રાક્ટરોની ઓપરેટિંગ સિસ્ટમ ઉપર નજર રાખી શકાય તે માટે દરેક વીજથાંભલામાં ચીપ મૂકી કેટલા થાંભલા બંધ છે ? અને કેટલાં કાર્યરત છે ? તેની એપ્લિકેશન ઉપર માહિતી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા સુચન રજુ કર્યા હતા.

આ પણ વાંચો: Surat: પોલીસ કમિશનર અચાનક મુલાકાતીઓને મળવા પહોંચ્યા, જાણો ત્યાર બાદ અધિકારીઓ કઈ રીતે દોડતા થયા?

આ પણ વાંચો:  Surat : પ્રિકોશનરી ડોઝના 30 હજારના ટાર્ગેટ સામે ફક્ત 5700 લોકોએ જ ડોઝ લીધો

g clip-path="url(#clip0_868_265)">