AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ગુડ ટચ બેડ ટચ અંગે સમજ આપતો કાર્યકમ યોજાયો, મહિલા DCP તેમની બાળકી સાથે રહયા હાજર

Surat: શહેરમાં બાળકોને ગુડ ટચ બેડ ટચ અંગે સમજ આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂરત મહિલા ડીસીપી પન્ના મોમયા તેમની બાળકી સાથે આ બાળકો માટેના ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી

Surat: ગુડ ટચ બેડ ટચ અંગે સમજ આપતો કાર્યકમ યોજાયો, મહિલા DCP તેમની બાળકી સાથે રહયા હાજર
Surat DCP Panna Momaya attend a program to give an understanding about Good Touch Bad Touch (1)
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 03, 2021 | 5:04 PM
Share

સુરત પોલીસની સાથે શહેરની સેવાભાવી સંસ્થા સિંધી હેલ્પીંગ હેન્ડએ નવી પહેલ હાધ ધરી છે. જે અંતરગત ગુડ ટચ બેડ ટચ પર ભાર મૂકી આ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. રામનગરમાં સિંધી સમાજ ભવન ખાતે સૂરત ડીસીપી પન્ના મોમયા ની ઉપસ્થિતમાં આ અંગે કાર્યકમ યોજાયો.

શાળા-કોલેજો, બસ, ઓફિસ, ઘર અને અન્ય જાહેર સ્થળો પર દીકરીઓ અને મહિલાઓ કયારેક શારીરિક – માનસિક ત્રાસના ભોગ બનતા હોય છે. આવી સ્થિતિમાં તેમને શું કરવું અને કઈ રીતે આ રીતની સતામણીના ભોગ ન બનવું તે અંગે ખ્યાલ આવતો નથી. આવા શારીરિક અને માનસિક ત્રાસ આપનારા નરાધમો સામે કેવી રીતે લડત આપવી તે અંગે પણ જાગૃતતા જરૂરી છે.

આ સમયે કુમળી વયની દીકરીઓ કોઇ પણ શારીરિક અને માનસિક ત્રાસના ભોગ ન બને તેમજ કેમ કરીને પોતાની જાતની સ્વયંમૂ રક્ષા કરી શકે તે ખૂબ જરૂરી છે. તે ઉપરાંત આવા પ્રકારના બનાવનો ભોગ ન બને તે માટે શું તકેદારી રાખવી, આવી ઘટના બને તો કોને જાણ કરવી જેવી બાબતોની સમજ આપવા માટે સમગ્ર સુુરતની યુવતીઓ, મહિલાઓ અનેે બાળકો માટે “ચિલ્ડ્રન સે દોસ્તી” નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું સુરતની ચાઈલ્ડ લાઈન ટીમ, સિંધી હેલ્પીંગ હેન્ડ દ્વારા સુરતના રાંદેરના રામનગરમાં સિંધી સમાજ ભવન, અમરાપુર એસી હોલ, સિંધુવાડી બીજે માળેે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યકર્મમાં બાળકોને હળવી શૈલીમાં ગુડ ટચ-બેડ ટચના મુદ્દા પર સમજુતિ આપી હતી. જેમાં માતા-પિતા સાથે બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. સૂરત મહિલા ડીસીપી પન્ના મોમયા તેમની બાળકી સાથે આ બાળકો માટેના ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે આવા બાળકો માટેના અવરનેસ માટે ના સેમિનાર આજના સમયમાં થવા ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો : Ahmedabad: આનંદ નગર વિસ્તારમાં શનિવારની રાત્રે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો

આ પણ વાંચો : Gandhinagar: AAP ના ચૂંટણી એજન્ટ પર હુમલો, ભાજપે હૂમલો કરાવ્યો હોવાનો આક્ષેપ, જાણો ઈસુદાન ગઢવીએ શું કહ્યું

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">