કોરોનાના નિયમ પાળોની શીખ આપતા નેતાઓએ જ નિયમનો કર્યો ઉલાળિયો, જુઓ, ઠૂમકા લગાવતા નેતાઓનો વીડિયો

થોડા દિવસ અગાઉ જગદીશ ઠાકોરે પોતાના નાના ભાઇના પુત્રના લગ્નનો સમારંભ રદ્ કરવાની જાહેરાત કરી હતી, પણ હવે લગ્નમાં કોંગ્રેસના ધારાસભ્યો નાચી રહ્યા હોય એવી વીડિયો બહાર આવ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jan 23, 2022 | 4:28 PM

ગુજરાતમાં કોરોનાના કેસ (Corona case)ની સુનામી આવી રહી છે. સંક્રમણ પર કાબુ મેળવવા માટે રાજ્ય સરકાર નિયંત્રણો લગાવી રહી છે. જો કે બીજી તરફ નેતાઓ, રાજકારણીઓ જ આ નિયમો પાળતા નથી. ગુજરાતમાં ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર (Jagdish Thakor) સહિત કોંગ્રેસના ધારાસભ્યો (Congress MLAs) કોરોનાના નિયમો ભૂલ્યા હતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના નાના ભાઇના પુત્રના લગ્નમાં મન મૂકીને નાચ્યાં હતા.

એક તરફ કોંગ્રેસના નેતાઓ સરકારને કોરોનાના નિયમો પાળવાની સલાહ આપે છે. બીજી તરફ કોંગ્રેસ નેતાઓ પણ કોરોના ગાઇડલાઇનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના ધારાસભ્યો જગદીશ ઠાકોરના નાના ભાઈના પુત્રના લગ્નમાં કોરોના નિયમ ભુલી મન મુકીને ઠુમકા લગાવતા જોવા મળ્યા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની સાથે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ સ્ટેજ ઉપર ઠુમકા લગાવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ સ્ટેજ ઉપર ઠુમકા લગાવ્યા હતા. જેના વીડિયો પણ ખૂબ વાયરલ થઇ રહ્યા છે. આ વીડિયો શનિવાર 22 જાન્યુઆરી 2022નો હોવાનું સામે આવ્યુ છે.

થોડા દિવસ અગાઉ જગદીશ ઠાકોરે પોતાના નાના ભાઇના પુત્રના લગ્નનો સમારંભ રદ્ કરવાની જાહેરાત કરી હતી, પણ હવે લગ્નમાં કોંગ્રેસના ધારાસભ્યો નાચી રહ્યા હોય એવી વીડિયો બહાર આવ્યા છે.

એક તરફ રાજ્યમાં કોરોના ગાઈડ લાઈનનો કડક અમલ કરાવવા રાજ્ય પોલીસ વડાએ તમામ જિલ્લાના એસપી અને રેન્જ આઈજીને સૂચનો આપ્યા છે પણ રાજકારણીઓ દ્વારા કરાતા કાર્યક્રમો સામે આંખ આડાન કાન કરાય છે.

આ પણ વાંચો-

Ahmedabad: સંજીવની રથમાં વિનામુલ્યે સેવા આપી રહ્યાં છે ફાર્મસીના વિદ્યાર્થીઓ, આ સેવાથી આરોગ્ય કર્મીઓનું ભારણ ઓછું થશે

આ પણ વાંચો-

રાજ્યના વધુ એક પ્રધાન આવ્યા કોરોનાની ઝપેટમાં, આ પ્રધાન બીજી વાર થયા છે કોરોના સંક્રમિત

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati