અમેરિકા-કેનેડાની બોર્ડર પર 4 મૃતદેહો મળ્યા, ડિંગુચા ગામનો પટેલ પરિવાર હોવાની આશંકા

અમેરિકા-કેનેડાની બોર્ડર પર 4 મૃતદેહો મળ્યા, ડિંગુચા ગામનો પટેલ પરિવાર હોવાની આશંકા
4 bodies found on US-Canada border

ગઈ કાલે અમેરિકા-કેનેડા બોર્ડર પર એક પરિવારના ચાર સભ્યોના ઠંડીના કારણે મોત થયા છે. બરફમાંથી આ ચારના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ ગાંધીનગર જિલ્લાના કલોક તાલુકાના ડિંગુચા ગામનો પટેલ પરિવાર હોવાનું માનવામાં આવી રહ્યું છે

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Jan 23, 2022 | 4:09 PM

ગઈ કાલે અમેરિકા-કેનેડા બોર્ડર (US-Canada border) પર એક પરિવારના ચાર સભ્યોના ઠંડીના કારણે મોત થયા છે. બરફમાંથી આ ચારના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃત્યુ પામેલાઓમાં એક નવજાત બાળક પણ સામેલ છે. આ પરિવાર ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના કલોક તાલુકાના ડિંગુચા ગામનો પટેલ પરિવાર (Patel family) હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે હજુ સુધી કોઈના નામ સત્તાવાર રીતે જાહેર કરાયા નથી. પણ ડિગુચા ગામના ચાર લોરો કેનેડા ગયા હોવાનું ત્યાં તે થોડા દિવસથી ગુમ થઈ ગયા હોવાનું સ્વીકાર્યું છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે આ પરિવારના સભ્યોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. યુએસ અને કેનેડામાં આપણા રાજદૂતોને પરિસ્થિતિ પર તરત જ જવાબ આપવા જણાવ્યું હતું. આ ઘટના ાદ ગુજરાતના નેતાઓ પણ ભોગ બનનારના અહીં રહેતા પરિવારજનોની પડખે આવ્યા છે. જોકે જ્યા સુધી સત્તાવાર જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ગુમ થનારાના પરિવારજનો કે ગામના સરપંચ આ વાતને સ્વીકારવા તૈયાર નથી.

જગદીશ પટેલ છેલ્લા 7 વર્ષથી તેમનાં પત્ની વૈશાલી બેન અને 3 વર્ષનો ધાર્મિક અને 12 વર્ષની દીકરી ગોપી સાથે કલોલ (kalol) પંચવટી વિસ્તારમાં આવેલ ગ્રીન સિટી વિભાગ -1માં ભાડે રહેતા હતા અને એક વર્ષ પહેલાં ગ્રીન સિટીમાં તેણે પોતાનું 65 લાખનું મકાન લીધું હતું. મકાન લીધા બાદ 10 લાખનો ઘરમાં ખર્ચો પણ કરાવ્યો હતો. જગદીશ પટેલ પહેલા શિક્ષક હતા જે બાદ જીન્સ શર્ટ ફેક્ટરીમાં મોટા ભાઈ સાથે ધંધો કરતા હતા. પરિવાર પૈસે ટકે સુખી હતો. 7 મી જાન્યુઆરીના રોજ વૈશાલી પટેલ તેમની પિતરાઈ બહેન સુમિત્રાને મળ્યા હતા અને ડિગૂંચા જવાનું કહીને નીકળ્યા હતા, પણ પિતરાઈ બહેનને વિદેશ જવા બાબતે કોઈ જાણ કરી નહોતી.

આ ઘટના બાબદે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે મીડિયા માધ્યમથી કલોલના ડિંગુચાના 1 પરિવારના 4 લોકો કેનેડાથી અમેરિકા જવાનો પ્રયત્ન કરતા હતા તેમના મોત થયા હોવાની જાણકારી મળી છે. ગઈકાલ રાતથી સતત અમે સંપર્ક કરી રહ્યા છીએ. અમિત શાહના કાર્યાલય પરથી પણ વિગતો મેળવી છે. અત્યારે જે માહિતી છે તે સંભવિત માહિતી છે ચોક્કસ નામ રેકોર્ડ પર નથી. અમેરિકા જેવા દેશમા જવા લાખો લોકો પ્રયાસ કરે છે. આપણા યુવાનો મોટા પ્રમાણમાં અમેરિકા કેનેડા જવા પ્રયાસ કરે છે, પરંતુ કેટલાક લોકો ટૂંકો રસ્તો શોધી ગેરકાયદે જવાનો પ્રયાસ કરે છે. સરકાર એવી તકો ઉભી કરે કે લોકોને વિદેશ જવાનો મોહ ઓછો થાય. ઘણાં લોકો વર્ષોથી ગેરકાયદે વિદેશમાં રહે છે વર્ષો સુધી ત્યાં જ રહેવુ પડે છે. લોકોએ કાયદેસર રીતે જાવુ જોઇએ જેથી આવી ઘટના નિવારી શકાય.

આ પણ વાંચોઃ કોરોનાના નિયમ પાળોની શીખ આપતા નેતાઓએ જ નિયમનો કર્યો ઉલાળિયો, જુઓ, ઠૂમકા લગાવતા નેતાઓનો વીડિયો

આ પણ વાંચોઃ રાજ્યના વધુ એક પ્રધાન આવ્યા કોરોનાની ઝપેટમાં, આ પ્રધાન બીજી વાર થયા છે કોરોના સંક્રમિત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati