Ahmedabad: નારણપુરા વિસ્તારમાં રોડ કપાતની કામગીરી હાલ પૂરતી સ્થગિત, સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ AMCનો નિર્ણય
સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ મેયર અને સ્થાનિક કાઉન્સિલરોની બેઠકમાં રોડ કપાત હાલ પૂરતું સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. રોડ કપાતના વિરોધમાં લગાવેલા બેનરો સ્થાનિકોને ઉતારી લેવા માટે કોર્પોરેશનના સત્તાધિશોએ વિનંતી પણ કરી છે.
અમદાવાદ (Ahmedabad) ના નારણપુરા વિસ્તારમાં રોડ કપાત (Road widening) ની કામગીરી હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોડ કપાતના વિરોધમાં સ્થાનિકો અને વેપારીઓએ મેયર અને મ્યુનિ.કમિશ્નરને રજૂઆત કરી હતી. સ્થાનિકોના ઉગ્ર વિરોધ (Protest) બાદ મેયર અને સ્થાનિક કાઉન્સિલરોની બેઠકમાં રોડ કપાત હાલ પૂરતું સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. રોડ કપાતના વિરોધમાં લગાવેલા બેનર (Banners) સ્થાનિકોને ઉતારી લેવા માટે કોર્પોરેશનના સત્તાધિશોએ વિનંતી પણ કરી છે.
નારણપુરા રોડ કપાત સ્થગિત રાખવાને માટે સ્થાનિકોએ માગ કરી હતી. અગાઉ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઇ નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોએ રોડ કપાતના વિરોધમાં બે પાનાંની પત્રિકા છપાવી હતી. નારણપુરા વિસ્તારની તમામ સોસાયટી, દુકાનોમાં અને ઘરે-ઘરે જઈને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ. પત્રિકાનું વિતરણ કરી નારણપુરા વિસ્તારના લોકોને આંદોલનમાં જોડવા અપીલ કરવામાં આવી હતી.
બિલ્ડરો તેમના લાભ માટે નારણપુરામાં રોડ પહોળો કરતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. ટ્રાફિક કે અન્ય સમસ્યા ન હોવા છતાં માત્ર બિલ્ડરોને વધુ FSI મળે તે માટે રોડ પહોળો કરતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા હતા. નારણપુરા રેલવે ક્રોસિંગથી આશ્રમ રોડ સુધીનો રોડ 50 ફૂટ પહોળો છે. જ્યારે નારણપુરા રેલવે ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીનો રોડ 80 ફૂટ પહોળો છે. તંત્ર દ્વારા રેલવે ક્રોસિંગથી આશ્રમ રોડ સુધીનો રોડ પહોળો કરવાને બદલે રેલવે ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીનો રોડ 80 ફૂટનો રોડ 100 ફૂટ કરવામાં આવી રહ્યો હોવાનો સ્થાનિકોએ જણાવ્યુ હતુ. સ્થાનિકોની માગ છે કે જ્યાં સુધી રેલવે ક્રોસિંગથી આશ્રમ રોડ સુધીનો રોડ 50 ફૂટનો રોડ 80 ફૂટનો ના થાય ત્યાં સુધી રેલવે ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીના રોડને પહોળો કરવામાં ના આવે.
આ પણ વાંચો-
Gandhinagar: ખેડૂતોને 6 કલાક વીજળી આપવા મુદ્દે આજે રાજ્ય સરકાર અને કિસાન સંઘ વચ્ચે બેઠક, કિસાન સંઘ જાહેર કરશે અગામી કાર્યક્રમ
આ પણ વાંચો-