AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: કોરોનાકાળમાં ફરી વધ્યું યોગાનું ચલણ, શારીરિક અને માનસિક શાંતિ માટે લોકો જોડાવા લાગ્યા યોગા ક્લાસીસમાં

યોગા ક્લાસ જોઈન કરનાર લોકોનું કહેવું છે કે હાલના સમયમાં ઈમ્યુનીટી જાળવી રાખવું ખુબ જ જરૂરી છે. યોગામાં ઘણા એવા આસનો છે જે તમને શારીરિક રીતે મજબૂત બનાવે છે.

Surat: કોરોનાકાળમાં ફરી વધ્યું યોગાનું ચલણ, શારીરિક અને માનસિક શાંતિ માટે લોકો જોડાવા લાગ્યા યોગા ક્લાસીસમાં
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 12:40 PM
Share

છેલ્લા બે વર્ષ કરતા પણ વધારે સમય થઈ ગયો છે. કોરોનાએ (Corona) હજી લોકોનો પીછો છોડ્યો નથી. આ વાયરસ પોતાના મ્યુટન્ટ બદલીને લોકોને સંક્રમિત કરી રહ્યો છે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમ્યાન હજારો લોકો કોરોનાનો શિકાર બન્યા હતા અને અસંખ્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો. આ સમયે લોકો પોતાના આરોગ્ય માટે વધુ જાગૃત થયેલા પણ જોવા મળ્યા હતા.

આપણે જાણીએ છીએ તેમ ભારતીય સંસ્કૃતિમાં યોગા (Yoga)નું મહત્વ પહેલાથી રહ્યું છે. યોગાના મહત્વ સમજીને વિશ્વ આખાએ તેને અપનાવ્યો છે અને એટલા માટે જ 21 જૂનના દિવસને વિશ્વ યોગા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. યોગ લોકોની ઈમ્યુનિટી વધારવા અને તંદુરસ્તી જાળવવા માટે ખુબ જ અગત્યનો ફાળો આપે છે.

ત્યારે હવે ફરી એકવાર લોકો કોરોના સંક્રમણથી બચવા માટે યોગા તરફ વળી રહ્યા છે. સુરતમાં પણ હવે યોગા ક્લાસીસ માટે લોકોની મેમ્બરશિપ વધી છે. જિમ કરતા પણ હવે લોકો યોગાના વિકલ્પને વધારે પસંદ કરી રહ્યા છે. યોગા ટ્રેનરનું કહેવું છે કે યોગા ફક્ત શારીરિક ફિટનેસ જ નથી આપતું પણ માનસિક શાંતિ પણ આપે છે. આ દરેક વર્ગના ઉંમરના લોકો માટે ફાયદાકારક રહે છે.

બીજી તરફ યોગા ક્લાસ જોઈન કરનાર લોકોનું કહેવું છે કે હાલના સમયમાં ઈમ્યુનિટી જાળવી રાખવું ખુબ જ જરૂરી છે. યોગામાં ઘણા એવા આસનો છે જે તમને શારીરિક રીતે મજબૂત બનાવે છે અને આંતરિક રીતે પણ તમને શક્તિ આપે છે. ફેફસાને મજબૂત બનાવવાની સાથે નેગેટિવિટી થી દૂર રહેવામાં પણ યોગા મદદ કરે છે અને એટલા માટે તેઓ યોગા ક્લાસ જોઈન કરવાનું પસંદ કરે છે.

પ્રાણાયામ, ધ્યાન, સૂર્યનમસ્કાર તેમજ અલગ અલગ આસનોથી આપણે ફક્ત કોરોના જ નહીં બીજા ઘણા રોગોથી દૂર રહી શકીએ છે. આ વર્ષે યોજાયેલા યોગા દિવસની થીમ પણ યોગા ફોર વેલનેસ હતી. પીએમ મોદીએ પણ સ્વીકાર્યું છે કે કોરોના સામેની લડાઈમાં યોગ આશાનું કિરણ સમાન છે. જેથી આજે યુવાઓમાં યોગાનું મહત્વ પણ અનેકગણું વધી ગયું છે.

આ પણ વાંચો : Surat: કોરોનાના વધતા કેસોથી શ્રમિક વર્ગમાં ફરી એક વાર ચિંતાનું મોજું, ધીમે ધીમે હિજરત શરૂ

આ પણ વાંચો : સુરત : રાંદેરમાં જાહેરમાં મારામારીના કેસમાં 6 ઇસમો ઝડપાયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">