સુરત : રાંદેરમાં જાહેરમાં મારામારીના કેસમાં 6 ઇસમો ઝડપાયા
ઘણા સમયથી ચાલતી અદાવતમાં બંને ગેંગના સાગરિતો સામસામે આવી ગયા હતા. સરેઆમ તલવાર, કુહાડી, ચપ્પુ, જેવા ઘાતક હથિયારો દ્વારા થયેલા ઘમાસાણમાં અસ્પાક અને સાજીદ ગંભીર રીતે ઘવાતા બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુરતના (surat)રાંદેર વિસ્તારમાં થયેલ જાહેરમાં મારામારીની ઘટનામાં પોલીસે (police) વિડીયોના આધારે ગુનો નોંધી 6 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ મારામારીમાં ઈસમો જાહેરમાં હથિયારો વડે મારામારી કરતા નજરે પડ્યા અને હત્યાની અદાવતમાં મારામારી કરવામાં આવી હતી.
સુરતના મોરાભાગળના ગુલઝાર કોમ્પલેકસમાં જેકેટ લેવા ગયેલા માથાભારે અસ્પાક શેખને તારો બનેવી કયાં નાસતો ફરે છે. કહી ઈસ્માઈલ પેન્ટર દ્વારા ટીખળ કરવામાં આવી હતી. જેથી ઘણા સમયથી ચાલતી અદાવતમાં બંને ગેંગના સાગરિતો સામસામે આવી ગયા હતા. સરેઆમ તલવાર, કુહાડી, ચપ્પુ, જેવા ઘાતક હથિયારો દ્વારા થયેલા ઘમાસાણમાં અસ્પાક અને સાજીદ ગંભીર રીતે ઘવાતા બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે રાંદેર પોલીસે ખુનની કોશિષનો ગુનો નોંધી (Ismail Painter Gang )ઈસ્માઈલ પેન્ટર ગેંગના 6 સાગરિતોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.
રાંદેર પોલીસ પાસેથી મળતી માહીતી પ્રમાણે સ્થાનિક વિસ્તારમાં અસ્તિત્વ અને મોભાના પગલે રાંદેરની ઈસ્માઈલ પેન્ટરની ગેંગ અને કોસાડના અન્ને ગેંગ વચ્ચે અવાર નવાર ઝઘડો થતો રહે છે. દરમિયાન ગત બપોરે અસ્પાક નાસીર શેખ ગુલઝાર કોમ્પલેકસમાં જેકેટ લેવા ગયો હતો.તે વેળાએ માથાભારે ઈસ્માઈલ પેન્ટરના સાળાએ ટીખળ કરી તારો બનેવી કયાં નાસતો ફરે છે. કહી ટીખળ કરી હતી. જે-તે વેળાએ કોઈપણ જાતની માથાકૂટ થઈ ન હતી. પરંતુ સાંજે 5 વાગ્યાના સમયમાં કોઝવે સર્કલ નજીકના ગુલઝાર એપાર્ટમેન્ટની પાસે બંને ગેંગના સાગરિતો જાહેરમાં તલવાર, કુહાડી, લોખંડના સળીયા- પાઈપ ચપ્પુ જેના ઘાતક હથિયારો લઈ સામસામે બાખડયા હતા.
જેમાં અસ્પાકને માથા, છાતી, પીઠ તથા ડાબા હાથના કાંડાના ભાગે ગંભીર ઈજા પહોંચવા ઉપરાંત સાજીદ અબ્દુલને જમણા હાથના બાવડાના ભાગે ગંભીર ઈજા પહોંચતા બંનેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે રાંદેર પોલીસે અસ્પાક શેખની ફરિયાદના આધારે પેન્ટર ગેંગ વિરુદ્ધ ખુનની કોશિષ, રાયોટીંગ, તથા જીપી એકટની હેઠળ ગુનો નોધ્યો હતો. દરમિયાન હુમલો કરનારા માથાભારે ઈસ્માઈલ પેન્ટર, માહીર શેખ, સાજીદ પ્રેસ, તથા સાહીદ કાલીયા સહિત પાંચ આરોપીની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. વધુ તપાસ રાંદેર પોલીસ કરી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad: કોંગ્રેસના કાઉન્સલીરોનો હાઇ વૉલ્ટેજ ડ્રામા, વિપક્ષ નેતાના મુદ્દે 10 કાઉન્સલીરોએ રાજીનામાં આપ્યા
આ પણ વાંચો : સુરતની લાજપોર જેલમાં કેદીઓ માટે પ્રિઝન ઓલમ્પિક ગેમ્સનું આયોજન, કેદીઓમાં ખેલદીલી અને ભાઇચારાની ભાવના કેળવાય તેવો હેતુ