Surat: કામરેજ નકલી નોટ કેસના તાર દિલ્હીમાંથી પણ મળ્યા, વધુ બે આરોપીની ધરપકડ

29 સપ્ટેમ્બરે સુરતના (Surat) કામરેજ હાઈવે પર એમ્બ્યુલન્સમાં રાખેલા 6 બોક્સમાંથી 25 કરોડની નકલી ચલણી નોટો (fake currency notes) ઝડપી હતી. સમગ્ર પ્રકરણમાં એમ્બ્યુલન્સમાં ચાલાક હિતેશના ઘરના પાછળના ભાગેથી સંતાડેલી 52 કરોડથી વધુની ચલણી નકલી નોટો મળી આવી હતી.

Surat: કામરેજ નકલી નોટ કેસના તાર દિલ્હીમાંથી પણ મળ્યા, વધુ બે આરોપીની ધરપકડ
નકલી નોટ કેસમાં દિલ્હીથી વધુ બે આરોપીની ધરપકડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 8:03 PM

ગુજરાત પોલીસે (Gujarat Police) મોટી કાર્યવાહી કરીને નકલી ચલણી નોટના (Fake Note) કેસનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે સુરતના (Surat) કામરેજમાં એમ્બ્યુલન્સમાંથી પકડાયેલી નકલી નોટનો તપાસનો રેલો મુંબઈ બાદ હવે દિલ્લી સુધી પહોંચ્યો છે. જિલ્લા પોલીસે દિલ્લીથી વધુ 17.75 કરોડની બનાવટી નોટ સાથે બે આરોપીને ઝડપી પાડયા છે. અત્યાર સુધીમાં પાંચ જગ્યાએથી કુલ 334 કરોડના અંકિત મૂલ્યની બનાવટી નોટ કબ્જે કરવામાં આવી છે અને કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દસ દિવસ પહેલા સામે આવ્યુ હતુ કૌભાંડ

સમગ્ર બનાવની વાત કરીએ તો 29 સપ્ટેમ્બરે સુરતના કામરેજ હાઈવે પર એમ્બ્યુલન્સમાં રાખેલા 6 બોક્સમાંથી 25 કરોડની નકલી ચલણી નોટો ઝડપી હતી. સમગ્ર પ્રકરણમાં એમ્બ્યુલન્સમાં ચાલાક હિતેશના ઘરના પાછળના ભાગેથી સંતાડેલી 52 કરોડથી વધુની ચલણી નકલી નોટો મળી આવી હતી.  ત્યારબાદ પોલીસ તપાસનો રેલો ગુજરાત, મુંબઈ બાદ હવે દિલ્હી (Delhi) સુધી તાર પહોંચ્યા છે. અગાઉ આ કેસના માસ્ટર માઈન્ડ વિકાસ જૈન સહિત 2 લોકોને મુંબઈથી ઝડપી પાડ્યા હતા. તેમજ પોલીસે અલગ-અલગ જગ્યા પરથી કુલ 300 કરોડથી વધુની નોટો કબ્જે કરી હતી. કૌભાંડ અંગેની વધુ તપાસ હાથધરાઈ છે.

ઘટનામાં દિલ્હી કનેક્શન સામે આવ્યુ

આરોપી પ્રવિણ સીસોદીયાના રિમાન્ડ દરમિયાન દિલ્લીના અમિત રાણા નામના શખ્સનું નામ ખૂલ્યું હતું. જેથી પોલીસની ટીમે દિલ્લીમાં તપાસ કરી હતી. જો કે 400 કરોડથી વધુની બનાવટી નોટ છપાઈ હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. હજુ સુધી આ નોટ ક્યાં અને કઈ રીતે છપાઈ હજુ જાણી શકાયું નથી. જેને લઈને પોલીસની ટીમ દિલ્લી, મુંબઈ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દરોડા પાડી તપાસ કરી રહી છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

બનાવટી ટ્રસ્ટ ઉભું કરીને થતી હતી ઠગાઈ

આ પહેલા તપાસ દરમિયાન તાર મુંબઈ (mumbai)માં પણ મળ્યા હતા અને વી.આર લોજિસ્ટિક કંપનીનો માલિક વિકાસ જૈન આખું રેકેટ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો આરોપીઓ બનાવટી ટ્રસ્ટ ઉભું કરીને ટેક્સમાં બેનિફીટ આપવાના બહાને વિવિધ કંપનીઓ સાથે ઠગાઈ કરતા હતા તો ક્યારેક આરોપીઓ નકલી કંપની ઉભી કરીને કોઈ ટ્રસ્ટને મોટું ડોનેશન આપવાના બદલામાં કમિશન મેળવીને છેતરપિંડી આચરતા હતા.

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">