Surat : વરાછા વિસ્તારમાં થયેલી લૂંટ વિથ હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ

પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા તેમણે કબુલાત કરી હતી કે બંને આરોપીઓ મોટરસાયકલ પર જઈને સુરતના અલગ અલગ વિસ્તારમાં રાત્રિના સમયે મોબાઇલ ફોન ઉપર વાત કરતા રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝુંટવી (Mobile Robbery) લેતા હતા.

Surat : વરાછા વિસ્તારમાં થયેલી લૂંટ વિથ હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ
વરાછા વિસ્તારમાં થયેલી લૂંટ વિથ હત્યા કેસના બે આરોપીની ધરપકડ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 09, 2022 | 1:11 PM

સુરતના (Surat) વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વસુંધરા ઇન્ડસ્ટ્રીઝની સામે અજાણ્યા ઇસમો દ્વારા પાંચ ઓક્ટોબર ના રોજ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં (Varachha Police Station) હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્યારે સુરતમાં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલની લૂંટ (Robbery) કરીને હત્યાની ઘટનાને અંજામ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઘટનાના ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી લીધો છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લૂટ વિથ હત્યાની ઘટનામાં બે આરોપીની ધરપકડ કરી છે.

બાતમીના આધારે આરોપીઓની ધરપકડ

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ પહેલા મોબાઈલ ફોનની લૂટ કરી હતી અને ત્યારબાદ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે આ સમગ્ર મામલે તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઇ હતી. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે બાતમી મળી હતી કે વરાછા વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનામાં આરોપીઓ પાંડેસરા ભેદવારની સામે પ્રમુખ ઓવર બ્રિજના નાકા પાસેથી પસાર થવાના છે. ત્યારે પોલીસે બાતમીના આધારે આ જગ્યા પરથી બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.

રાહદારીઓના ફોન ઝુંટવી લેતા હતા આરોપી

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ બંને હથિયારાઓના નામ ધીરજકુમાર પ્રજાપતિ અને અભયસિંગ છે. પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા તેમણે કબુલાત કરી હતી કે બંને આરોપીઓ મોટરસાયકલ પર જઈને સુરતના અલગ અલગ વિસ્તારમાં રાત્રિના સમયે મોબાઇલ ફોન ઉપર વાત કરતા રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝુંટવી લેતા હતા. આ ઉપરાંત એકાંત રસ્તા ઉપર આવતા જતા એકલદોકલ રાહદારીને રોકી ચપ્પુ બતાવી તેમના ખિસ્સામાંથી મોબાઇલ ફોનની લૂંટ કરી લેતા હતા.

આજનું રાશિફળ તારીખ : 13-12-2024
Video : એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ જણાવી હેરફોલ અટકાવવાની 6 સિક્રેટ ટિપ્સ
Allu Arjun's Tax : પુષ્પા 2 નો હીરો અલ્લુ અર્જુન એક વર્ષમાં સરકારને કેટલો ટેક્સ ચૂકવે છે?
પીરિયડ્સ દરમિયાન મંદિર જવું જોઈએ કે નહીં? કથાકાર જયા કિશોરીએ જણાવ્યો જવાબ
Corn Silk Benefits : ફેંકી નહીં દેતા, જાણો મકાઈના રેસાના શરીર માટે 7 અજોડ ફાયદા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો

આરોપીઓએ કરી કબુલાત

આરોપીઓએ કબુલાત કરી હતી કે આ ઘટનાને અંજામ આપ્યા પહેલા તેમને પુણા કુંભારિયા રોડ પાસે આવેલી ભરત કેન્સર હોસ્પિટલની સામે એક રાહદારીને રોકીને તેની પાસેથી મોબાઇલની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ સુમુલ ડેરી રોડ શાંતિ મંગલમ હોલ સામે એક મહિલા રાહદારી પાસેથી મોબાઇલ ઝુંટવી લીધો હતો. ત્યારબાદ આરોપી બાઈક લઈને વસુંધરા ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચ્યા હતા અને જ્યાં એક રાહદારીનો મોબાઇલ ઝૂંટવા માટે આઈ સમયે તેને ચપ્પુ બતાવ્યું હતું. પરંતુ રાહદારીએ પ્રતિકાર કરતા આરોપીઓએ ચપ્પુ ભોગ બનનારના પેટના ભાગે મારી દિન તેની હત્યા કરી નાખી હતી.

પોલીસે બંને આરોપી પાસેથી ₹30,000 ના ત્રણ મોબાઇલ અને 50000 રૂપિયાની મોટર સાઇકલ કબજે કરી છે આમ પોલીસે મોબાઈલ અને મોટરસાયકલ મળી 80,000નો મુદ્દામલ કબજે કરી ત્રણ ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે. લૂંટ અને હત્યાની ઘટનામાં બે આરોપીની ધરપકડ બાદ સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુના નો સારોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ અને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ સ્નેચિંગના ગુના નો ભેદ ઉકેલાયો છે.

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વધવાના સંકેત
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વધવાના સંકેત
RBIમાં જમા 48 હજાર કરોડ રુપિયા છોડાવાની લાલચે ઠગાઈનો પ્રયાસ !
RBIમાં જમા 48 હજાર કરોડ રુપિયા છોડાવાની લાલચે ઠગાઈનો પ્રયાસ !
ગુજરાતમાં કોલ્ડની આગાહી ! હવામાન વિભાગે જાહેર કર્યું યેલો એલર્ટ
ગુજરાતમાં કોલ્ડની આગાહી ! હવામાન વિભાગે જાહેર કર્યું યેલો એલર્ટ
મંદિર કે મસ્જિદ? વર્શિપ એક્ટ પર મહત્વનો નિર્ણય
મંદિર કે મસ્જિદ? વર્શિપ એક્ટ પર મહત્વનો નિર્ણય
અમદાવાદના જુહાપુરામાં 400 પોલીસ જવાનો દ્વારા કોમ્બિંગ
અમદાવાદના જુહાપુરામાં 400 પોલીસ જવાનો દ્વારા કોમ્બિંગ
માત્ર 50 રુપિયાના રોકાણથી મેળવો રૂપિયા 35 લાખનું રિર્ટન
માત્ર 50 રુપિયાના રોકાણથી મેળવો રૂપિયા 35 લાખનું રિર્ટન
BZગ્રુપ મામલે તપાસનો ધમધમાટ,ગ્રો-મોર સ્કૂલના પ્રિન્સિપાલની કરાઇ પૂછપરછ
BZગ્રુપ મામલે તપાસનો ધમધમાટ,ગ્રો-મોર સ્કૂલના પ્રિન્સિપાલની કરાઇ પૂછપરછ
સરકારી રેકોર્ડ સાથે ચેડાં કરી પાસપોર્ટ-વિઝા મેળવવાના કૌભાંડનો પર્દાફાશ
સરકારી રેકોર્ડ સાથે ચેડાં કરી પાસપોર્ટ-વિઝા મેળવવાના કૌભાંડનો પર્દાફાશ
એરપોર્ટને પણ ટક્કર મારે તેવુ બનશે અમદાવાદનુ કાલુપુર રેલવે સ્ટેશન
એરપોર્ટને પણ ટક્કર મારે તેવુ બનશે અમદાવાદનુ કાલુપુર રેલવે સ્ટેશન
15 નસબંધીના ઓપરેશનનો ટાર્ગેટ આપ્યો હોવાનો નોટિસ થઈ વાયરલ
15 નસબંધીના ઓપરેશનનો ટાર્ગેટ આપ્યો હોવાનો નોટિસ થઈ વાયરલ
g clip-path="url(#clip0_868_265)">