સુરત : કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપાને પરાજય આપવામાં સફળ રહેશે? જાણો કોણ છે કોંગી ઉમેદવાર

|

Mar 28, 2024 | 8:12 AM

સુરતમાં લોકસભા બેઠકો પર આખરે કોંગ્રેસ દ્વારા પોતાનો ઉમેદવાર ની જાહેરાત કરી દીધી છે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારની પણ જાહેરાત કરીને વાતાવરણ બનાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.

સુરત : કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપાને પરાજય આપવામાં સફળ રહેશે? જાણો કોણ છે કોંગી ઉમેદવાર

Follow us on

સુરતમાં લોકસભા બેઠકો પર આખરે કોંગ્રેસ દ્વારા પોતાનો ઉમેદવાર ની જાહેરાત કરી દીધી છે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારની પણ જાહેરાત કરીને વાતાવરણ બનાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા તરીકે નિલેશ કુંભાણીનો ચેહરો જાણીતો છે. સૌરાષ્ટ્રના પાટીદારોમાં પણ નિલેશ કુંભાણી સારું વર્ચસ્વ ધરાવે છે.

ઉમેદવાર પસંદ કરવામાં કાસ્ટ ફેક્ટર ધ્યાને લેવાયું

સુરતની બેઠકો પર ભારતીય જનતા પાર્ટી હંમેશા મૂળ સુરતીની પસંદગી કરવા માટેનો આગ્રહ રાખે છે. લોકસભા બેઠક ઉપર કાસ્ટ ફેક્ટરને જોઈએ તો લોકસભાની ચૂંટણી માટે મૂળ સુરતી સૌરાષ્ટ્રીયનમાંથી એકની પસંદગી પણ મહત્વ ધરાવે છે. રાજકીય સમીકરણની દ્રષ્ટિએ આ કોંગ્રેસનો યોગ્ય નિર્ણય હોઈ શકે છે પરંતુ નબળા સંગઠનને કારણે કોંગ્રેસ આ બેઠક સતત ગુમાવતી રહી છે. મૂળ સુરતી ઉમેદવારની સામે પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવે તો મજબૂત ચૂંટણી જંગ જામે છે.

સુરતમાં રાજ્યના લગભગ તમામ જિલ્લાના લોકો ખૂબ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. લોકસભાની બેઠક ઉપર કયા જિલ્લાનો ઉમેદવાર છે તેની વધુ અસર નથી થતી પરંતુ વિધાનસભા વખતે આખું રાજકારણ કોને ટિકિટ કયા સમાજમાંથી આપવામાં આવી છે અને તે પાટીદાર હોય તો સૌરાષ્ટ્રના કયા જિલ્લામાંનો વતની છે તે પણ ખૂબ મહત્વ રાખે છે. નિલેશ કુંભાણી અમરેલી જિલ્લાના વતની છે અને તેઓ વર્ષોથી સુરતમાં જ વસવાટ કરે છે. ગત વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા પરંતુ મોદી લહેરમાં તેઓ હારી ગયા હતા. નિલેશ કુંભાણી પોતાના મતવિસ્તાર ની અંદર સામાજિક કાર્યક્રમો સતત આપતા રહે છે. વાર તહેવારે અલગ અલગ પ્રકારની ઉજવણીઓ પણ કરતા રહે છે નવરાત્રી જેવા તહેવારોની ખૂબ જ ધામધૂમથી ઉજવીને એક પ્રકારનું સંગઠન મજબૂત કરતા રહે છે તેના કારણે એક ચોક્કસ વર્ગમાં તેમની લોકપ્રિયતા પણ ખૂબ સારી છે.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

જીત મેળવવા વધુ મહેનત કરવી પડશે

આમતો લોકસભામાં જીત મેળવવાની તેમની સ્થિતિ ખૂબ જ મુશ્કેલ દેખાઈ રહી છે કારણ કે ઉમેદવારે પોતાની તાકાતથી જ લડવાનું વધારે મહત્વ ધરાવે છે. સુરતમાં કોંગ્રેસમાંથી કોઈ પણ વ્યક્તિ જ્યારે ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા મેદાનમાં ઉતરે છે ત્યારે તેની પોતાની તાકાત વધુ લગાવી પડે છે અને તે જ સૌથી મોટો પડકાર છે.

નિલેશ કુંભાણી બારડોલી લોકસભાના મતદાર

કોંગ્રેસ દ્વારા સુરત બેઠકો ઉપરથી નિલેશ કુંભાણીની પસંદગી કરવામાં આવી છે જોકે મહત્વની બાબતે છે કે નિલેશ કુંભાણી પોતે બારડોલી બેઠકના ઉમેદવાર છે તેઓ જે વિસ્તારમાં રહે છે તે કામરેજ બેઠક લાગે છે અને પૂર્ણવિસ્તારમાં રહેતા હોવાથી સીમાંકનની દ્રષ્ટિએ જોઈએ તો લોકસભામાં તેમનો રહેઠાણ આવે છે અને તેના કારણે તેઓ સુરત લોકસભાના મતદાર નથી પરંતુ ભલે તેઓ સુરત લોકસભા માટેના ઉમેદવાર બન્યા છે પરંતુ મતદાર બારડોલી લોકસભાના છે. પુણા વિસ્તારનું જે કેટલોક ભાગ બારડોલી લોકસભામાં આવે છે. તેમજ તેમનું રહેઠાણ હોવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 6:50 am, Thu, 28 March 24

Next Article