Surat: સચિનના ઔધોગિક વિસ્તારમાં પૂરતી વીજળી ન અપાતી હોવાની નાણામંત્રીને ફરિયાદ
ડીજીવીસીએલ (DGVCL) દ્વારા એ જ જૂની પદ્ધતિ પ્રમાણે વીજ પુરવઠો આપવામાં આવતા સતત વીજકાપની સમસ્યાથી અહીંના ઉદ્યોગકારોને હેરાન થવાનો વારો આવે છે.
સચીન જીઆઇડીસી (Sachin GIDC) અને આસપાસની અન્ય ઇન્ડસ્ટ્રી(Industries ) સમયની સાથે વિકસિત થઇ છે. પરંતુ આજે ડીજીવીસીએલ (DGVCL) દ્વારા જુના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રમાણે જ વીજળી પણ આપવામાં આવે છે. જેને લઇને ઉદ્યોગોને સતત વીજકાપનો ઈન્ડસ્ટ્રીયલ કો-ઓ-સોસાયટી દ્વારા કરી હતી અને માગ કરી હતી કે મંત્રી કનુ દેસાઇને લેખિતમાં રજૂઆત છે અને નવી મશીનરી આવી રહી છે તેની જરૂરીયાત મુજબ વીજળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી વીજળી આપવા માગ કરવામાં આવી છે.
સચીન કો-ઓ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્રમુખ રમા રામોલીયાએ જણાવ્યું હતું કે, સચીન જીઆઇડીસી 2250 યુનીટ તથા તેને પાસે ડેવલપ થયેલા ટેક્સટાઈલ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક મળીને અંદાજીત વધુ 2 હજાર જેવા નવા ટેક્ષટાઈલ યુનીટો કાર્યરત થયા છે, તેમજ હાલમાં જે વિવિંગ એકમોમાં પણ મશીનરીમાં અપગ્રેડેશન થવાથી વીજળીની ડીમાન્ડ ચાર ગણી વધી ગઈ છે.
ડી.જી.વી.સી.એલ.ની સચીન સબ ડીવીઝન કચેરી-1 પાસે જરૂરીયાત મુજબનું ઈલેકટ્રીકલ ઈન્ફ્રાસ્ટ્રકચર જેમકે, ૫૦૦ અને ૨૦૦ કેવીએનાં ટ્રાન્સફોર્મરો, કંડકટર અને જરૂરી ૧૫૦ વે૨ એમએમનો કેબલ પણ ઉપલબ્ધ નહીં હોવાથી ઉદ્યોગોને જરૂરીયાત મુજબનો પાવર સપ્લાય પુરી પાડી શકે તેમ સક્ષમ નથી.
રામોલીયાએ વધુમાં જણાવ્યું હતું કે અનેક મશીનરીઓ આવીને પડી છે પરંતુ વીજળીની અછતને કારણે એ મશીનો ઇન્સ્ટોલ નથી થઇ શક્યા અને ઉદ્યોગકારોના બેંકના ઇન્સ્ટોલમેન્ટ ચાલુ થઇ ગયા છે. જેથી રાજ્યના કેબિનેટ ઉર્જા મંત્રી કનુ દેસાઇની સાથે, રાજ્યમંત્રી મુકેશ પટેલ, તેમજ ડીજીવીસીએલના તમામ અધિકારીઓને પણ વીજળી માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર પુરૂ પાડવા વિનંતી કરવામાં આવી છે.
સચિન અને પાંડેસરાની ઘણી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઇ રહી છે, ત્યારે સમયની સાથે માગ પણ બદલી છે. પણ ડીજીવીસીએલ દ્વારા એ જ જૂની પદ્ધતિ પ્રમાણે વીજ પુરવઠો આપવામાં આવતા સતત વીજકાપની સમસ્યાથી અહીંના ઉદ્યોગકારોને હેરાન થવાનો વારો આવે છે. જેથી નવી મશીનરીની જરૂરિયાતને પહોંચી વળવા જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા અહીંના ઉધોગકારો દ્વારા નાણામંત્રીને માગ કરવામાં આવી છે. તેમજ વારંવાર થતા વીજ પુરવઠાને નિવારવા પણ રજૂઆતો કરવામાં આવી છે.