AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : 6 નિર્દોષ લોકોના અપમૃત્યુ માટે જવાબદાર કેમિકલ માફીયાને Ankleshwar માંથી ઝડપી પડાયો

Surat : ઝેરી રાસાયણિક કચરાના નિકાલના કાવતરા દરમિયાન 6 નિર્દોષ લોકોના અપમૃત્યુની ઘટનામાં કેમિકલ માફિયાના રેકેટનો મુખ્ય આરોપી ઝડપી પડાયો છે. ટોળકી અંકેશ્વરની કેમિકલ કંપનીમાંથી હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ લાવી શહેઅવાવરું વિસ્તારની ખાડીઓમાં ઠાલવી દેતી હતી.

Surat : 6 નિર્દોષ લોકોના અપમૃત્યુ માટે જવાબદાર કેમિકલ માફીયાને Ankleshwar માંથી ઝડપી પડાયો
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 06, 2023 | 12:37 PM
Share

Surat : ઝેરી રાસાયણિક કચરાના નિકાલના કાવતરા દરમિયાન 6 નિર્દોષ લોકોના અપમૃત્યુની ઘટનામાં કેમિકલ માફિયાના રેકેટનો મુખ્ય આરોપી ઝડપી પડાયો છે. ટોળકી અંકેશ્વરની કેમિકલ કંપનીમાંથી હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ લાવી અવાવરું વિસ્તારની ખાડીઓમાં ઠાલવી દેતી હતી. કૌભાંડના મુખ્ય આરોપી ને સુરત(Surat) ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.

સુરતના સચિન GIDC માં છ વ્યક્તિઓના મોતનુ કારણ બનેલી ઘટનામાં દોઢ વરસથી નાસતો ફરતો સંદીપને આખરે પોલીસે દબોચી લીધો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે સચિન જીઆઇડીસી કેમિકલ કાંડના અલગ અલગ 2 ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ સંદીપ ઓમપ્રકાશ ગુપ્તાને અંકલેશ્વર નજીકથી ઝડપી પાડયો છે.

આસિફ ટામેટા ગેંગ સાથે સંકળાયેલો સંદીપ અગાઉ બુટલેગર હતો. જેણે બાદમાં કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલના ગોરખધંધાની શરૂઆત કરી હતી. લીકરમાંથી કેમિકલ માફિયા બની ગયેલા સંદીપ ગુપ્તાએ સચિન જીઆઈડીસીમાં વિશ્વપ્રેમ મીલ પાસે ગેરકાયદેસર રીતે  ખાડીમાં ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરાવ્યું હતું. આ  જલદ કેમિકલમાંથી ઉત્પન્ન થયેલા ઝેરી ગેસની અસરથી મિલમાં કામ કરતાં 6 વ્યક્તિના મોત થયાં હતાં.ઘટનામાં ૨૩ વ્યક્તિઓને ગેસની ગંભીર રીતે અસર થઈ હતી. આ ઘટના બાદ સંદીપ ફરાર થઇ ગયો હતો.

પોલીસે આ ગંભીર ગુનામાં અત્યાર સુધીમાં 15 આરોપીની ધરપકડ કરી 375 પેજની  ચાર્જશીટ ફાઈલ કરી છે. પોલીસની તપાસમાં ગુનામાં ગેરકાયદે કેમિકલ ઠાલવવાનું નેટવર્ક ચલાવનાર સંદીપ ઓમપ્રકાશ ગુપ્તાનું નામ ખુલ્યું હતું. ગુનો નોંધાયા બાદ તે ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે આરોપી સંદિપ ઓમપ્રકાશ ગુપ્તાને અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

સચિન પારડીના શિવનગરમાં રહેતો સંદીપ ગુપ્તા ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. પોલીસ દ્વારા કોર્ટમાંથી સીઆરપીસી કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. DCB ની ટીમને બાતમી મળી હતી કે સંદીપ અમદાવાદ જઈ રહ્યો છે. પોલીસેએ શંકાસ્પદ કારનો પીછો શરૂ કર્યો હતો.

કારમાં સંદીપછે કે કેમ? એ કન્ફર્મ થતું ન હતું. અંકલેશ્વર નજીક સંદીપે ગુટખા થુંકવા કારનો દરવાજો ખોલ્યો હતો. આ દરમિયાન તેનો ચમકતો સોનાનો દાંતપોલીસને નજરે પડતા તેની ઓળખ થઇ અને પોલીસે કારને  આંતરી તેને દબોચી લીધો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
g clip-path="url(#clip0_868_265)">