AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલની બહાર પ્રેમી પંખીડાઓથી પરેશાન કુલપતિએ માગી પોલીસ કમિશનરની મદદ

આ ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલની બહાર સર્વિસ રોડ પર યુનિવર્સીટી પોતાના ખર્ચે જ લાઈટ અને સીસીટીવી કેમેરા પણ લગાવશે. ગલ્ર્સ હોસ્ટેલની બહાર સાંજ પડતા જ પ્રેમી જોડા ઓ દેખાવા લાગે છે. કેટલાક લોકો અશ્લીલ હરકતો કરતા પણ નજરે ચડે છે.

Surat : યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલની બહાર પ્રેમી પંખીડાઓથી પરેશાન કુલપતિએ માગી પોલીસ કમિશનરની મદદ
Surat: Chancellor seeks police commissioner's help to remove nuisances outside university girls' hostel
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 6:53 AM
Share

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના(VNSGU) કુલપતિ કિશોર ચાવડાએ ગર્લ્સ હોસ્ટેલની બહાર સાંજના સમયે જ એકાંતની પળો માણતા પ્રેમી પંખીડાઓને(couples ) હટાવવા માટે પોલીસ કમિશનર (Police Commissioner )અજય તોમર પાસે મદદ માંગી છે. કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા આવા પ્રેમી પંખીડાઓ સામે તાત્કાલિક કાર્યવાહી પણ કરવામાં આવશે. 

આ ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલની બહાર સર્વિસ રોડ પર યુનિવર્સીટી પોતાના ખર્ચે જ લાઈટ અને સીસીટીવી કેમેરા પણ લગાવશે. ગર્લ્સ હોસ્ટેલની બહાર સાંજ પડતા જ પ્રેમી જોડાઓ દેખાવા લાગે છે. કેટલાક લોકો અશ્લીલ હરકતો કરતા પણ નજરે ચડે છે. અસામાજિક તત્વો પણ અહીં અડિંગો જમાવીને બેસી રહે છે તેના કારણે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ જાય છે. જેમને હટાવવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવશે.

છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવી  ફરિયાદ :  યુનિવર્સીટી માં કુલપતિ નિવાસની બાજુમાં બનેલી ગર્લ્સ હોસ્ટેલમાં 500 કરતા વધારે વિદ્યાર્થીનીઓ રહે છે. હોસ્ટેલની સામે સાંજે 7 વાગ્યા પછી અંધારું થતા જ પ્રેમી પંખીડાઓ ક્ષોભજનક હાલતમાં જોવા મળે છે. છેલ્લા ચાર વર્ષથી હોસ્ટેલના વોર્ડન અને વિદ્યાર્થીઓએ અધિકારીઓને આ બાબતે ઘણીવાર ફરિયાદ કરી હતી. હવે કુલપતિ કિશોર ચાવડાએ આ મામલાને ગંભીરતાથી લીધું છે. તેમને પોલીસ કમિશનર અજય તોમરને ફરિયાદ કરીને આ ન્યુસન્સ હટાવવા માટે માંગણી કરી છે. અજય તોમરે પણ અહીં પેટ્રોલિંગ વધારવાની ખાતરી આપી છે.

15 જગ્યા પર લાઈટ લગાવવામાં આવી, હજી વધારે લાઈટો લગાવવામાં આવશે : ગલ્ર્સ હોસ્ટેલની સામેના સર્વિસ રોડ પર ખુબ અંધારું હોય છે. જેના માટે મહાનગરપાલિકાને ઘણીવાર લાઈટની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી તે અંગે કોઈ રજુઆત સાંભળવામાં આવી નથી. હવે યુનિવર્સીટીએ 15 જગ્યાએ લાઈટ લગાવી દીધી છે. અને હજી બીજી લાઈટો પણ લગાવશે. સર્વિસ રોડ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે. જેનાથી અસામાજિક તત્વોને રોકવામાં મદદ મળશે. અસામાજિક તત્વો અહીં યુવતીઓની છેડતી અને પર્સ સ્નેચિંગ પણ કરી ચુક્યા છે.

કુલપતિના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીનીઓની જવાબદારી યુનિવર્સીટીની છે. જેના માટે અસામાજિક તત્વોની મનમાની હવે ચલાવવામાં નહીં આવે. યુનિવર્સીટી આ મામલે ખુબ ગંભીર છે અને વિદ્યાર્થીનીઓએ હવે આ મામલે ડરવાની જરૂર બિલકુલ નથી.

આ પણ વાંચો: નિરાધાર શિવાંશને હવે કોને સોંપવામાં આવશે? જાણો શું કહ્યું ગુહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ

આ પણ વાંચો: રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે કહ્યું, “હર્ષ સંઘવી અમારા આઇકોનિક સ્ટાર છે”

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">