રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે કહ્યું, “હર્ષ સંઘવી અમારા આઇકોનિક સ્ટાર છે”

રાજ્યસભાના સાંસદ તેમજ ભાજપના મોટા નેતા જુગલજી ઠાકોરે કહ્યું વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતમાં દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી માટે લોકોને એક ઉમળકો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 6:35 PM

SURAT : રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળના તમામ પ્રધાનોની જનઆશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રધાનોએ તેમના મતવિસ્તાર સહીતના વિસ્તારોમાં જનઆશીર્વાદ યાત્રા પર નીકળ્યા છે. આજે સુરતમાં રાજ્યના સૌથી યુવાન મંત્રી એવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) જન આશીર્વાદ યાત્રા અંતર્ગત સુરત પહોચ્યા છે. સુરતમાં ઠેર ઠેર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની જનઆશીર્વાદ યાત્રા અંગે વાત કરતા રાજ્યસભાના સાંસદ તેમજ ભાજપના મોટા નેતા જુગલજી ઠાકોરે કહ્યું કે હર્ષ સંઘવી અમારા આઇકોનિક સ્ટાર છે. તેમણે કહ્યું વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતમાં દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી માટે લોકોને એક ઉમળકો થયો છે. તેમણે કહ્યું હર્ષ સંઘવી એકદમ યુવાન છે અને અમારા આઇકોનિક સ્ટાર છે. એમનાથી  સમગ્ર ગુજરાતના યુવાનોને એક અલગ ઓળખ મળી છે અને આ યુવા નેતૃત્વ સાથે રાજ્યના યુવાનો ખુબ મોટી સંખ્યામાં તેમની સાથે જોડાયા છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ જન આશીર્વાદ યાત્રા (Jana Aashirwad Yatra) સુરતના કારગીલ ચોક, પીપલોદ, સુરતથી શરૂ થશે જ્યાંથી મજૂરા વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં ફરશે.સુરતમાં મંત્રી હર્ષ સંઘવીને આવકારવા યુવાઓ અને ભાજપ કાર્યકરોમાં થનગનાટ જોવા મળ્યો. હર્ષ સંઘવીની ભાજપના મહિલા કાર્યકરો અને યુવાનોએ નાસિક ઢોલ સાથે ભવ્ય સ્વાગત કરવા આતુર બન્યા છે.

આ પણ વાંચો : કાળજું કંપાવી દે તેવી માહિતી આવી સામે : શિવાંશની માતા મહેંદીની સચિને કેમ કરી હત્યા? બાદમાં મૃતદેહનું શું કર્યું?

આ પણ વાંચો : VADODARA : ગાંધીનગર SOG અને LCB પોલીસની ટીમ મહેંદી પેથાણીની હત્યાના સ્થળે પહોંચી

Follow Us:
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">