નિરાધાર શિવાંશને હવે  કોને સોંપવામાં આવશે? જાણો શું કહ્યું ગુહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ

નિરાધાર શિવાંશને હવે કોને સોંપવામાં આવશે? જાણો શું કહ્યું ગુહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 8:53 PM

ગુહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે આ રાજયની મહાનતા છે કે આ બાળક શિવાંશને તેના પિતાએ તરછોડી દીધું, પણ આખું રાજ્ય તેના માતાપિતા બનવા માટે તૈયાર છે.

SURAT : જનઆશીર્વાદ યાત્રામાં સુરત ખાતે પહોચેલા રાજ્યના ગુહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં મળી આવેલા શિવાંશની કસ્ટડીએ નિવેદન આપ્યું છે. સમગ્ર ઘટના મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘ગુજરાત પોલીસનું જો મનોબળ મજબુત કરવામાં આવ્યું અને આખી ટીમને કામ પણ લગાવવામાં આવી હતી. અને ટીમે જે રીતે કામ કર્યું છે. તે સમગ્ર ટીમને હું બે હાથ જોડીને વંદન કરું છું.

ગુહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે આ રાજયની મહાનતા છે કે આ બાળક શિવાંશને તેના પિતાએ તરછોડી દીધું, પણ આખું રાજ્ય તેના માતાપિતા બનવા માટે તૈયાર છે. શિવાંશની હવે કોને સોંપવામાં આવશે તેની માહિતી આપતા તેમણે કહ્યું કે શિવાંશને તેના પિતાના પિતા એટલે કે સચિન દીક્ષિતના પિતાને સોંપવામાં આવશે. અને જો તેઓ સારી રીતે શિવાંશને સાચવી ન શકે તો કાયદાકીયરીતે બાળકની સુરક્ષા અને બાળકના ભવિષ્યની જવાબદારી અમારા પર છે.તેમણે કહ્યું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સૂચનાથી આ બાળકનું ભવિષ્ય વધુમાં વધુ મજબૂત રહેશે.

ઉલ્લેખનીય છે કે શિવાંશના પિતા સચિન દીક્ષિતને ગાંધીનગર પોલીસે ઝડપી લીધો છે. શિવાંશને તરછોડ્યા પહલે સચિન દીક્ષિતે તેની પ્રેમિકા અને શિવાંશની માતા મહેંદીની વડોદરામાં ગળું ડબાવીને હત્યા કરી નાખી હતી. શિવાંશની માતા મહેંદી હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે વડોદરામાં હત્યાનો ગુનો નોંધાશે. હિનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. FSLની મદદથી લગભગ 3 કલાક સુધી વડોદરાના ફ્લેટની તપાસ કરવામાં આવી. સચિન દીક્ષિતને સાથે રાખીને ગાંધીનગર પોલીસ અને વડોદરા પોલીસે સંયુક્ત તપાસ કરી છે. વડોદરામાં તપાસ કર્યા બાદ પોલીસ સચિન દીક્ષિતને લઇને ગાંધીનગર માટે રવાના થઇ હતી.

આ પણ વાંચો : કાળજું કંપાવી દે તેવી માહિતી આવી સામે : શિવાંશની માતા મહેંદીની સચિને કેમ કરી હત્યા? બાદમાં મૃતદેહનું શું કર્યું?

આ પણ વાંચો : JAMNAGAR : વેશભુષા સાથે પ્રાચીન ગરબામાં છેલ્લા 61 વર્ષથી પ્રખ્યાત શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ

g clip-path="url(#clip0_868_265)">