Surat: કોરોનાના સંક્રમણની ભીતિને પગલે ચેમ્બર આયોજિત ઉદ્યોગ-2022 એક્સ્પો યોજવા તંત્રનો સાફ ઈન્કાર

રોજ સુરત શહેરમાંથી સરેરાશ ત્રણ હજારથી વધુ કેસો મળી રહ્યા છે અને હવે આવી સ્થિતિમાં જો ઉદ્યોગ એક્ષ્પોને મંજૂરી અપાય તો ત્યાં વધુ લોકો ભેગા થશે અને તેના કારણે કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવી શક્યતાઓ રહેલી છે. 

Surat: કોરોનાના સંક્રમણની ભીતિને પગલે ચેમ્બર આયોજિત ઉદ્યોગ-2022 એક્સ્પો યોજવા તંત્રનો સાફ ઈન્કાર
Chamber-planned Industry Expo-2022 may not be held due to fears of Corona transition (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 12:30 PM

કોરોના પેન્ડેમિકની વર્તમાન લહેરે સુરતના ઉદ્યોગ – ધંધાને મોટો ફટકો માર્યો હોવાની સાથે સાથે હવે સુરત (Surat) સહિત દક્ષિણ ગુજરાતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની (SGCCI) ઓળખ પ્રસ્થાપિત કરવામાં જે પ્રોજેક્ટનો સિંહફાળો મનાય છે એ ઉદ્યોગ 2022 (Udhyog 2022)ના આયોજનને વર્તમાન કોરોના સંક્રમણની લહેરને પગલે પરવાનગી આપવાનો સુરતના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે સાફ ઈન્કાર કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

ચેમ્બરના સૌથી મહત્વના ગણાતા ઉદ્યોગ એક્સ્પોનું આયોજન દર બે વર્ષે થાય છે અને આ વર્ષે તા .29થી 31 જાન્યુઆરી દરમિયાન સુરત ખાતે મેગા ઉદ્યોગ એક્સ્પોનું આયોજન થવાનું હતું. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આજથી ચેમ્બરના તમામ કમિટી સભ્યો તથા ઉદ્યોગ એક્ષ્પો 2022ના એક્ઝિબિટર્સને સોશ્યલ મીડિયાના માધ્યમથી એવા મેસેજીસ કરવામાં આવી રહ્યા છે કે આગામી તા .29થી 31 દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત થનારો ઉદ્યોગ 2022 એક્ષ્પો વર્તમાન કોરોનાની સ્થિતિને પગલે મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે.

હવે આ આયોજન જો કોરોનાની લહેર નબળી પડે તો એપ્રિલ 2022માં યોજાઈ શકે છે. ગતરોજ સુરત મ્યુનિસિપલ કમિશનર તથા કલેક્ટરની આગેવાની હેઠળ યોજાયેલી એક મિટીંગ બાદમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉદ્યોગ એક્ષ્પોને પરવાનગી આપવાનો ઈન્કાર કરાયો હતો. એવી ચર્ચા થઈ રહી હતી કે હાલમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કોરોના સંક્રમણ સુરતમાંથી મળી રહ્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રોજ સુરત શહેરમાંથી સરેરાશ ત્રણ હજારથી વધુ કેસો મળી રહ્યા છે અને હવે આવી સ્થિતિમાં જો ઉદ્યોગ એક્ષ્પોને મંજૂરી અપાય તો ત્યાં વધુ લોકો ભેગા થશે અને તેના કારણે કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવી શક્યતાઓ રહેલી છે.  આથી હાલ 29થી 31 જાન્યુઆરી દરમિયાન સુરતમાં ઉદ્યોગ એક્ષ્પોનું આયોજનને મંજૂરી આપી શકાશે નહીં.

વધુમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે કોરોનાની લહેર નબળી પડ્યા બાદ એપ્રિલ માસ દરમિયાન ઉદ્યોગ એક્ષ્પોનું આયોજન ફરી હાથ ધરાશે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે પણ વિચારીએ છીએ કે એક્સ્પોમાં જો વધારે લોકો અને મુલાકાતીઓ આવે તો સંક્ર્મણ વધારે ફેલાવાનો ડર છે. જેથી શહેર હિતમાં અમે નિર્ણય લેવા પર વિચારણા કરીશું.

આ પણ વાંચો: Surat: પોલીસ કમિશનર અચાનક મુલાકાતીઓને મળવા પહોંચ્યા, જાણો ત્યાર બાદ અધિકારીઓ કઈ રીતે દોડતા થયા?

આ પણ વાંચો:  Surat : પ્રિકોશનરી ડોઝના 30 હજારના ટાર્ગેટ સામે ફક્ત 5700 લોકોએ જ ડોઝ લીધો

g clip-path="url(#clip0_868_265)">