AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પ્રેમીને ઝડપ્યો

સુરત પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ સુદોસના તરીકે થઈ હતી. અને તેનું બે- અઢી વર્ષથી પાંડેસરા ખાતે રહેતા કાપડવના કારખાનાના કારીગર સત્યનારાયણ શેટ્ટી નામના યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી હતી

Surat : પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પ્રેમીને ઝડપ્યો
Surat Police Arrest Accused Boyfriend Who Kill Girlfriend
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 17, 2022 | 2:02 PM
Share

સુરત(Surat)  શહેરમાં હત્યાનો(Murder)  સીલસિલો યથાવત છે. ત્યારે શહેરના ઉધના વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી હતી જેમાં ઉધના મેન રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે જે.પી. ખરવર નામની બંધ મિલના કંમ્પાઉન્ડમાં આવેલા એક ખંડેર મકાન પાસે મહિલાની(Women) હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જેથી આ મહિલા ની લાશ મળતા પોલીસ દોડતી થઈ હતી અને કોઈ અજીબ ઘટના બની હોવાની વાત હતી જેથી ગંભીરતાથી લઈ આ હત્યાના ગુનામાં ઉધના પોલીસે મૃતકના દગાબાદ પ્રેમીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો અને તેણે જ હત્યા કર્યાની કબુલાત કરી હતી. આ સમગ્ર બનાવ અંગે મળતી માહીતી પ્રમાણે તારીખ – 15-03-2022ને મંગળવારના રોજ ઉધના જે.પી મીલના કમ્પાઉન્ડનાં ઝાંડી ઝાંખરામાં આવેલા ખંડરમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યારાએ મહિલાને માથા અને મોઢાના ભાગે પથ્થર મારી હત્યા કરી હતી. બનાવ અંગે ઉઘના પોલીસ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી

સત્યનારાયણ શેટ્ટી નામના યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું  ખૂલ્યું

જેમાં પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ સુદોસના તરીકે થઈ હતી. અને તેનું બે- અઢી વર્ષથી પાંડેસરા ખાતે રહેતા કાપડવના કારખાનાના કારીગર સત્યનારાયણ શેટ્ટી નામના યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી હતી દરમિયાન સત્યાનારાયણની પ્રાથમિક પુછપરછમાં સત્યનારાયણે પોતે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

રીક્ષામાં ઝઘડો થતાં રીક્ષા ચાલકે બંનેને ઉતારી દીધા હતા

સત્યાનારાયણ અને સુદોસના ઓરીસ્સામાં આજુબાજુના ગામના છે અને બંને વચ્ચે અઢી વર્ષથી પ્રેમસંબંધ હતો. દરમિયાન સત્યાનારાયણે અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા સુદોસના થોડા દિવસ પહેલા સુરત દોડી આવી હતી, અને સત્યનારાયણને સગાઈ તોડી નાંખના દબાણ કરતાં તે મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો. અને મંગળવારે સત્યાનારાયણ સુદોસનાને સમજાવી વતન મોકલવા માટે રીક્ષામાં બેસાડી રેલવે સ્ટેશન લઈ જઈ રહયો હતો. ત્યારે રીક્ષામાં ઝઘડો થતાં રીક્ષા ચાલકે બંનેને ઉતારી દીધા હતા.

પ્રેમી સત્યાનારાયણની ધરપકડ કરી

ત્યારબાદ સત્યાનારાયણ શેટ્ટી સુદોસનાને જે.પી. મિલના કમ્પાઉન્ડમાં લઈ ગયો હતો. અને ત્યાં તેની હત્યા કરી નાંખી હતી. મહત્વની વાત એ હતી કે મહિલાની ઓળખ કરવી અને આરોપી સુધી પહોંચું મુશ્કેલ હતું ત્યારે ઉધના પોલીસે સુદોસનાના દુપટ્ટા પરથી મળી આવેલા સીમકાર્ડને આધારે આ ગુનો ઉકેલી કાઢી તેના પ્રેમી સત્યાનારાયણની ધરપકડ કરી હતી. તેમજ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Morbi ના સીરામીક ઉદ્યોગને મરણતોલ ફટકો , ગેસ બાદ શિપિંગ ભાડા વધતાં મુશ્કેલી વધી

આ પણ વાંચો: Gandhinagar : રૂપાલમાં વરદાયિની માતાને ડોલરનો શણગાર કરવામાં આવ્યો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">