Gandhinagar : રૂપાલમાં વરદાયિની માતાને  ડોલરનો શણગાર કરવામાં આવ્યો

Gandhinagar : રૂપાલમાં વરદાયિની માતાને ડોલરનો શણગાર કરવામાં આવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 9:21 AM

ગાંધીનગરના રૂપાલ ગામે આવેલા વિશ્વ પ્રસિદ્ધ વરદાયિની માતાને 1500 ડોલરનો શણગાર કરવામાં આવ્યો. અમેરિકાથી એક શ્રદ્ધાળુ દ્વારા ડોલર મોકલી આપવામાં આવતા માતાજીને ડોલરનો શણગાર કરવામાં આવ્યો હતો. ડોલરની નોટના શણગારના લીધે મનમોહક દ્રશ્ય ખડૂં થયું હતું

ગાંધીનગરના(Gandhinagar)  રૂપાલ(Rupal)  ગામે આવેલા વિશ્વ પ્રસિદ્ધ વરદાયિની માતાને (Vardayani mata) 1500 ડોલરનો શણગાર કરવામાં આવ્યો. અમેરિકાથી એક શ્રદ્ધાળુ દ્વારા ડોલર મોકલી આપવામાં આવતા માતાજીને ડોલરનો શણગાર કરવામાં આવ્યો હતો. ડોલરની નોટના શણગારના લીધે મનમોહક દ્રશ્ય ખડૂં થયું હતું. જેના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. વર્ષોથી અહીં દર વર્ષે માતાજીની પલ્લી નીકળતી હોય છે. જેમાં લાખો લીટર ઘી નો અભિષેક કરવામાં આવે છે. આ અદ્ભુત ઐતિહાસીક નજારો જોવા દેશ વિદેશથી શ્રદ્ધાળુ આવીને દર્શનનો લાભ લેતા હોય છે. માતાજીની પલ્લી આખા ગામમાં ફરે છે અને લગભગ 27 ચોકઠામાં ફરીને વરદાયિની માતાના મંદિરે પરત ફરે છે. પૂનમનાં રોજ માતાજીને વિશેષ શણગાર કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, વરદાયિની માતા સંસ્થા રૂપાલની વેબસાઈટમાં આપેલી માહિતી મુજબ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાથી ,13 કિલો મીટર ના અંતરે આવેલ શ્રી વરદાયિની માતાજીના મંદીરનુ નિર્માણ અનેક વખત થયુ હશે . પરંતુ માતાજી અહિ સુષ્ટિના નિર્માણથી જ બિરાજમાન છે. આધ્યશક્તિ મા નવદુર્ગા પોતાના નવ સ્વરૂપો પૈકી દ્રિતિય સ્વરુપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરુપે સ્વયં અહી બિરાજમાન છે.

રૂપાલના પ્રખર વિધવાનોએ પ્રાચીન ધર્મગ્રંથોનો ઉંડો અભ્યાસ સંશોધન કરી તેઓ આધાર લઈ મા શ્રી વરદાયીની માહાત્યમ નામના ગ્રંથની રચના કરી હતી. જે લગભગ અપ્રાય બનતા તેમના વારસદારો પાસેથી શ્રી વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાના ટ્રસ્ટીઓએ તે જીર્ણ હાલતમા મેળવી આ ગ્રંથનુ પુન : મુદ્રણ કરાવી લોક સમુદાય આગળ મુકયો છે.

આ પણ વાંચો : Gujarat માં આજથી પ્રિ- પ્રાયમરી શાળાઓ ઓફલાઇન શરૂ, કોરોના ગાઇડ લાઇનનું પાલન કરાશે

આ પણ વાંચો : Ahmedabad : પીવાના પાણી માટે મુકાયેલા એટીએમ મશીનો બંધ હાલતમા

Published on: Feb 17, 2022 09:18 AM
g clip-path="url(#clip0_868_265)">