Surat : વાતાવરણ બદલાતા જ શહેરમાં ડાયેરિયા અને ડિહાઈડ્રેશનના દર્દીઓ વધ્યા
દર્દીઓએ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આ સમસ્યાને હળવાશથી ન લો. મેડિકલ સ્ટોરમાંથી ટેબ્લેટ લેવાથી તે મટે નહીં. ગરમીની સીઝનમાં હંમેશા પોતાને હાઈડ્રેટ રાખવાનો પ્રયત્ન કરો. શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળો. જો બહાર નીકળવું પણ પડે તો શરીરને ગરમીથી બચાવે તેવા કપડાં પહેરીને નીકળો.
હવામાનમાં(Atmosphere ) ફેરફારથી ઝાડા અને ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે, ઉનાળાની(Summer ) શરૂઆત થઇ ગઈ હોય તેમ ભરબપોરે ગરમીની હિટ વેવ અનુભવી શકાય છે. મહત્તમ તાપમાનમાં પણ એક ડિગ્રીનો વધારો થયો છે. તેવામાં દરરોજ 300 દર્દીઓ પેટના દુખાવા અને માથાના દુખાવાની સમસ્યા સાથે સિવિલ હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલના તબીબોનું કહેવું છે કે બદલાતા હવામાનને કારણે શરીરના તાપમાનમાં વધઘટ થઈ રહી છે, જેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. જો કે, આ દર્દીઓ 3 થી 4 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ રહ્યા છે. ડૉક્ટરોનું કહેવું છે કે આ સ્થિતિ આગામી 15 થી 20 દિવસ સુધી રહી શકે છે. હાલમાં દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ અને રાત્રે ઠંડીના કારણે હવામાન ગરમ બને છે. જેની સીધી અસર શરીર પર પડે છે.
આવી સ્થિતિમાં માથાનો દુખાવો અને પેટમાં દુખાવાની સાથે તાવની ફરિયાદ પણ થવા લાગે છે. તબીબોનું કહેવું છે કે હવામાનમાં આવેલા બદલાવને કારણે આગામી દિવસોમાં ડાયેરિયા અને ડીહાઈડ્રેશનની સમસ્યા જોવા મળી શકે છે. તેની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધો પર જોવા મળશે. એકવાર તાપમાનનું સ્તર સ્થિર થઈ જાય અને શરીર તેને નિયંત્રિત કરવા માટે તૈયાર થઈ જાય, આ સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થઈ જશે.
હાલમાં ઝાડા-ઉલ્ટી અને ડીહાઈડ્રેશનના દર્દીઓને દાખલ કર્યા બાદ બેથી ત્રણ દિવસ સારવાર આપવામાં આવી રહી છે. અહીં દર્દીઓએ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આ સમસ્યાને હળવાશથી ન લો. મેડિકલ સ્ટોરમાંથી ટેબ્લેટ લેવાથી તે મટે નહીં. ગરમીની સીઝનમાં હંમેશા પોતાને હાઈડ્રેટ રાખવાનો પ્રયત્ન કરો. શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળો.
જો બહાર નીકળવું પણ પડે તો શરીરને ગરમીથી બચાવે તેવા કપડાં પહેરીને નીકળો. છાશ, ઠંડા પીણા, શેરડીનો રસ તેનું સેવન અચૂકથી કરો. ગરમીમાં લૂથી બચવા માટે પૂરતી તમામ કાળજી લો. જો છતાં તબિયતમાં બદલાવ લાગે તો તાત્કાલિક તમારા નજીકના તબીબનો સંપર્ક કરો. નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી શહેરમાં ગરમ પવન ફૂંકાવાની સાથે તાપમાન 39 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે.
આ પણ વાંચો :