Surat : સુરતમાં તાપમાનનો પારો ગગડતા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કરાઈ હીટરની વ્યવસ્થા
સરથાણા નેચર પાર્કમાં મોટી સંખ્યામાં વન્યજીવ અભયારણ્ય છે. જે રીતે ત્રણેય ઋતુઓની અસર નાગરિકો પર પડે છે, તેવી જ રીતે અન્ય જીવો પર પણ કુદરતી રીતે અસર જોવા મળે છે.
સુરતમાં છેલ્લા પંદર દિવસથી વાતાવરણ ઠંડુગાર(Cold ) છે. સુરત શહેરમાં લઘુત્તમ તાપમાન પણ 14 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ઠંડીની રાત્રિના કારણે સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત નેચર પાર્કમાં (Nature Park )પ્રાણીઓ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. સરથાણા નેચર પાર્કમાં જંગલી પ્રાણીઓના પાંજરા પાસે હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને ભારે ઠંડીમાં તેમને મુશ્કેલી ન પડે.
સરથાણા નેચર પાર્કમાં મોટી સંખ્યામાં વન્યજીવ અભયારણ્ય છે. જે રીતે ત્રણેય ઋતુઓની અસર નાગરિકો પર પડે છે, તેવી જ રીતે અન્ય જીવો પર પણ કુદરતી રીતે અસર જોવા મળે છે. આવી સ્થિતિમાં સુરત કોર્પોરેશન દ્વારા સમયાંતરે વન્ય પ્રાણીઓની કાળજી લેવામાં આવે છે જેથી કરીને કોઈ મુશ્કેલી ન પડે. શિયાળાની ઋતુમાં વન્યજીવોને ગરમ રાખવા માટે હીટર લગાવવામાં આવે છે. તે જ પ્રમાણે, ઉનાળામાં પ્રાણીઓને ઠંડુ રાખવા માટે ફુવારાઓ પણ સ્થાપિત કરવામાં આવે છે.
સરથાણા નેચર પાર્કના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો.રાજેશ પટેલે જણાવ્યું હતું કે, શિયાળાની ઠંડીનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. જેના કારણે નેચર પાર્કના પશુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાત્રીની કડકડતી ઠંડીમાં તેઓ ગરમ વાતાવરણનો અનુભવ કરી શકે તે માટે 15 મીટરના અંતરે વાઘ, સિંહ અને પેંગોલિન સહિતના વન્યજીવોના પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
પ્રાણીઓની સાથે સાથે પક્ષીઓના પાંજરામાં 200 વોલ્ટના લેમ્પ પણ લગાવવામાં આવ્યા છે જેથી ઠંડીનો પારો ગગડ્યા બાદ પણ પક્ષીઓના પાંજરામાં પક્ષીઓને માટે અનુકૂળ વાતાવરણ મળી રહે. દરેક ઋતુમાં વન્યજીવો અને પક્ષીઓ માટે આવી અલગ વ્યવસ્થા કરવા પ્રયાસો કરવામાં આવે છે.
નેચરપાર્કના અધિકારીઓનું કહેવું છે કે દરેક ઋતુમાં તેઓએ પ્રાણીઓની સંભાળ માટે આ બાબતોનું અલગથી ધ્યાન રાખવું પડે છે. ચોમાસુ, ઉનાળો હોય કે શિયાળો, આ ઋતુઓની અસર પ્રાણીઓના સ્વાસ્થ્ય પર ન પડે તે માટે તેઓની વ્યવસ્થા ગોઠવવી પડે છે. હાલ જયારે સુરતમાં તાપમાનનો પારો ગગડ્યો છે, ત્યારે પ્રાણીઓના ડાયટ પર ધ્યાન રાખવાની સાથે અમે તેમના પાંજરા નજીક હીટરની વ્યવસ્થા ગોઠવી છે.
આ પણ વાંચો : સુરત કોર્પોરેશનના કોરોના નિયંત્રણ માટે પ્રયાસ,ટેક્સટાઇલ માર્કેટ અને એસોસિએશન સાથે બેઠક
આ પણ વાંચો : Surat : કોરોનાકાળમાં બગડી ગયેલા અક્ષર માટે અક્ષર સુધારણા કાર્યક્રમ કરતા આ મેન્ટર