AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત કોર્પોરેશનના કોરોના નિયંત્રણ માટે પ્રયાસ,ટેક્સટાઇલ માર્કેટ અને એસોસિએશન સાથે બેઠક

સુરત કોર્પોરેશનના કોરોના નિયંત્રણ માટે પ્રયાસ,ટેક્સટાઇલ માર્કેટ અને એસોસિએશન સાથે બેઠક

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 9:24 PM
Share

સંસ્થાએ પ્રવેશદ્વાર ૫૨ નો- માસ્ક , નો - વેકસિન અને નો- એન્ટ્રી, નો- સર્વીસ બોર્ડ હવે લગાવવું પડશે. તેમજ આ બોર્ડ નહી લગાડનાર સામે કાર્યવાહી કરવાની તૈયારી પણ સુરત મનપાએ બતાવી છે.

ગુજરાતમાં(Gujarat) સતત વધી રહેલા કોરોનાના (Corona) કેસ અને તેના નવા વેરીએન્ટ ઓમિક્રોનના (Omicron) પગલે સુરત(Surat) મહાનગર પાલિકા અને ફોસ્ટા એસોસીએશન અને જે.જે.ટેક્ષટાઈલ માર્કેટના સંયુક્ત ઉપક્રમે કોવિડ સંક્રમણ અટકાવવા મીટીંગ યોજાઈ હતી. જે તે સંસ્થાએ પ્રવેશદ્વાર ૫૨ નો – માસ્ક , નો – વેકસિન અને નો- એન્ટ્રી, નો- સર્વીસ બોર્ડ હવે લગાવવું પડશે. તેમજ આ બોર્ડ નહી લગાડનાર સામે કાર્યવાહી કરવાની તૈયારી પણ મનપાએ બતાવી છે.

રાજ્યમાં ફરી કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં આજે 21 ડિસેમ્બરે કોરોનાના નવા 87 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ આમદાવાદ શહેરમાં 33 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ 8,28,703(8 લાખ 28 હજાર 703 ) કેસ થયા છે. 20 ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાને કારણે રાજકોટ શહેરમાં 1 અને વલસાડમાં 1 એમ બે દર્દીના મૃત્યુ થયા છે અને કુલ મૃત્યુઅંક 10,103 થયો છે.

આજે રાજ્યમાં 73 અને અત્યાર સુધીમાં કુલ 8,18,010 ( 8 લાખ 18 હજાર 010) દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ વધીને 586 થયા છે. રાજ્યમાં રસીકરણ અભિયાનની વાત કરીએ તો આજે 21 ડિસેમ્બરે 2,16,650 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,75,01,402 (8 કરોડ 75 લાખ 1 હજાર 402 ) ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આજે અમદાવાદમાં ઈંગ્લેન્ડથી આવેલી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.28 વર્ષની મહિલા અમદાવાદ પહોંચી હતી ત્યારે તપાસ કરતા કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.ત્યારે મહિલા ઓમિક્રૉન શંકાસ્પદ હોવાથી તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.હાલ મહિલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ.

ગુજરાતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને કુલ 13 થઈ ગઈ છે. રાજ્યમાં રવિવારે 6 નવા કેસ નોંધાયા, જેમાં ગાંધીનગરમાં 1, સુરત-રાજકોટમાં 1-1, અમદાવાદમાં ટાન્ઝાનિયાથી આવેલું 1 કપલ સહિત આણંદનો 1 યુવક સામેલ છે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ પહેલા ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ ગઈ છે.

આ પણ વાંચો:  અનોખી ઘટના : વડોદરાની હિંમતપુરા ગ્રામ પંચાયતની મતગણતરીમાં મતપેટીમાંથી ચલણી નોટો નીકળી

આ પણ વાંચો:  Sabarkantha : પેપર લીક કાંડમાં ત્રણ આરોપીને અદાલતે 27 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

Published on: Dec 21, 2021 08:37 PM
g clip-path="url(#clip0_868_265)">