Surat : ઓમિક્રોન સંક્રમિત વરાછાના વેપારીનો બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રને હાશ

હવે આ વાયરસથી સંક્રમિત થયેલા વેપારીના આરટીપીસીઆરના બન્ને રિપોર્ટ નેગેટીવ આવતાં હવે વેપારી થકી અન્ય નાગરિકોમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણની શક્યતાઓ હાલના તબક્કે નહિવત છે.

Surat : ઓમિક્રોન સંક્રમિત વરાછાના વેપારીનો બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રને હાશ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 3:13 PM

દક્ષિણ ગુજરાતમાં (South Gujarat )કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયેન્ટનો(Omicron ) પહેલો કેસ સુરત શહેરમાં નોંધાયા બાદ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. વરાછા ખાતે રહેતા અને ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીનો ત્રણ દિવસ પહેલા જીનોમ સિકવન્સમાં ઓમીક્રોન વેરિયેન્ટના સંક્રમણનો રિપોર્ટ આવ્યો હતો.

જેને પગલે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક વેપારીના ઘરની આસપાસના વિસ્તારને ક્વોરોન્ટાઈન કરવાની સાથે – સાથે કોરોના સંક્રમિત વેપારીના પરિવારજનો અને તેમના સંપર્કમાં આવેલા તમામના કોવિડ-19ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલે મોડી સાંજે ઓમિક્રોન વેરિયેન્ટથી સંક્રમિત વેપારીનો આરટીપીસીઆરનો એક રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ આજે સવારે વધુ એક વખત આ વેપારીનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટીવ આવતાં વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

સોમવારે સાંજે સુરતમાં ઓમિક્રોન વેરિયેન્ટનો પહેલો કેસ નોંધાતા વહીવટી તંત્ર સાબદું થઈ ગયું હતું. સાઉથ આફ્રિકા અને દુબઈની મુલાકાત કરીને પરત ફરેલા વરાછા ખાતે રહેતા એક ડાયમંડના વેપારીમાં ઓમિક્રોનના લક્ષણો દેખાયા બાદ આ વારયસની ઘાતકતાને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વેપારીના તમામ પરિવારજનો સહિત બાળક સાથે અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ મળીને 70 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ તમામના રિપોર્ટ જે તે સમયે નેગેટીવ આવ્યા બાદ સરકારની ગાઈડ લાઈન મુજબ ગઈકાલે વધુ એક વખત ઓમિક્રોનથી સંક્રમિત ડાયમંડ વેપારીના બે આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી એક ગઈકાલે અને બીજો રિપોર્ટ આજે સવારે નેગેટીવ આવતાં તંત્રે પણ હાશકારો અનુભવ્યો છે. જો કે, હાલ તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા આ વેપારીને સાત દિવસ સુધી ઘરે જ ક્વોરોન્ટાઈન રહેવા માટે જણાવાયું છે.

સંક્રમણ ફેલાવવાની શક્યતા નહિવત્ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન વાયરસના સતત વધી રહેલા કેસો વચ્ચે સુરતમાં પણ નોંધાયેલા પહેલા કેસ બાદ ભારે ચકચાર મચી જવા પામી હતી. જો કે, હવે આ વાયરસથી સંક્રમિત થયેલા વેપારીના આરટીપીસીઆરના બન્ને રિપોર્ટ નેગેટીવ આવતાં હવે વેપારી થકી અન્ય નાગરિકોમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણની શક્યતાઓ હાલના તબક્કે નહિવત છે.

છતાં લોકીને સાવધ રહેવા અપીલ : કોરોનાના કેસોમાં થઇ રહેલા આંશિક વધારાને કારણે મહાનગરપાલિકા દ્વારા કોરોનાની જૂની ગાઈડલાઇનનું પાલન કરવા જ અનુરોધ પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો  : Surat : વાયરસનો ડર : આવનારા છ મહિના સુધી લગ્નના શુભ મુહૂર્ત માટે મોટા ભાગના પાર્ટી પ્લોટ એડવાન્સ બુક

આ પણ વાંચો : Surat : શ્વાનને ગળેફાસો આપી મારી નાખનાર સામે પોલીસે દાખલ કર્યા બે ગુના

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">