Surat : ઉત્રાણની ગજેરા વિદ્યાભવનનો વધુ એક વિવાદ, એલસી લેવા પહોંચેલા વાલીઓ પાસે વધુ ફી માગતા હોબાળો

એલસી માટે પહોંચેલા વાલીઓએ વધારાની ફી આપવાનો ધરાર ઈન્કાર કરીને સંચાલકોના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જેને પગલે એક તબક્કે શાળામાં વાતાવરણ ઉગ્ર બની જવા પામ્યું હતું. બીજી તરફ અગાઉ પણ વિવાદનું કેન્દ્ર બનેલી ગજેરા વિદ્યાભવનના સંચાલકો દ્વારા આ મુદ્દે મગનું નામ મરી પાડવાને બદલે શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો

Surat : ઉત્રાણની ગજેરા વિદ્યાભવનનો વધુ એક વિવાદ, એલસી લેવા પહોંચેલા વાલીઓ પાસે વધુ ફી માગતા હોબાળો
Surat Parents And Gajera Vidhyabhavan Managment
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 23, 2022 | 4:37 PM

સુરતની(Surat)યેન કેન પ્રકારે વિવાદમાં રહેતી ગજેરા વિદ્યાભવન(Gajera Vidhya bhavan)આજે વાલીઓ અને સંચાલકો વચ્ચે વધુ એક વિવાદને પગલે ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યું છે. શાળામાં અભ્યાસ કરતાં બાળકોના લિવીંગ સર્ટિફિકેટ (School Leaving) લેવા માટે પહોંચેલા મોટી સંખ્યામાં વાલીઓ પાસેથી સંચાલકો દ્વારા વધારાની ફી માંગવામાં આવી હોવાના આક્ષેપ સાથે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેને પગલે શાળા સંચાલકો દ્વારા શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી વિવાદ પર ઢાંકપિછોડો કરવામાં આવ્યો હોવાની ચર્ચા પણ ઉઠવા પામી હતી.આજે ઉત્રાણ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં વાલીઓ અને સંચાલકો વચ્ચે વધારાની ફી મુદ્દે વિવાદ વકર્યો હતો. શાળામાં અભ્યાસ કરતાં બાળકોના એલસી લેવા માટે પહોંચેલા વાલીઓ પાસેથી વધારાની ફી માગતા વાલીઓ વિફર્યા હતા.

ગજેરા વિદ્યાભવનના સંચાલકો દ્વારા શાળાનો  મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો

શાળા દ્વારા અગાઉ નિર્ધારિત કરવામાં આવેલ ફી ભરપાઈ કરી દેવામાં આવી હોવા છતાં એલસી માટે પહોંચેલા વાલીઓએ વધારાની ફી આપવાનો ધરાર ઈન્કાર કરીને સંચાલકોના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જેને પગલે એક તબક્કે શાળામાં વાતાવરણ ઉગ્ર બની જવા પામ્યું હતું. બીજી તરફ અગાઉ પણ વિવાદનું કેન્દ્ર બનેલી ગજેરા વિદ્યાભવનના સંચાલકો દ્વારા આ મુદ્દે મગનું નામ મરી પાડવાને બદલે શાળાનો મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો અને વાલીઓને એલસી માટે વધારાની ફી ભરવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ 50થી વધુ વાલીઓએ વધારાની ફી ભરવાનો ધરાર ઈન્કાર કરી દીધો હતો.

નોંધનીય છે કે ખાનગી શાળાઓ દ્વારા ફી ની બેફામ રીતે કરવામાં આવતી લૂંટ બાબતે સરકાર દ્વારા FRC કમિટી બનાવવામાં આવી હતી. જે આ ફી નું નિરીક્ષણ કરીને વાલીઓને તેમાં રાહત આપી શકે.જો કે ફી રેગ્યુલેટરી કમિટી પણ માત્ર મજાક બનીને રહી હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે હજી પણ શાળા સંચાલકો દ્વારા બેફામ રીતે ફી ઉઘરાવીને વાલીઓને રીતસરના લૂંટવામાં આવી રહ્યા છે. જેનું આ એક ઉદાહરણ છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ પણ વાંચો : Bhavnagar: રશિયા યુક્રેન યુદ્ધની માઠી અસર ભારતીય યુવાઓ પર પડી, મેડિકલનો અભ્યાસ હવે કયાં પૂરો કરશે?

આ પણ વાંચો : Gujarat Assembly Session Live: રાજ્ય સરકારે કોરોનાથી 10942 મૃત્યુ જાહેર કર્યાં જ્યારે કોરોનાનાથી અનાથ થયેલાં બાળકોની 20970 અરજીઓ મંજૂર કરી દીધી!

g clip-path="url(#clip0_868_265)">