CNGના ભાવ વધારા સામે રીક્ષા ચાલકો આક્રમક, રીક્ષા ચાલકોએ 15 એપ્રિલે એક દિવસીય હડતાળની જાહેરાત કરી
વધતા CNGના ભાવ સામે રીક્ષા ચાલકો લડી લેવાના મૂળમાં છે. કેમ કે રીક્ષા ચાલકોએ હડતાળની જાહેરાત કરી છે. રીક્ષા ચાલકોએ 15 એપ્રિલથી અચોકકસ મુદતની હડતાળની જાહેર કરી હતી.
Ahmedabad: પેટ્રોલ ડીઝલ બાદ હવે CNG અને PNG ભાવ વધારાએ બુલેટ ગતિ પકડી છે. કેમ કે CNGના ભાવમાં છેલ્લા 15 દિવસમાં 10 રૂપિયાનો વધારો નોંધાયો છે. જે ભાવ વધારા સાથે હાલમાં અદાણી CNG ગેસ 82 રૂપિયા આસપાસ પહોંચ્યો છે. જ્યારે ગુજરાત ગેસ CNGમાં ત્રણ દિવસ પહેલા 6.5 રૂપિયા ભાવ વધતા હાલમાં 77 રૂપિયા આસપાસ ભાવ પહોંચ્યો છે. જે ભાવ વધારવા લોકોની કમર તોડી નાંખી છે. અને તેમાં પણ સૌથી વધુ CNGનો ઉપયોગ રિક્ષામાં થતો હોવાથી રીક્ષા ચાલકો (Rickshaw drivers)મુશ્કેલીમાં મુકાયા છે.
અનેકવાર રજુઆત છતાં ભાવ પાછો નહિ ખેંચાતા રીક્ષા ચાલકોએ હડતાળ (strike)ની કરી જાહેરાત
વધતા CNGના ભાવ સામે રીક્ષા ચાલકો લડી લેવાના મૂળમાં છે. કેમ કે રીક્ષા ચાલકોએ હડતાળની જાહેરાત કરી છે. રીક્ષા ચાલકોએ 15 એપ્રિલથી અચોકકસ મુદતની હડતાળની જાહેર કરી હતી. જોકે 18 એપ્રિલે બોર્ડની પરીક્ષા હોવાથી પરિક્ષાર્થીઓ માટે હાલાકી ન સર્જાય માટે 15 એપ્રિલે એક દિવસીય હડતાળની જાહેરાત કરી છે. જે નિર્ણય વિવિધ એસોસિયેશનની ગત રોજ મળેલી મિટિંગમાં લેવાયો. જે રીક્ષા ચાલકોની મિટિંગમાં હડતાળ સહિત વિવિધ મુદ્દે નિર્ણય લેવાયા તેમજ ચર્ચાઓ પણ કરાઈ. જેની અંદર CNGમાં વેટ અને ટેક્ષ પરત ખેંચવા માંગ કરાઈ. તો ભાવ પાછો ખેંચવા અથવા રીક્ષા ભાડું વધારવા માંગ કરાઈ. એટલું જ નહીં પણ રીક્ષા ચાલકોએ અગાઉ સરકારને અનેકવાર રજુઆત કરવા છતાં અને પોસ્ટર યુદ્ધ કરવા છતાં નિર્ણય ન આવતા હવે ફરી રીક્ષા ચાલકોએ બાયો ચઢાવી અને હડતાળની જાહેરાત કરી.
હડતાળની જાહેરાત સાથે રીક્ષા ચાલકોએ પોસ્ટર યુદ્ધ પણ શરૂ કર્યું. જો હડતાળ છતાં માંગ નહિ સંતોષાય તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવાની પણ રીક્ષા ચાલકોએ ચીમકી ઉચ્ચારી છે. તો કેટલાક રીક્ષા ચાલકો CNG ભાવ વધતા અને સરકારે ભાડું વધારાની રજુઆત નહિ સ્વીકારતા રીક્ષા ચાલકોએ સ્વયંભૂ ભાડામાં ભાવ વધારો કરી દીધો છે. જેથી તેમનું નુકસાન સરભર થઈ શકે. કેમ કે રીક્ષા ચાલકોનો આક્ષેપ છે કે તેઓ ભાડે રીક્ષા ચલાવે અને તેમાં ખર્ચ વધુ અને કમાણી ન હોય તો જવું તો ક્યાં જવું તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે તેઓએ આ પગલું ભરવું પડ્યું છે.
તો એક માહિતી પ્રમાણે બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી સરકાર CNG ભાવ ઘટાડો અંગે કોઈ નિર્ણય નહિ કરે તો પડતર પ્રશ્નોને લઈને રીક્ષા ચાલકો 25 એપ્રિલે રાજ્યવ્યાપી હડતાળ પાડી શકે છે તેવી આધાર ભૂત સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
આ પણ વાંચો :Ahmedabad : રેલવે વિભાગે લઘુ ઉદ્યોગને આગળ વધારવા 1 સ્ટેશન 1 પ્રોડક્ટ પ્રોજેક્ટની શરૂઆત કરી
આ પણ વાંચો :SURAT : NGO દ્વારા તારીખ 9 અને 10 એપ્રિલના રોજ અનોખો ગીનીસ બુક ઓફ રેકોર્ડ બનાવવાની તૈયારી