ધોરણ-10નું હિન્દીનું પેપર વાયરલ થવા મુદ્દે કોંગ્રેસના પ્રહાર, પેપર ફૂટવું તે શિક્ષણ વિભાગ માટે શરમજનક વાતઃ કોંગ્રેસ

ગુજરાત (Gujarat) ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું (Bourd Exam) પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતુ. ચાલુ પરીક્ષા દરમિયાન જ આ પેપરના જવાબો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જેને લઇને પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની શક્યતા છે.

ધોરણ-10નું હિન્દીનું પેપર વાયરલ થવા મુદ્દે કોંગ્રેસના પ્રહાર, પેપર ફૂટવું તે શિક્ષણ વિભાગ માટે શરમજનક વાતઃ કોંગ્રેસ
Congress Leader Manish Doshi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 5:26 PM

ગુજરાત શિક્ષણ બોર્ડનું (Gujarat Education Board) ધોરણ 10નું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થવા અંગે કોંગ્રેસ (Congress) પ્રવક્તા મનીષ દોશીએ (Manish Doshi) પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, આ શિક્ષણ વિભાગ માટે શરમજનક વાત છે. તેમણે માગ કરી કે જેણે પણ આ પેપર વાયરલ કર્યું હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ 5-10 લોકો માટે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે રમત રમાતી હોવાના પણ આક્ષેપ કર્યા.

પેપર વાયરલ થવા મુદ્દે કોંગ્રેસ મેદાનમાં આવી ગયું છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પેપર વાયરલ મુદ્દે સવાલ કર્યા છે કે વારંવાર પેપર લીક થતા હોવા છતા આ અંગે તપાસ કેમ કરવામાં નથી આવતી? તેમણે સવાલ કર્યો કે ચાલુ પરીક્ષાએ સોલ્વ કરેલું પેપર કેવી રીતે વાયરલ થયું? તેમણે જણાવ્યુ કે મહેસાણામાં પણ અગાઉ બારોબાર પેપર લીક થયું હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મહત્વનું છે કે ગુજરાત ધોરણ 10નું બોર્ડનું  પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતુ. ચાલુ પરીક્ષા દરમિયાન જ આ પેપરના જવાબો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જેને લઇને પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની શક્યતા છે. સમગ્ર ઘટના અંગે બોર્ડને જાણ થતાં તપાસ શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે જો વિદ્યાર્થી પેપર વહેલુ લખી દે અને વહેલુ વર્ગખંડની બહાર જવા ઇચ્છે તો તેની પાસેથી પેપર લઇ લેવામાં આવે છે અને બાદમાં તેને જવા દેવામાં આવે છે. જોકે પરીક્ષાનો સમય પૂર્ણ થયા પહેલા સોલ્વ થયેલુ પેપર સોશિયલ મિડીયામાં વાયરલ થતા ફરી એક પેપર ફુટ્યાની શક્યતાઓ સેવાઇ રહી છે.

આ પહેલા છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં અનેક પેપર લીકની ઘટનાઓ બનેલી છે. GPSCની ચીફ ઓફિસરની ભરતી: 2013, રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષા: 2014, મુખ્ય સેવિકા: 2018, નાયબ ચિટનીસ: 2018, પોલીસ લોકરક્ષક દળ: 2018, શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT: 2018, બિનસચિવાલય ક્લાર્ક: 2019, DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી: જુલાઈ, 2021, સબ-ઓડિટર: ઓક્ટોબર, 2021, હેડ ક્લાર્ક: ડિસેમ્બર, 2021 ની પરીક્ષાના પેપર લીક થયેલા છે.

આ પણ વાંચો-રાજ્યમાં 954 સેન્ટર પર લોકરક્ષક દળની પરીક્ષા લેવાશે, 2.95 લાખ ઉમેદવારને કોલ લેટર ઈશ્યુ કરાયા

આ પણ વાંચો-Surat : જિંદગીની “પરીક્ષા”નો અંતિમ દિવસ, વિદ્યાર્થિનીનું અકસ્માતમાં કરૂણ મોત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">