ગુજરાતી સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ રુદનનું ટ્રેલર અને ગીત લોન્ચ, 12 મેના રોજ સિનેમામાં રીલીઝ થશે
આ ફિલ્મની વાર્તા એક ઉચ્ચ વર્ગના બિઝનેસ ટાયકૂન અનંત દિવાન પર આધારિત છે જે પરસ્પર સમજણ સાથે બે પત્નીઓ સાથે રહે છે ત્યારબાદ અનંત દિવાનને ઓફિસમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવે છે. એક બાહોશ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ચેતન દૈયા જેમનું ફિલ્મમાં નામ વિરમ છે તે હત્યાની તપાસ શરુ કરે છે
ગુજરાતી સિનેમાધરોમાં આગામી 12 મેના રોજ ફિલ્મ “રુદન” રિલીઝ થવા જઇ રહી છે. “નકકામા” , “બ્લાઇન્ડ ડેટ્સ”, “લવ યુ પપ્પા” અને 2જી એપાર્ટમેન્ટ્સ” જેવી જાણીતી ફિલ્મો આપનાર દિગ્દર્શક અને અભિનેતા અખિલ કોટક ફિલ્મ “રુદન” લઈને આવી રહ્યા છે જે આગામી 12 મેના રોજ ગુજરાત ના સિનેમાઘરોમાં પ્રેક્ષકોને જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર આજે અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને અખિલ કોટક દ્વારા લખવામાં અને દિગ્દર્શિત કરવામાં આવી છે જેમાં ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકારો ચેતન દૈયા, ભાવિની જાની,જીતેન્દ્ર ઠક્કર લીડ રોલમાં જોવા મળશે. આ ઉપરાંત કે.પી.અજ્વાળીયા, કે.કે.રાજા, જીલ શાહ, મનાલી ચારોલીયા, નિશા નિહલાની, ઉજ્જવલ ટીલવાની, નિકુંજ દવે જેવા નવા ચહેરાઓ પણ જોવા મળશે.
ફિલ્મની વાર્તા એક ઉચ્ચ વર્ગના બિઝનેસ ટાયકૂન અનંત દિવાન પર આધારિત
આ ફિલ્મની વાર્તા એક ઉચ્ચ વર્ગના બિઝનેસ ટાયકૂન અનંત દિવાન પર આધારિત છે જે પરસ્પર સમજણ સાથે બે પત્નીઓ સાથે રહે છે ત્યારબાદ અનંત દિવાનને ઓફિસમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવે છે. એક બાહોશ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ચેતન દૈયા જેમનું ફિલ્મમાં નામ વિરમ છે તે હત્યાની તપાસ શરુ કરે છે અને ત્યારબાદ શરુ થાય છે આ સસ્પેન્સ થ્રિલર ગુજરાતી ફિલ્મની વાર્તામાં નવો વળાંક જોવા મળશે.
અરવિંદ વેગડા દ્વારા ગણેશજી નું એક જોરદાર ગીત તમને જોવા મળશે
આ ફિલ્મમાં ગુજરાતના જાણીતા ગાયક અરવિંદ વેગડા દ્વારા ગણેશજી નું એક જોરદાર ગીત તમને જોવા મળશે. આજે આ ફિલ્મના ટ્રેલર સાથે જ આ ગીત પણ લોન્ચ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મને નિર્માતા રમેશ કે પ્રજાપતિ દ્વારા ગુજૉત્સવ પ્રોડકશન્સના બેનર હેઠળ બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન અખિલ કોટક દ્વારા કરવામાં આવ્યું છે જયારે એસોસિયેટ ડિરેક્ટર તરીકે પુષ્પરાજ ગુંજન, ડી.ઓ.પી. હરેશ ગોહિલ છે. આ ફિલ્મમાં સંગીત આપ્યું છે ઉત્પલ જીવરાજાનીએ અને શબ્દોથી ડો નીરજ મેહતા દ્વારા સજાવવામાં આવ્યું છે.એકઝ્યુકેટીવ પ્રોડ્યૂસર તરીકે કોમલ દેસાઈ જવાબદારી નિભાવી રહ્યા છે અને જાણીતા ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર રૂપમ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા રિલીઝ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતી સિનેમામાં સસ્પેન્સ થ્રિલર સાથે એક નવા જ વિષય સાથે આ ફિલ્મ 12 મે ના ગુજરાત ભરના સિનેમાઘરોમાં જોવા મળશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…