Surat Airport : સુરત એરપોર્ટથી શા માટે નાખુશ છે હવાઈ યાત્રા કરતા મુસાફરો ?

સુરત એરપોર્ટ (Airport ) પર બહારના પ્રવાસીઓ માટે પણ ગંભીર પડકારો છે, ખાસ કરીને જો તેઓ મોડી રાત્રે આવે છે. એરપોર્ટે પ્રવાસીઓને પ્રી-પેઇડ કેબ સેવાઓ ઉભી નથી કરી શકાઈ. જે દેશના મોટાભાગના એરપોર્ટ પર સરળતાથી ઉપલબ્ધ છે.

Surat Airport : સુરત એરપોર્ટથી શા માટે નાખુશ છે હવાઈ યાત્રા કરતા મુસાફરો ?
Surat International Airport (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 2:13 PM

સુરત શહેર હીરા (Diamond ) અને કાપડનું (Cloth ) શહેર છે. તે ગુજરાતનું આર્થિક પાવરહાઉસ (Power house ) પણ છે, પરંતુ ભારતના અન્ય રાજ્યોના મુલાકાતીઓ અને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરતા પ્રવાસીઓ હકારાત્મક છાપ છોડવામાં નિષ્ફ્ળ સાબિત થયું છે. ખાસ કરીને સુરત એરપોર્ટ “આંતરરાષ્ટ્રીય એરપોર્ટ”નું શીર્ષક ધરાવતું હોવા છતાં એર ઈન્ડિયા એક્સપ્રેસ સુરત અને શારજાહ વચ્ચે એક જ ફ્લાઇટનું સંચાલન કરે છે. સુરત એરપોર્ટ દેશના અન્ય વિકસિત એરપોર્ટ કરતાં ઘણું પાછળ છે. કારણ કે હજી પણ સુરત એરપોર્ટ પર પેસેન્જર-ફ્રેન્ડલી મૂળભૂત સેવાઓ જેવી કે free WiFi, બેંક ATM, પેઇડ ટેક્સી સેવા તેમજ રનવે લાઇટની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નથી આવી.

સુરત એરપોર્ટથી કોલકાતા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI778 ના પેસેન્જર  તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), સુરત એરપોર્ટ અને એર ઈન્ડિયાને ટ્વીટ કરીને જણાવ્યુ કે સુરત એરપોર્ટ પર વાઈફાઈની સુવિધા નથી. જે એકદમ મૂળભૂત ઉપયોગિતા છે જે નાના રેલ્વે સ્ટેશનો પર પણ ઉપલબ્ધ છે. જો પેસેન્જરનું એરક્રાફ્ટ કેટલાંક કલાકો સુધી મોડું થાય છે, તો વાઇફાઇ વિના રાહ જોવી વધુ ત્રાસદાયક બની જાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જોકે આ મુદ્દે સુરત એરપોર્ટના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પરથી આ ફરિયાદ મુદ્દે જવાબ આપીને જણાવવામાં આવ્યું છે કે મુસાફરોની સમસ્યાને દૂર કરવા તેઓ પ્રયત્નશીલ છે.

રાજેશ મોદી અને કૌશિક દાસ જેવા અન્ય ઘણા લોકો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી જ મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) પ્રવાસીઓને પૈસા ઉપાડવા અને અન્ય બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટે ખાનગી અથવા જાહેર ક્ષેત્રની બેંકોને ATM ની સુવિધા ઉપલબ્ધ કરવા માટે સમજાવવામાં અસમર્થ રહી છે.

સુરત એરપોર્ટ પર બહારના પ્રવાસીઓ માટે પણ ગંભીર પડકારો છે, ખાસ કરીને જેઓ મોડી રાત્રે આવે છે. એરપોર્ટે પ્રવાસીઓને પ્રી-પેઇડ કેબ સેવાઓ ઉભી નથી કરી શકાઈ. જે દેશના મોટાભાગના એરપોર્ટ પર સરળતાથી ઉપલબ્ધ છે. મુસાફરોએ તેમના ગંતવ્ય સ્થાન પર જવા માટે ઓલા અથવા અન્ય કેબ સેવાઓ અને ઓટો પર આધાર રાખવો પડે છે.  જેનું ભાડું પણ ખુબ મોંઘુ છે.

ચોમાસા અને શિયાળાની ઋતુ દરમિયાન રનવે પર વિઝિબિલિટીની સમસ્યાને કારણે, સુરત એરપોર્ટ પર ઉતરતી ફ્લાઈટ્સને નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવે છે. સુરત એરપોર્ટ પર એરક્રાફ્ટ માટે સાધારણ એપ્રોચ લાઇટિંગ છે, જે ધુમ્મસ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે એરપોર્ટની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપૂરતી છે. એરપોર્ટ સત્તાવાળાઓ અને AAI એ દૃશ્યતા સુધારવા માટે રનવે પર CAT-I લાઇટિંગ એપ્રોચ ઇન્સ્ટોલ કરવા પર હજી  સુધી ધ્યાન નથી આપ્યું.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">