AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : બારડોલી બાદ હવે તસ્કરોના નિશાના પર ચલથાણ, સીસીટીવીમાં ચોરોની ગતિવિધિ થઇ કેદ, લોકોએ પ્રતિકાર કરતા કર્યો પથ્થરમારો

વોચમેને (Watchman )પડકારતા સોસાયટીના રહીશો પણ તુરંત જ જાગી ગયા હતા. જેઓએ પણ ચોરોને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે પહેલા તસ્કરોએ રહીશો અને વોચમેન પર પથ્થર મારવાનું શરૂ કરી દીધું હતું.

Surat : બારડોલી બાદ હવે તસ્કરોના નિશાના પર ચલથાણ, સીસીટીવીમાં ચોરોની ગતિવિધિ થઇ કેદ, લોકોએ પ્રતિકાર કરતા કર્યો પથ્થરમારો
Thieves caught in CCTV(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 1:00 PM
Share

બારડોલીમાં(Bardoli ) તરખાટ મચાવ્યા બાદ હવે તસ્કરોએ ચલથાણમાં(Chalthan ) હાથફેરો કરવાની કોશિશ કરી છે. જોકે વોચમેનની (Watchman )સતર્કતાથી તસ્કરો ભાગી છૂટ્યા હતા. અને બંગલામાં ચોરીની ઘટના બનતી અટકી હતી. જોકે હવે ચલથાણમાં તસ્કરો દેખા દેતા અહીં પણ લોકો સતર્ક થઇ ગયા છે. અને પોલીસ પેટ્રોલિંગ સઘન કરવાની માંગ કરી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ચલથાણના આદર્શ બંગ્લોઝમાં ગઇકાલે મોડી રાત્રે તસ્કરો ચોરી કરવાના ઇરાદે પ્રવેશ્યા હતા. જેઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે સખ્શો બિલ્લી પગે રહેણાંક સોસાયટીમાં પ્રવેશ કરી રહ્યા છે, જેમાંથી એક ચોર ઇસમના હાથમાં ચપ્પુ જેવા ઘાતક હથિયાર પણ જોઈ શકાય છે.

જોકે આ દરમ્યાન વોચમેનને જાણ થતા તેણે ચોરોનો પ્રતિકાર કરવાનું નક્કી કર્યું હતું. બુમાબુમ થતા જ ચોરોએ ભાગવાનું નક્કી કર્યું હતું. વોચમેને પડકારતા સોસાયટીના રહીશો પણ તુરંત જ જાગી ગયા હતા. જેઓએ પણ ચોરોને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે પહેલા તસ્કરોએ રહીશો અને વોચમેન પર પથ્થર મારવાનું શરૂ કરી દીધું હતું. અને પથ્થરમારો કરીને તેઓ ખેતરડીના રસ્તે ભાગી છૂટ્યા હતા.

નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં બારડોલીને તસ્કરોએ નિશાન બનાવીને પોલીસને પડકાર ફેંક્યો હતો. તે પછી અહીં પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું. એટલું જ નહીં લોકોને આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે ખાસ મિટિંગો પણ કરી હતી. તે બાદ બારડોલીમાં આવી ચોરીની ઘટનાઓ પર તો કંઈક અંશે અંકુશ આવી ગયું છે. પણ હવે ચલથાણમાં તસ્કરોએ હાથફેરો કરવાનો પ્રયાસ કરતા લોકોમાં ગભરાહટ જોવા મળી રહ્યો છે.

લોકો દ્વારા પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા પણ માંગ કરવામાં આવી રહી છે. જોકે આ ઘટના બાદ હવે સોસાયટીના લોકો પોતે પણ જાગૃત બન્યા છે. અને આવી ઘટના ન બને તે માટે પોતાની રીતે પણ પ્રયાસ કરી રહ્યા છે.

Input Credit Jignesh Mehta (Bardoli )

g clip-path="url(#clip0_868_265)">