AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કેપી કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી પર હુમલા પ્રકરણમાં સંડોવાયેલા વિધર્મી યુવકોને સસ્પેન્ડ કરવાની માંગ સાથે એબીવીપીનું વિરોધ પ્રદર્શન

કેપી કોમર્સ કોલેજમાં ગત રોજ એક વિદ્યાર્થી પર બે વિધર્મી યુવકો દ્વારા હુમલો કરવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો, જેને પગલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા કોલેજ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું

Surat : કેપી કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી પર હુમલા પ્રકરણમાં સંડોવાયેલા વિધર્મી યુવકોને સસ્પેન્ડ કરવાની માંગ સાથે એબીવીપીનું વિરોધ પ્રદર્શન
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા કોલેજ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 05, 2022 | 3:48 PM
Share

અઠવા લાઈન્સ ખાતે આવેલ કેપી કોમર્સ કોલેજમાં ગત રોજ એક વિદ્યાર્થી પર બે વિધર્મી યુવકો દ્વારા હુમલો કરવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જેને પગલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરો દ્વારા કોલેજ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન સાથે હુમલા પ્રકરણમાં સંડોવાયેલા બન્ને વિધર્મી યુવકોને સસ્પેન્ડ કરવા માટે કોલેજના આચાર્યને અલ્ટીમેટમ આપ્યું હતું.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સોશ્યલ મીડિયામાં જાતિ વિષયક ટિપ્પણી કરવાના મુદ્દે ગઈકાલે અઠવા લાઈન્સ ખાતે આવેલ કેપી કોમર્સ કોલેજના ગેટ પાસે ડિંડોલી ખાતે રહેતા એક વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. રાહિલ બિલાલ ખાન અને સૈયદ સોહેબ અલી ફિરદોસ અલી નામના બન્ને યુવકો દ્વારા પ્લાસ્ટિંગનું કુંડં મારવામાં આવતાં વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ ઘટનાને પગલે ઉમરા પોલીસ મથકે પણ વિદ્યાર્થીઓનું ટોળું પહોંચ્યું હતું પરંતુ બાદમાં કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવામાં આવી ન્હોતી.

આજે સવારે એબીવીપીના કાર્યકરો દ્વારા કેપી કોમર્સ કોલેજના આચાર્ય સમક્ષ રજુઆત કરવામાં આવી હતી કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી પર હુમલો કરવામાં સંડોવાયેલા બન્ને આરોપી વિદ્યાર્થીઓના એડમિશન જો 24 કલાકમાં રદ્દ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં કોલેજ કેમ્પસ ખાતે ઉમટી પડતાં એક તબક્કે આજે પણ વાતાવરણ ગરમ થઈ જવા પામ્યું હતું.

આ પણ વાંચોઃ Surat: રાંદેરમાં કૅરટેકરે માર મારતા 8 માસની બાળકી ઇજાગ્રસ્ત, બાળકીની હાલત અત્યંત નાજુક, જુઓ કૅરટેકરની કરતુતનો આ વીડિયો

આ પણ વાંચોઃ Ahmedabad: કોંગ્રેસમાંથી હકાલપટ્ટી બાદ જમના વેગડાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ, ”સસ્તી પ્રસિદ્ધિ મેળવનારને 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી જવાબ આપીશ”

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">