Surat: પુણાગામમાં ફૂટપાથ પર સૂતી બાળકીનું અપહરણ-રેપ-હત્યાની ઘટના બાદ ઉઠતા પ્રશ્નો: ફૂટપાથ પર સુતા શ્રમજીવી પરિવારની બાળકીઓ કેટલી સુરક્ષિત?
બે માસુમ પુત્રીની માતા કહે છે કે રાત્રે ત્રણ ચાર વાગી જાય છે પણ ઊંઘ આવતી નથી. અમારી પાસે ઘર નથી. દિવસ તો જેમ તેમ ગુજરી જાય છે પણ જ્યારે રાત થાય ત્યારે ખાસ કરીને માસુમ પુત્રીઓને લઈને વધારે ચિંતા સતાવે છે
હાલમાં સુરત (Surat) ના પુણાગામ ખાતે ફૂટપાથ ઉપર રહેતા મૂળ ઝાલોદના વતની શ્રમજીવી પરિવારની માસુમ બાળકી બે દિવસ પૂર્વે રાત્રી દરમિયાન માતા પાસે સુતેલી હતી ત્યારે લલન સિંહ નામનો નરાધમ બાળકીને ઉઠાવીને તેનું અપહરણ કરીને લઇ ગયો હતો. ત્યારે બાળકી (Girl) રડવા લાગતા આ નરાધમે એ માસૂમનું ગળું દબાવી તેમજ માથામાં કોઈ બોથર્ડ પદાર્થ મારી તેની હત્યા (Murder) કરીને મૃતદેહ ભૈયાનગર પાસે આવેલ પાર્કિંગમાં દાટી દીધો હતો. એટલું જ નહીં બાળકી સાથે શ્રુષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રશ્ન એ ઉઠવા પામે છે કે આ બાળકીઓ લલનસિંહ જેવા હવસખોરોથી કેટલી સુરક્ષિત છે ?
સહારા દરવાજા ખાતે આવેલ બ્રિજ નીચે ઘણા પરિવારો રહી રહ્યા છે. આ પરિવારોને ઘર કે આશ્રય સ્થાન નથી. આખો દિવસ તો મજૂરી કરીને બે ટંકનું ભોજન મેળવી રહ્યા છે. ઘર ના હોવાના લીધે તેઓ રાત્રે અહીં ફૂટપાથ ઉપર જ સુઈ જતા હોય છે. એટલું જ નહીં આ પરિવારો પણ પૂણાગામની ઘટનાથી વાકેફ છે. ત્યારથી તેઓને પોતાની બાળકીઓને લઈને ડર લાગી રહ્યો છે. તેઓને રાતભર ઊંઘ આવતી નથી. પોતાની બાળકીઓની સુરક્ષાને લઈને ચિંતા સતાવવા લાગી છે. તેઓ કહે છે કે દિવસમાંમાં ભલે અમને મને કોઈ સહારો ન હોય પણ રાત્રે કમ સે કમ એવી જગ્યા આપવી જોઈએ જે સુરક્ષિત હોય જ્યાં તેઓ પોતાના આ નાના અને માસુમ બાળકોને લઈને ત્યાં સુઈ શકે. તેઓ પાલિકા તંત્રથી ગુહાર લગાવી છે કે તેમને કમ સે કમ રાત્રે સુવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરી દેવામાં આવે.
આવા પરિવાર ફક્ત શહેરના સહારા દરવાજા ફૂટપાથ ઉપર જ નહીં પરંતુ શહેરમાં ઠેર ઠેર આવેલ ફૂટપાથ ઉપર રહી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વાર તેમનું યોગ્ય સર્વે કરીને અને વાસ્તિવિકતા જાણીને તેમને રહેવા કે સિર છુપાવવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ.
કોઈ ઉપાડી જાય તેઓ ડર લાગે છે,એટલે એક જાગે અને એક સુવે છે
સહારા દરવાજા ફૂટપાથ ઉપર રહેતા શ્રમજીવી દંપતી રાહુલ વિરાડે અને રેખાબેને જણાવ્યું હતું કે તેમને સંતાનમાં ત્રણ પુત્રો અને એક પુત્રી છે.તેઓ ઘણા ટાઇમથી અહીંયા બ્રિજ નીચે રહી રહ્યા છે.આ દંપતીએ એકદમ ડર સાથે કહ્યું હતું કે પુણાગામમાં માસુમ બાળકી સાથે જે ઘટના બની છે તે ઘટનાથી તેઓ વાકેફ છે.ત્યારથી વધુ ડર લાગી રહ્યું છે.ખાસ કરીને તેમની પણ એક માસુમ બાળકી છે.જ્યારથી પૂણાગામની ઘટના બની છે ત્યારથી રાત્રે તેઓ પૈકી એક જણ રાત્રે ઊંઘી છે અને એક જાગે છે.બાળકોને કોઈ ઉપાડી નહીં જાયે એવા ડરના કારણે રાતભર ઊંઘ આવતી નથી.ખાસ પોતાની માસુમ બાળકી તેમજ અન્ય બાળકોની સુરક્ષા માટે એક જન જાગે છે અને એક સુવે છે.તંત્રને ફક્ત એટલી આજીજી છે કે રાત્રે તેમને સુવા માટે કોઈ સુરક્ષતિ સ્થાન મળી જાય તેવી વ્યવસ્થા કરી આપો
રાત્રે ત્રણથી-ચાર વાગી જાય છે પણ ઊંઘ આવતી નથી
બે માસુમ પુત્રીની માતા જીનલ બેન વસાવા કહે છે કે રાત્રે ત્રણ ચાર વાગી જાય છે પણ ઊંઘ આવતી નથી. બાળકોને લઈને સહારા દરવાજા ફૂટપાથ ઉપર રહીએ છે. તેમની પાસે ઘર નથી. દિવસ તો જેમ તેમ ગુજરી જાય છે પણ જ્યારે રાત થાય ત્યારે ખાસ કરીને માસુમ પુત્રીઓને લઈને વધારે ચિંતા સતાવે છે તેમની સુરક્ષા ખાતર અમે દંપતીને રાતના ત્રણથી ચાર વાગી જાય પણ ઊંઘ આવતી નથી.પણ શું કરીએ મજબૂરી છે.એટલે ફૂટપાથ પર રહીએ છે.હાલમાં શહેરમાં જે રીતે એક પછી એક માસુમ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે તે અંગે જાણવા મળે ત્યારે પોતાની દિકરીઓને લઈને વધારે ચિંતા થાય છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો