Surat : ત્રિદિવસીય સ્માર્ટ સિટી સમિટમાં ગુજરાતની સંસ્કૃતિનું પ્રમોશન કરાશે, મધ્યમાં ગામનો ચોરો અને આજુબાજુમાં કસ્બા શેરીઓની થીમ પર પેવેલિયન બનાવાશે

સ્માર્ટ સમિટમાં વિવિધ પેવેલિયન બનાવાયાં છે. જેમાં ખાસ ગુજરાતી કલ્ચરની ઓળખ થાય એ માટે ગુજરાતના ગામોના ચોરા અને તેની આસપાસ -શેરીઓ હોય તે રીતે મધ્ય ભાગમાં સર્કલ બનવાશે. જ્યાં બેસીને ચર્ચા-વિચારણા કરી શકે તેવી વ્યવસ્થા હશે.

Surat : ત્રિદિવસીય સ્માર્ટ સિટી સમિટમાં ગુજરાતની સંસ્કૃતિનું પ્રમોશન કરાશે, મધ્યમાં ગામનો ચોરો અને આજુબાજુમાં કસ્બા શેરીઓની થીમ પર પેવેલિયન બનાવાશે
Gujarat culture to be promoted in three-day smart city summit in surat
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 16, 2022 | 1:00 PM

સુરતમાં (Surat) આગામી તારીખ 18,19 અને 20 એપ્રિલ એમ ત્રણ દિવસ માટે સરસાણા સેન્ટર ખાતે સ્માર્ટ સિટી સમિટનું (Smart City Summit) આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ ઈવેન્ટ માટે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. 100 શહેરના 700થી પણ વધારે ડેલીગેટ્સ સુરત શહેરમાં આવવાના હોવાથી સુરત શહેરની સારી છબી ઉપસે એ માટે તંત્ર દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત શહેર જે સતત ત્રણ વર્ષથી સ્માર્ટ સટીમાં પ્રથમ નંબરે આવી રહ્યું છે તેની સ્માર્ટનેસ બતાવવા માટે ટેક્નોલોજીનો પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.

સ્માર્ટ સમિટમાં વિવિધ પેવેલિયન બનાવાયાં છે. જેમાં ખાસ ગુજરાતી કલ્ચરની ઓળખ થાય એ માટે ગુજરાતના ગામોના ચોરા અને તેની આસપાસ -શેરીઓ હોય તે રીતે મધ્ય ભાગમાં સર્કલ બનવાશે. જ્યાં બેસીને ચર્ચા-વિચારણા કરી શકે તેવી વ્યવસ્થા હશે. તેમજ તેની આજુબાજુમાં હોય એ રીતે વિવિધ પેવેલિયનો બનાવવામાં આવી રહ્યાં છે. મનપા દ્વારા આ સ્માર્ટ સિટી સમિટમાં એક ખાસ રોબોટ પણ મૂકવામાં આવશે. જે લાઈવ સમગ્ર ઈવેન્ટમાં ફરશે અને લોકોને કોરોના તેમજ ઈવેન્ટ વિશેની માહિતી આપશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ સમિટમાં કુલ પાંચ મુદ્દા આવરી લેવાશે. જેમાં ડિજિટલ ગવર્નન્સ, રિ- ઈમેજિંગ પબ્લિક પ્લેસિસ, ઈનોવેશન, સ્માર્ટ ફાયનાન્સ (પીપીપી) તેમજ ક્લાઈમેટ સ્માર્ટ સિટીઝનનો સમાવેશ થાય છે. આ સ્માર્ટ સિટી સમિટ સૌથી અનોખુ અને નવીન બની રહેશે. સમિટમાં અદ્યતન ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો (I.T) ઉપયોગ કરવામાં આવશે તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી (A.I)નો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. રોબોટમાં સેન્સર મુકાશે અને તે લોકોને ઈવેન્ટ વિશેની માહિતી આપશે. મનપા દ્વારા ખાસ આ ઈવેન્ટ માટે ડેવલપ કરવામાં આવેલી એપ થકી લોકો સરળતાથી કોઈપણ પેવેલિયનમાં ભાગ લઇ શકશે.

ઈલેક્ટ્રિક વ્હીકલને પણ પ્રમોટ કરાશે, નો પ્લાસ્ટિક ઝોન બનાવાશે

આ સમિટમાં ઈલેક્ટ્રિક વાહનોને પણ પ્રમોટ કરવામાં આવશે. સમિટમાં કુલ 49 ઇવી બસ અને 5 ઇવી કાર અને ઇ-બાઇક સાથે પબ્લિક સાઇક્લ શેરિંગ સિસ્ટમનો ઉપયોગ સ્થળ પર કરવામાં આવશે. મનપા દ્વારા સમિટમાં બાઇસીકલ પણ મૂકવામાં આવશે. જેથી લોકો ફરવા માટે તેનો પણ ઉપયોગ કરી શકશે. તેમજ આ ઈવેન્ટમાં પ્લાસ્ટિકનો બિલકુલ પણ ઉપયોગ કરાશે નહીં, ડેલિગેટ્સને પાણી પણ કાચની બોટલમાં અપાશે.

ડેલિગેટ્સની પસંદ સ્ટેટ્યૂ ઓફ યુનિટી

18થી 20 એપ્રિલ દરમિયાન યોજાનારા સ્માર્ટ સિટી સમિટમાં ડેલિગેટ્સ માટે એક દિવસ સાઇટ મુલાકાતનો રાખવામાં આવ્યો છે. જેમાં મનપા દ્વારા ડેલિગેટ્સને વિવિધ વિકલ્પ આપવામાં આવ્યાં છે. મનપાની વિવિધ પ્રોજેક્ટ સાઈટ, કિલ્લાની સફર અને સ્ટેટ્યુ ઓફ યુનિટીની સફરનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. મનપા દ્વારા ડેલિગેટ્સને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે. હાલમાં 700થી વધારે ડેલિગેટ્સ દ્વારા આ ઈવેન્ટ માટે રજિસ્ટ્રેશન કરી દેવાયું છે. તેમજ સાઈટ વિઝિટ માટે સૌથી વધુ રજિસ્ટ્રેશન સ્ટેટ્યુ ઓફ યુનિટી માટે આવ્યાં છે, તેમ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, 250 કિલો બુંદીની કેક બનાવવામાં આવી

આ પણ વાંચોઃ Hanuman Jayanti 2022 Live: PM મોદીએ ખોખરાધામમાં 108 ફુટની હનુમાનજીની પ્રતિમાનું લોકાર્પણ કર્યુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">