SURAT : પાંડેસરામાંથી બિનવારસી મળેલી અઢી મહિનાની બાળકીનું કતારગામ અનાથ આશ્રમમાં મોત
બાળકી થોડા દિવસો પહેલાં પાંડેસરા વિસ્તારમાંથી તરછોડાયેલી મળી આવી હતી. જે મામલે પાંડેસરા પોલીસે બાળકીને અનાથ આશ્રમમાં સોંપી હતી. બીજી બાજુ તેને તરછોડી ગયેલી નિષ્ઠુર જનેતાની તપાસ પણ ચાલુ છે.
સુરતના (SURAT) પાંડેસરામાંથી બિનવારસી (Inherited)મળેલી અઢી મહિનાની બાળકીનું ( Baby girl) કતારગામ અનાથ આશ્રમમાં મોત (Death ) થયું છે. આમ તો આ બાળકી માતાપિતા વગર આશ્રમમાં રહેતી હતી. જ્યારે આશ્રમમાં બાળકી સવારે બેભાન જણાતાં સંચાલકો દ્વારા તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તબીબે મૃત જાહેર કરી હતી.
સુરત (SURAT) શહેરના પાંડેસરામાંથી (Pandesara) થોડા મહિના અગાઉ બિનવારસી મળેલી બાળકીને પોલીસે કતારગામ (Katar Gam) અનાથ આશ્રમમાં દેખરેખ માટે મૂકી હતી. પરંતુ બિન મા બાપની બાળકીની તબિયત સારી રહેતી ન હતી. કારણ કે માતા દ્વારા પાપ છુપાવવા માટે બાળકીને તરછોડવામાં આવી હતી. ત્યાં રવિવારે બાળકી સવારે બેભાન મળતાં સ્મીમેરમાં ખસેડાઈ હતી. જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. આમ કતારગામ ખાતે આવેલા વી.આર.પોપાવાલા આશ્રમ ચિલ્ડ્રન હોમ અનાથ આશ્રમમાં રહેતી અઢી મહિનાની દ્રવ્યા નામની બાળકીનું રવિવારે સવારે સ્મીમેર હોસ્પિટલમાં (Schmeier Hospital)મોત નીપજ્યું હતું.
નિષ્ઠુર જનતાએ બાળકીને કેમ તરછોડી ?
બાળકી થોડા દિવસો પહેલાં પાંડેસરા વિસ્તારમાંથી તરછોડાયેલી મળી આવી હતી. જે મામલે પાંડેસરા પોલીસે બાળકીને અનાથ આશ્રમમાં સોંપી હતી. બીજી બાજુ તેને તરછોડી ગયેલી નિષ્ઠુર જનેતાની તપાસ પણ ચાલુ છે. પોલીસે જે-તે સમયે બનેવીની ધરપકડ કરી હતી. દરમિયાન આ બાળકીની સારસંભાળ થઈ શકે એ માટે પાંડેસરા પોલીસે બાળકીને કતારગામના અનાથ આશ્રમમાં મૂકી પાંડેસરામાં સાળી અને બનેવીના અનૈતિક સંબંધોનું પાપ પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં ઓક્ટોબર મહિનામાં ત્યજી દેવાયેલી બાળકી મળી હતી.
પાંડેસરા પોલીસે બાળકીને નવી સિવિલમાં સારવાર માટે મૂકી હતી. જ્યાં અઠવાડિયા દસ દિવસ તેની સારવાર ચાલી હતી. આ દરમિયાન પોલીસે બાળકીને ત્યજી દેનાર તેની નિષ્ઠુર માતાને પકડી પાડતાં સમગ્ર ઘટના સામે આવી હતી. પરંતુ બાળકીને નહીં સ્વીકારતાં સાજી થયા પછી કતારગામ ખાતે અનાથાશ્રમમાં મુકાઇ હતી. કતારગામ પોલીસે બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવતાં બાળકીનાં સેમ્પલ લેવાયાં છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ જાણી શકાશે.
આ પણ વાંચો : Ahmedabad : રાજ્યમાં 15 થી 18 વર્ષના ટીનેજર્સ માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનો પ્રારંભ
આ પણ વાંચો : સુરતમાં ફરી દુષ્કર્મનો બનાવ: ધોરણ 10 માં ભણતી કિશોરી અગાશી પર પાણીની ટાંકીનો કૉક બંધ કરવા ગઈ હતી, અને પછી…