Ahmedabad : રાજ્યમાં 15 થી 18 વર્ષના ટીનેજર્સ માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનો પ્રારંભ

ટીનેજર્સને કાળમુખા કોરોના સામે રસીનું અમોધ અશસ્ત્ર પ્રદાન કરાવ્યા બાદ આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આજે 15 થી 18 વર્ષના અંદાજે 35 લાખ બાળકો માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

Ahmedabad : રાજ્યમાં 15 થી 18 વર્ષના ટીનેજર્સ માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનો પ્રારંભ
Ahmedabad: Corona vaccination mega drive for teenagers aged 15 to 18 in the state
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 11:38 AM

કોરોના રસીકરણ “મેગા ડ્રાઇવ” થી ટીનેજર્સને “મેગા કવચ”, કાળમુખા કોરોનાના પ્રતિકાર માટે ટીનેજર્સને રસીનું સુરક્ષા કવચ પ્રાપ્ત

નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં આજથી સમગ્ર રાજ્યમાં 15 થી 18 વર્ષના ટીનેજર્સ (Teenagers)માટે કોરોના રસીકરણની (Vaccination) મેગા ડ્રાઇવનો પ્રારંભ થયો છે. (Health Minister)આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ મેડિસીટી કેમ્પસની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ઉપસ્થિત રહીને ટીનેજર્સ માટેના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.

આરોગ્ય મંત્રીએ(Health Minister) આ પ્રસંગે જણાવ્યું કે, (PM Modi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં 16 જાન્યુઆરી 2021થી કોરોના રસીકરણ (Vaccination) મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રભરમાં સુદ્રઢ આયોજનના પગલે 70 ટકાથી વધુ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપીને રક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પણ અંદાજિત 95 ટકા નાગરિકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લગાવી દેવામાં આવ્યો છે.

ટીનેજર્સને કાળમુખા કોરોના સામે રસીનું અમોધ અશસ્ત્ર પ્રદાન કરાવ્યા બાદ આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આજે 15 થી 18 વર્ષના અંદાજે 35 લાખ બાળકો માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ મેગા ડ્રાઇવ અંતર્ગત રાજ્યની શાળાઓ સહિતના અન્ય વિદ્યાર્થીઓ અને ટીનેજર્સને કોરોના રસીકરણ અંતર્ગત વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. 3 થી 9 જાન્યુઆરી સુધી ચાલનારી રાજ્યવ્યાપી કોરોના વેક્સિન મેગા ડ્રાઇવમાં રાજ્યનો એક પણ ટીનેજર્સ વેક્સિનના લાભથી વંચિત ન રહી જાય તે માટેના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

હાલ આ મહાઅભિયાન અંતર્ગત 15 થી 18 વય જૂથના બાળકોને હાલ કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ આપવમાં આવશે. જે માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. રાજ્યમાં અંદાજે 6306થી વધુ સેન્ટરો કાર્યરત કરીને રસીકરણના સેશનનું આયોજન હાથ ધરાયું છે.

ટીનેજર્સને કોરોના રસીકરણના પ્રારંભ પ્રસંગે સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો રાકેશ જોષી, એડિશનલ ડોક્ટર રજનીશ પટેલ સહિતના તબીબો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : સુરતમાં ફરી દુષ્કર્મનો બનાવ: ધોરણ 10 માં ભણતી કિશોરી અગાશી પર પાણીની ટાંકીનો કૉક બંધ કરવા ગઈ હતી, અને પછી…

આ પણ વાંચો : Surat: એક જ દિવસમાં આટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાના ભરડામાં, છેલ્લા 9 દિવસમાં 126 વિદ્યાર્થીઓને કોરોના

g clip-path="url(#clip0_868_265)">