Surat: કાપોદ્રા વિસ્તારમાં ધોળેદિવસે મહિલાની કરપીણ હત્યા, પોલીસે તપાસ શરૂ કરી
સુરતમાં કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટીમાં હત્યાના બનાવની જાણ થતાં સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. તાત્કાલિક સ્થાનિક પોલીસ સાથે ડીસીપી એસીપી સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો અને મર્ડર મિસ્ટ્રીની તપાસ શરૂ કરી છે.
સુરતમાં(Surat)એક પછી એક હત્યાના બનાવ બની રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા સુરત પોલીસ(Police)દોડતી થઈ ગઈ હતી.સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક મહિલાની હત્યા(Women Murder) તેની નાની દીકરીની સામે કરી હત્યા રો ફરાર થઇ ગયો છે. સુરતમાં કાપોદ્રામાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાનું ગળું કાપી હત્યા કરી હોવાનું સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. ઘટનાની વિગત મુજબ સુરતમાં કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટીમાં એક મહિલાનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. ઘટના સ્થળ પર હાજર લોકોનું માનીએ તો અજાણ્યો શખ્સ મહિલા ના ઘરમાં ઘૂસી ગયો હતો. જે મહિલાની હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની પોલીસને જાણ કરવામાં આવતા મોટી સંખ્યામાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
સોસાયટીના લોકોના નિવેદન પણ લેવાઈ રહ્યા છે
આ હત્યાના બનાવની જાણ થતાં સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. તાત્કાલિક સ્થાનિક પોલીસ સાથે ડીસીપી એસીપી સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો અને મર્ડર મિસ્ટ્રીની તપાસ શરૂ કરી છે. ઘરમાંથી મહિલાનો મૃતદેહ કાઢી હાલ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ફોરેન્સિકની ટીમ પણ બોલાવી હત્યાના સબૂત એકઠા કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. સોસાયટીના લોકોના નિવેદન પણ લેવાઈ રહ્યા છે તેમજ સીસીટીવી પણ પોલીસ ખંગોળી રહી છે. હજુ સુધી મહિલાની હત્યા શા કારણે કારણે કરવામાં આવી તેની કોઈ વિગત સામે આવી નથી પણ હત્યારા આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કરી દીધા છે.
મહિલાની હત્યા કોણે કરી છે તે દિશામાં પોલીસ તપાસ
મહત્વ ની વાત એ છે કે સુરતમાં અસમાજીક તત્વોમાંથી પોલીસનો ડર ગાયબ થઈ ગયો છે. ગુજરાત પોલીસ ક્રાઇમને રોકવા માટે સજ્જ હોવાનો દાવો કરે છે ત્યારે સુરત શહેર જ ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે. શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાય તેનું ધ્યાન રાખતી પોલીસ સુરતમાં ક્રાઇમ રોકવામાં નિષ્ફળ નીવડી છે. ઝોન 1 ડીસીપી સજનસિંહ પરમારનું કહેવું છે..આ મામલે તપાસ ચાલી રહી છે.સ્નેહલતાબેન નામની મહિલાની હત્યા થઈ છે તેઓ પ્રકાશ ભાઈ અશોક પટેલ સાથે રહેતા હતા અને પ્રકાશભાઈ પ્રથમ પત્ની આશા બેન સાથે છે તો આ મહિલાની હત્યા કોણે કરી છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી હોવાનું જણાવી રહી છે.
આ પણ જાણો : Gandhinagar : કોંગ્રેસના અમદાવાદના બે ધારાસભ્યોએ હિજાબ અંગેના કર્ણાટકના હાઈકોર્ટના ચુકાદાને આવકાર્યો
આ પણ જાણો : Vadodara : હરિધામ સોખડા મંદિર ફરી વિવાદમાં, પ્રબોધસ્વામી સાથે મંદિરમાં ગેરવર્તન થયાનો આક્ષેપ