Surat : પતિ અને પુત્રને મારી નાંખવાની ધમકી આપી મહિલા તબીબ સાથે ગુજારવામાં આવ્યો બળાત્કાર, પોલીસે આરોપીની ધરપકડક કરી

|

Aug 18, 2022 | 4:36 PM

મહિલા તબીબની (Doctor )Surat , મહિલા તબીબની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે આરોપી ઋષિકેશ સોલંકી સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

Surat : પતિ અને પુત્રને મારી નાંખવાની ધમકી આપી મહિલા તબીબ સાથે ગુજારવામાં આવ્યો બળાત્કાર, પોલીસે આરોપીની ધરપકડક કરી
Rape Accused (File Image )

Follow us on

સુરતમાં (Surat ) એક મહિલા તબીબ (Doctor )દ્વારા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક ઈસમ સામે દુષ્કર્મની (Rape ) ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલા તબીબનો આક્ષેપ છે કે, આ ઇસમે દોઢ વર્ષ પહેલા ડોક્ટરના ઘરે જઈને પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ વિડીયો ઉતારી બ્લેકમેલ કરતો હતો. સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં મહિલા તબીબ દ્વારા રામનગર સરકારી વસાહત રાંદેર વિસ્તારમાં રહેતા ઋષિકેશ સોલંકી નામના ઈસમ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મહિલા તબીબ દ્વારા ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, તેઓ બંને જિમમાં એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ત્યારબાદ ઋષિકેશ નામના ઇસમે મહિલા ડોક્ટર સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તે વખતે તેને અંગત વિડિયો અને ફોટો મોબાઇલમાં ઉતારી લીધા હતા અને ત્યારબાદ ઋષિકેશ સોલંકી મહિલા તબીબને અવાર નવાર બ્લેકમેલ કરતો હતો. એક વખત શારીરિક સંબંધ બાંધ્યા બાદ નવેમ્બર 2020માં ઋષિકેશ સોલંકી નામના ઇસમે મહિલા તબીબના બીભત્સ ફોટા અને વિડિયો પતિને બતાવી દેવાની ધમકી આપી ફરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ મહિલા તબીબે આ ઈસમથી કંટાળીને ઋષિકેશ સોલંકી સાથે સંબંધ કાપી નાખ્યા હતા પરંતુ ઋષિકેશ મહિલા તબીબના પુત્ર અને બાળકને મારી નાખવાની એ ધમકી પણ આપતો હતો. આ ઉપરાંત મહિલા તબીબ ક્લિનિક પર આવતા જતા હતા ત્યારે તેમને ગાળો અને ધમકી પણ આપતો હતો અંતે મહિલા તબીબે ઋષિકેશની આ પ્રકારની હરકતોથી કંટાળીને તેની સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

મહિલા તબીબની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે આરોપી ઋષિકેશ સોલંકી સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, ઋષિકેશ સોલંકી નામનો ઈસમ હાલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે.

Next Article