Surat : સુરત જિલ્લા સેવાસદનના ઉજ્જડ બાગમાં 1 હજાર ટુ વ્હીલર માટે પાર્કિંગ બનાવાશે

ક્લેકટર કચેરીના કેમ્પસમાં લોકો આડેધડ વાહનો મૂકી દે છે. જયા જગ્યા મળે ત્યાં વાહનો ખડકી દેતા હતા. નાની જરા અમથી સાંકડી જગ્યા મળે તો પણ લોકો ટુ વ્હીલર ગોઠવી દેતા હતા. જેને લઇને જિલ્લા સેવાસદનમાં અનેક સમસ્યાઓ ઉદભવી હતી.

Surat : સુરત જિલ્લા સેવાસદનના ઉજ્જડ બાગમાં 1 હજાર ટુ વ્હીલર માટે પાર્કિંગ બનાવાશે
Surat Collector Office (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 9:58 AM

અઠવાલાઈન્સ (Athwalines ) સ્થિત જિલ્લા સેવા સદન -2 માં પાર્કિંગની (Parking ) વિકટ સમસ્યા છે . આ સમસ્યાના નિરાકરણ માટે ગાર્ડન (Garden )માટે વધારાની જગ્યાનો ઉપયોગ કરાશે , અહીં આશરે એક હજાર જેટલી વ્હિલર પાર્ક કરી શકાશે . જિલ્લા સેવા સદન -2 માં જિલ્લા કલેકટરની કચેરી સહિત અનેક કચેરીઓ આવેલી છે. જેને કારણે ત્યાં અઠવાડિયે હજારો મુલાકાતીઓની આવનજાવન રહે છે. સોમવાર અને ગુરુવાર પબ્લિક દિવસ હોય છે . આ સિવાય બુધવાર અને શુક્રવારના દિવસે કલેક્ટર કચેરીમાં આરટીએસ રિવિઝન અપીલને લગતા કેસોની સુનાવણી હોય છે . આ ઉપરાંત નાયબ કલકેટર સિટી પ્રાંત કચેરીમાં પણ આરટીએસ કેસ અને પરચુરણ સહિત અશાંતધારાની સુનાવણી જેવા કેસ ચાલે છે . આ દિવસો દરમિયાન વકીલો અને અસીલો સહિત સેંકડો લોકોની ભીડ ઉમટી પડે છે. આટલું ઓછુ હતું તેમાં વળી ઘણી વખત વિવિધ વિભાગોની મીટીંગ અને સંકલનની બેઠક વખતે અધિકારી અને પદાધિકારીઓની ભારે ભીડને લીધે પાર્કિંગ માટે જગ્યા મળતી નથી.

સેવાસદનું પાર્કિંગ નાનુ પડતાં વાહનો બહાર રસ્તા પર પાર્ક કરવા પડે છે. જિલ્લા સેવા સદન -2 બન્યાને દસ વર્ષ થયા છે પરંતુ એક જ દશકમાં આ કચેરીમાં પાર્કિંગ હવે નાનું પડવા લાગ્યું છે. આ પાર્કિંગની સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા કલેકટર આયુષ ઓકએ અલાયદી પાર્કિંગની વ્યવસ્થા કરવા આયોજન હાથ ધર્યુ છે. જિલ્લા સેવા સદન 2 માં ગાર્ડન માટે ગેટમાં દાખલ થતાં જ બંને બાજુએ વિશાળ જગ્યારાખવામાં આવી હતી. આ જગ્યામાં હાલ ઝાડી – ઝાંખરા ઊગી નીકળ્યા છે.

લાંબા સમયથી સફાઈના અભાવે ગંદકીથી આ જગ્યા ખદબદી ઉઠી હતી. આ જગ્યા પર હવે ટુ વ્હીલરનું પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે.જ્યાં એક હજાર જેટલી વ્હીલર પાર્ક કરી શકાશે. જેને કારણે જિલ્લા સેવા સદનની પાછળના ભાગે પાર્ક થતાં વાહનો ઓછા થશે અને ફોરવ્હિલ પાર્ક કરવા માટે અંદર – વધારે સુવિધાઓ ઊભી થશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ક્લાસ વન ઓફિસરોને પણ પાર્કિંગ મળતું નથી :

સંકલન મીટિંગ વખતે કલાસ વન ઓફિસરને રોડ ઉપર ગાડી મૂકવી પડે છે. સુરત જિલ્લા સેવાસદનમાં મુલાકાતીઓ અને અરજદારો સહિત વકીલોની સતત વધી રહેલી આવનજાવનને કારણે સમગ્ર કેમ્પસ ગાડીઓથી ભરાઇ જાય છે. ક્લેકટર કચેરીના કેમ્પસમાં લોકો આડેધડ વાહનો મૂકી દે છે. જયા જગ્યા મળે ત્યાં વાહનો ખડકી દેતા હતા. નાની જરા અમથી સાંકડી જગ્યા મળે તો પણ લોકો ટુ વ્હીલર ગોઠવી દેતા હતા. જેને લઇને જિલ્લા સેવાસદનમાં અનેક સમસ્યાઓ ઉદભવી હતી.

ઘણી વખત જિલ્લા કલેકટર દ્વારા બોલાવાતી બેઠકો વખતે કલાસ વન કે સુપર કલાસ વન અધિકારીઓને પણ વાહનો રોડ ઉપર મૂકવા પડતા હતા. કેટલીક વખત તો સેવાસદનમાં વાહનો પ્રવેશી શકે તેવી હાલત હોતી નથી જેને પગલે ઓફિસરો રોડ ઉપરથી ઉતરી પગપાળા આવતા હતા ખુદ પોલીસ વિભાગના વાહનોને પણ બહાર રોડ તરફ મૂકવા પડતા હતા. આ સમસ્યાનો હવે મહદઅંશે ઉકેલ આવશે તેવો આશાવાદ વ્યકત કરાઇ રહ્યો છે.

આ પણ વાંચો :

Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી

Surat: ત્રણ વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જવાની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં ગુનો નોંધાયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

g clip-path="url(#clip0_868_265)">