AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સાડા ત્રણ લાખના હીરાનું પેકેટ શોધી, મૂળ માલિકને પોલીસે કર્યું પરત

“મારૂ હીરાનું પેકેટ ક્યાંક પડી ગયું છે અને તેમા સાડા ત્રણ લાખની કીંમતના હીરા છે અને હું નાનો એવો હીરાનો વેપારી છું" હીરાના વેપારીના હીરા ગુમ થતાં પહોચ્યો પોલીસની શરણે અને ચોકાવનારી ઘાટણ સામે આવી હતી

Surat : સાડા ત્રણ લાખના હીરાનું પેકેટ શોધી, મૂળ માલિકને પોલીસે કર્યું પરત
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 22, 2023 | 7:21 AM
Share

સુરત પોલીસની વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે. સુરતમાં એક હીરા વેપારીનું સાડા ત્રણ લાખની કિંમતના હીરાનુ પેકેટ પડી ગયું હતું અને શોધખોળ કરવા છતાં પણ તે મળ્યું નહિ હતું. આ બાદ તેણે રાંદેર પોલીસ મથકે જઈ રજૂઆત કરી હતી. ત્યારે આ ઘટનામાં સતત બે દિવસ સુધી પોલીસે સીસીટીવી ફૂટેજ ફાફોળી હીરાનું પેકેટ શોધી સરાહનીય કામગીરી કરી હતી. હીરા વેપારીને સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે બોલાવી હીરાનું પેકેટ પરત આપવામાં આવ્યું હતું તેમજ આ સરાહનીય કામગીરી કરનારા પોલીસકર્મીઓને 5 હજારનું ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.

“હું નાનો એવો હીરાનો વેપારી છું” તેમ કહી વેપારીએ માગી મદદ

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા વિપુલભાઈ સવજીભાઈ કળથીયા રાંદેર પોલીસ મથકે આવીને જણાવ્યું હતું કે “મારૂ હીરાનું પેકેટ ક્યાંક પડી ગયું છે અને તેમા સાડા ત્રણ લાખની કીંમતના હીરા છે અને હું નાનો એવો હીરાનો વેપારી છું, હમણાંજ મારા પીતાને બીમારીના કારણે બે ઓપરેશન કરવા પડ્યા છે, જેમા પણ ખુબ ખર્ચો થયો છે, અને આ હીરા પડી જતા મારો પરીવાર મોટી આર્થીક મુશ્કેલીમા મુકાઈ જશે, અને આ શોધવા માટે છેલ્લી આશારૂપે પોલીસ સ્ટેશન પહોચ્યો છું” હીરા વેપારીની વાત સાંભળી રાંદેર પીઆઈ એ.એસ.સોનારાએ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.

સીસીટીવી ફૂટેજ તપાસ કરવા છતાં હીરાનું પેકેટ નહી મળ્યું

આ શોધખોળ માટે અહીં મોટામા મોટી મુશ્કેલી હતી કે હીરાનું પડીકું નાની એવી પ્લાસ્ટીકની પારદર્શક ઝીપ બેગમા મુક્યું હતું અને આટલા મોટા વિસ્તારમા તેને શોધવાનું કામ ખૂબ આઘરું હતું. હીરાના વેપારી પણ એક આખો દિવસ રાંદેર પોલીસની ટીમ સાથે રહ્યા હતા અને સીસીટીવી ફૂટેજ તપાસ કરવા છતાં હીરાનું પેકેટ નહી મળતા તેઓએ પણ હીરાનું પેકેટ મળવાની આશા છોડી દીધી હતી. પરંતુ રાંદેર પોલીસે હાર નહીં માની

10 વર્ષીય પુત્રના એડમીશનના કામે ગયા તે સમયે બની ઘટના

તેમણે જણાવ્યુ હતું કે, હું સંસ્કાર ભારતી સ્કુલ ખાતે સવારના આશરે નવેક વાગ્યે મારા 10 વર્ષીય પુત્રના એડમીશનના કામે ગયા હતા ત્યાંથી CCTV કેમેરા ચેક કરવાનું ચાલુ કર્યું હતું. રાંદેર પોલીસની ટીમે હીરા વેપારીને સાથે રાખીને સંસ્કાર ભારતી સ્કુલથી ટેકરાવાલા સ્કુલ પાસેના સર્કલથી જીલાની બ્રીજ સુધીના સમગ્ર રૂટ પર ઝીણવટભરી રીતે સી.સી.ટી.વી ચેક કર્યા હતા.

આપણ વાંચો : પિતાના આપઘાતમાં જવાબદાર હોવાની આશંકામાં હત્યા, કાકા-ભત્રીજાની ધરપકડ

શોધખોળ ચાલુ હતી દરમ્યાન સી.સી.ટી.વી કેમેરાની મદદથી પાલનપુર પાટીયા રોટલાપીર બાવાની દરગાહ પાસે આવતા ત્યાં આ વીપુલભાઈ ખીસ્સ્માંથી રૂમાલ કાઢતા હતા તેનો દુરનો વ્યુ સી.સી.ટી.વી મા જોવા મળ્યો હતો. તેમજ થોડીવાર પછી એક ટેમ્પો જેમા મીનરલ વોટરની બોટલોની ડીલીવરી થતી હોય છે તે ટેમ્પોનો ચાલક આ જગ્યાએ કોઈ મુવમેંટ કરતો હોય તેવો દુરનો વ્યુ મળતા આ રૂટના અન્ય સી.સી.ટી.વી મારફતે મીનરલ વોટર વાળૉ ટેમ્પો આઈડેન્ટીફાય કર્યા હતા અને તેના આધારે ટેમ્પો ચાલકના ઘરે રાંદેર પોલીસની ટીમ પહોચી હતી અને ટેમ્પા ચાલકની પૂછપરછ કરતા ટેમ્પા ચાલકે કબુલાત કરેલ કે હીરાનું પેકેટ તેને મળેલ હતું અને જે તે સ્થીતીમા તેણે રાખેલ હતું

સરાહનીય કામગીરી કરનારા પોલીસકર્મીઓને ઇનામ

આ બનાવની જાણ સુરત પોલીસ કમિશ્નરને કરવામાં આવી હતી જેથી હીરા વેપારીને પોલીસ કમિશ્નર કચેરી ખાતે બોલાવી હીરાનું પેકેટ પરત કરવામાં આવ્યું હતું. સાડા ત્રણ લાખની કીંમતના હીરા જે તે સ્થિતિમાં પરત મળી જતા હીરા વેપારીની આંખમાંથી હર્ષના આંસુ નીકળી આવ્યા હતા અને તેઓએ રાંદેર પોલીસની કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ સુરત પોલીસ કમિશ્નર દ્વારા આ સરાહનીય કામગીરી કરનારા પોલીસકર્મીઓને 5 હજારનું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">