AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં રિક્ષામાં મુસાફરોના કિંમતી સામાન અને મોબાઈલની ચોરી કરતી ગેંગ રાંદેર પોલીસે ઝડપી પાડી

સુરતમાં (SURAT) હાઈ પ્રોફાઈલ સ્ટાઈલ સાથે રિક્ષા બેસી પેસેન્જરોના મોબાઈલ, રોકડ ચોરી કરતી ગેંગને રાંદેર પોલીસે ઝડપાઈ, અનેક ગુનાઓ ઉકેલાયા છે.

સુરતમાં રિક્ષામાં મુસાફરોના કિંમતી સામાન અને મોબાઈલની ચોરી કરતી ગેંગ રાંદેર પોલીસે ઝડપી પાડી
રીક્ષા મુસાફરોને લૂંટતી ગેંગ ઝડપાઇ
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 14, 2022 | 2:02 PM
Share

સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી પેસેન્જરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી મોબાઈલ તેમજ રોકડ રકમની ચોરી કરી લેતી ગેંગને રાંદેર પોલીસે ઝડપી પાડી છે. આ ઘટનામાં રાંદેર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તેમજ બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. એટલુ જ નહી આરોપીઓએ આવી રીતે સુરત અને અંકલેશ્વરમાંથી 30 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી હતી. જે પૈકીના 11 મોબાઈલ ફોન પણ પોલીસે રીકવર કર્યા છે.

સુરત શહેરમાં રીક્ષામાં મુસાફરી કરતા લોકોના મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ ચોરી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. અને આ મામલે રાંદેર પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ સોનારા દ્વારા સૂચન કરતા સર્વેલન્સના પીએસઆઇ પરમાર અને તેમની ટીમ દ્વારા આવી જ એક ગેંગને ઝડપી પાડી જેલ ભેગી કરી છે. રાંદેર પોલીસે બાતમીના આધારે સલાબતપુરા વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઈવર તરીકે કામ કરતા મુસ્તાક ખાન સલીમ ખાન પઠાણ, અમરોલી કોસાડ આવાસ પાસે રહેતા અનવર કાસમ શેખ અને ફૈયાઝ કયુમ શાને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી એક રીક્ષા, રોકડ રકમ તેમજ ૨ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. આ ઉપરાંત પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા આરોપીઓએ આવી જ રીતે સુરત શહેર તેમજ અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં 30 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જે પૈકીના 11 મોબાઈલ ફોન રાંદેર પોલીસે રીકવર કર્યા છે. અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 1.81 લાખનો મુદામાલ કબજે કર્યો છે. તેમજ પોલીસ તપાસમાં રાંદેર તથા અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો.

પોલીસ તપાસમાં આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે આરોપી મુસ્તાકખાન પઠાણ રીક્ષા ચલાવતો હતો અને અનવર શેખ તથા ફૈયાઝ કયુમ રીક્ષામાં પાછળની સીટ પર બેસતા હતા અને હાઈ પ્રોફાઈલ જીવન જીવવા માટે આરોપીઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા. એકલ દોકલ ઉભેલા પેસેન્જરોને રીક્ષામાં બેસાડતા હતા. બાદમાં પેસેન્જરોને આગળ પાછળ ખસવાનું કહી તેમજ ભીસમાં લઇ પેસેન્જરોની નજર ચૂકવી મોબાઈલ તેમજ રોકડ રકમની ચોરી કરી લેતા હતા. બાદમાં આગળ પોલીસ ઉભી છે. તેમ કહી પેસેન્જરને અડધે રસ્તે ઉતારી ફરાર થઇ જતા હતા.

Follow Us
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જુનાગઢના જળાશયોના દેખાયા તળિયા- Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જુનાગઢના જળાશયોના દેખાયા તળિયા- Video
g clip-path="url(#clip0_868_265)">