Surat : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે મનપામાં મિટિંગ યોજાઈ
SMCના અધિકારીઓ , પદાધિકારીઓ, સૂરત પોલીસ કમિશનર, ટ્રાફિક પોલીસ શાખાના અધિકારીઓ ,પોલીસ કમિશ્નર,DEO ,શાળાના આચાર્યો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં શાળાના આચાર્ય તેમજ પોલીસ કમિશનર તમામના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને સૂચનો લેવામાં આવ્યા હતા.
Surat : ગુજરાતભરમાં આગામી 28 મી તારીખથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા (Board exam) શરૂ થઈ રહી છે. ત્યારે 2 વર્ષ બાદ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ત્યારે સુરત શહેરની સ્થિતિ કાંઈક અલગ જ જોવા મળી રહી છે. હાલમાં સુરતમાં મેટ્રોનું કામ પણ ચાલી રહ્યું છે. અને સુરતમાં રોડ રસ્તા અને ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે સુરત મનપા (Surat Municipal Corporation)દ્વારા બોર્ડ પરીક્ષાને લઈને આજરોજ અગત્યની (Meeting) મિટિંગ યોજાઈ હતી.મિટિંગમાં સુરત પોલીસ કમિશનર પાલિકાના મેયર કમિશનર અને બોર્ડના શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા અગવડતા ન પડે માટે આ મિટિંગ યોજાઈ મિટિંગ. જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
SMCના અધિકારીઓ , પદાધિકારીઓ, સૂરત પોલીસ કમિશનર, ટ્રાફિક પોલીસ શાખાના અધિકારીઓ ,પોલીસ કમિશ્નર,DEO ,શાળાના આચાર્યો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં શાળાના આચાર્ય તેમજ પોલીસ કમિશનર તમામના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને સૂચનો લેવામાં આવ્યા હતા. અને હવે આ સૂચનોને ધ્યાને લઇ મનપા દ્વારા બોર્ડની પરીક્ષા દરમિયાન વિધાર્થીઓને અગવડતા ન પડે તે માટે પગલાં લેવામાં આવશે.
તેમાં પણ મહત્વનું એ છે કે સુરતનો રિંગ રોડ પણ બે મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. જે મુખ્ય માર્ગ છે જેથી વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી ન પડે, સાથે જ કોઈ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર આવવા જવા માટે પ્રોબ્લેમ થાય તો શું કરવું ક્યાં કોલ કરવો તે તમામ બાબતે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે સુરત ટ્રાફિક દ્વારા પણ મહત્વના પોઈન્ટો પર વધારે માણશો રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં અટવાય નહીં તેની તકેદારી રાખવામાં આવશે.
આ પણ વાંચો : IPL 2022: ધોનીની ટીમ નવા અંદાજમાં જોવા મળશે, ચેન્નાઇ સુપર કિંગ્સે લૉન્ચ કરી નવી જર્સી