Surat: પાંડેસરામાં માતા-બાળકી પર દુષ્કર્મના ચકચારી કેસમાં કોર્ટ સંભળાવશે સજા, બંને દોષિતોને ફાંસીની સજા થાય તેવી માગ
પહેલા કોઈ પુરાવા ન હોવાથી પોલીસ માટે બ્લાઇન્ડ કેસ હતો, છતાં પોલીસે ફક્ત એક ગાડીની ફ્લેશ લાઇટને ટ્રેક કરીને ગુનો ઉકેલી કાઢ્યો હતો. ત્યારે હવે ચકચારી બનેલા આ કેસમાં આજે ચાર વર્ષ બાદ આ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવે તેવી શક્યતા છે.
સુરત (Surat)ના પાંડેસરામાં માતા-બાળકી પર દુષ્કર્મ (Rape) બાદ હત્યાના (Murder)કેસમાં આજે સુરત કોર્ટ (Surat court) દોષિતોને સજા સંભળાવશે. સુરત કોર્ટે હર્ષ સહાય ગુર્જર અને તેને મદદગારી કરનારા હરિઓમ ગુર્જરને દોષિત ઠેરવ્યા છે. બંને દોષિતોને ફાંસીની સજાની માગણી થઈ રહી છે.
આ ચકચારી કેસની વિગત મુજબ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા હર્ષસહાય રામરાજ ગુર્જર રાજસ્થાનથી એક મહિલા અને તેની પુત્રીને 35 હજારમાં ખરીદીને સુરત લાવ્યો હતો.આ માતા – પુત્રીને પહેલાં પરવટ પાટિયાના અનુપમ હાઇસ્ટ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં કામરેજ નજીક માનસરોવર રેસિડેન્સી બિલ્ડિંગ નંબર -17 ના એક ખાલી ફલેટમાં રહેવાની વ્યવસ્થા કરાઇ હતી.
મહિલા અને હર્ષસહાય વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા જેથી હર્ષસહાય મહિલાની તેની પુત્રીની નજર સામે જ હત્યા કરી નાખી હતી .બાદમાં મહિલાની પુત્રીને તેના ઘરે લઇ ગયો હતો અને તેની પર અવારનવાર દુષ્કર્મ કરવામાં આવતું હતું.માતા પુત્રીની મૃતદેહ અલગ અલગ વિસ્તારોમાંથી ઝાડીમાંથી મળી આવ્યો હતો. બાળકી અને માતાની ઓળખ ડીએનએ ટેસ્ટથી થઇ હતી. બાળકીના શરીરે 78 જેટલા ઇજાના નિશાન મળી આવ્યા હતા.
એટલું જ નહીં તેને માર મારી રોજ અત્યાચાર ગુજારવામાં આવતો બાળાનું પણ મૃત્યુ થતાં હર્ષસહાય ગુર્જરે તેના ડ્રાઈવર હરિઓમ ગુર્જરની સહાયથી છોકરીની લાશ ને ભેસ્તાનના ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ફેંકી દીધી હતી.
આ આ કેસમાં કુલ 43 સાક્ષીઓને તપાસીને તેની જુબાની લેવામાં આવી હતી અને 120 જેટલા દસ્તાવેજો કોર્ટ સમક્ષ ૨જૂ કરવામાં આવ્યા હતા . દરમિયાન આજરોજ એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ જજ પોક્સો એ. એચ. ધામાણી સમક્ષ ટ્રાયલ ચાલી હતી. જેમાં આરોપીએ ગુનો કર્યો હોવાનું પુરવાર થયું હતું.
સુરતના પાંડેસરામાં વર્ષ 2018માં માતા-બાળકી પર દુષ્કર્મ દુષ્કર્મ થયુ હતુ. 6 એપ્રીલ 2018માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ થયો હતો. તે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસે સાડા સાત હજાર પોસ્ટર અને અગણિત સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસ અને ડૉક્ટર પણ ચોંકી ગયા હતા. પીએમ રિપોર્ટમા સામે આવ્યું હતું કે, માતા અને બાળકી સાથે પહેલા દુષ્કર્મ થયું હતુ. ત્યારબાદ તેમને તડપાવી-તડપાવીને મારી નાખવામાં આવ્યા હતા. સુરત પોલીસે અલગ-અલગ 15 ટીમ બનાવી હતી અને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન બંને દોષિતો અમદાવાદ ક્રાઈમબ્રાંચના હાથમાં આવી ગયા અને તેમને સુરત પોલીસને સોંપ્યા હતા.
પહેલા કોઈ પુરાવા ન હોવાથી પોલીસ માટે બ્લાઇન્ડ કેસ હતો, છતાં પોલીસે ફક્ત એક ગાડીની ફ્લેશ લાઇટને ટ્રેક કરીને ગુનો ઉકેલી કાઢ્યો હતો. ત્યારે હવે ચકચારી બનેલા આ કેસમાં આજે ચાર વર્ષ બાદ આ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો-
ખાદ્ય તેલના ભડકે બાળતા ભાવોને લઇને વધી ચિંતા, ભાવને નિયંત્રણમાં રાખવા ગાંધીનગરમાં પર મળી ખાસ બેઠક
આ પણ વાંચો-