AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાદ્ય તેલના ભડકે બાળતા ભાવોને લઇને વધી ચિંતા, ભાવને નિયંત્રણમાં રાખવા ગાંધીનગરમાં પર મળી ખાસ બેઠક

ખાદ્ય તેલના ભડકે બાળતા ભાવોને લઇને વધી ચિંતા, ભાવને નિયંત્રણમાં રાખવા ગાંધીનગરમાં પર મળી ખાસ બેઠક

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 8:09 AM
Share

ગાંધીનગરમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરીએ મહત્વની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં તેલના ભાવને નિયંત્રણમાં રાખવા પર ચર્ચા કરવામાં આવી.

છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં ખાદ્ય તેલ (Edible oil)ના ભાવમાં સતત વધારો (Price rise)જોવા મળી રહ્યો છે. જેથી રાજ્યમાં તેલના ભાવને નિયંત્રણમાં રાખવા માટે ગાંધીનગર (Gandhinagar)માં મહત્વની બેઠક મળી. જેમાં તેલનો સ્ટોક જમા કરી કાળાબજારી (Black market) કરનારા તત્વોને રોકવા પર ચર્ચા કરવામાં આવી. જેથી તેલના ભાવોને નિયંત્રણમાં રાખી શકાય.

ગાંધીનગરમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરીએ મહત્વની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં તેલના ભાવને નિયંત્રણમાં રાખવા પર ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક દ્વારા દર અઠવાડિયે ખાદ્યતેલનો સ્ટોક ઓનલાઇન દર્શાવવા સૂચના આપવામાં આવી છે. તેમજ નિયત કરેલી મર્યાદાથી સ્ટોક વધી જાય તો તેની લેખિત જાણ કરવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં તેલ વેપાર સાથે જોડાયેલા તેલના વેપારીઓ, હોલસેલરો અને રિટેલર્સ એસોસિએશનના પ્રમુખ હાજર રહ્યા હતા. તેમજ તેલનો સ્ટોક જમા કરી કાળાબજારી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. ગઇકાલે એકજ દિવસમાં સીંગતેલમાં 70 રૂપિયાનો વધારો થયો છે. જેને લઇ સિંગતેલનો ડબ્બો 2520 રૂપિયા પર પહોંચ્યો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ એક જ દિવસમાં 110 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેને લઇ કપાસિયા તેલના ડબ્બાના ભાવ 2550 રૂપિયાને પાર પહોંચ્યાં છે. ત્રણ દિવસ પહેલા પણ સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ રુપિયા 40 જેટલા વધ્યા હતા. આમ ખાદ્ય તેલમાં થઇ રહેલા સતત ભાવ વધારાને લઇને તેલના ભાવોને નિયંત્રણમાં લાવવા જરુરી બન્યા છે.

આ પણ વાંચો-

Ahmedabad: હોળી-ધૂળેટીનો તહેવાર નજીક હોવાથી કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સતર્ક, ફરસાણ અને મીઠાઇની દુકાનોમાં હાથ ધર્યુ ચેકિંગ

આ પણ વાંચો-

યાત્રાધામ અંબાજીમાં શરુ કરાશે લેસર શો, ભક્તો માટે દેવસ્થાનના ઇતિહાસથી પરિચિત થાય તેવો હેતુ, જાણો શું હશે લેસર શોની ખાસિયત

g clip-path="url(#clip0_868_265)">